________________
શ્રી સિદ્ધાચલતીર્થના મૂળનાયક શ્રી ઋષભદેવ પરમાત્માને યાદ કરી, નજર સામે લાવી, માથું નમાવી “નમો નિણાણું” કહી નમસ્કાર કરવો. એ જ રીતે તારંગા, શંખેશ્વર, માતર, તળાજા, ગિરનાર, સમેતશિખર, આબુ, અષ્ટાપદ, અંતરીક્ષજી, સ્થંભનપાર્શ્વનાથ (ખંભાત), જીરાવાલાજી, પાવાપુરી, ચંપાપુરી, ભીલડીયાજી, માંડવગઢ, શેરીસા, પાનસર, ભોયણી, ઊના, અજારા, દીવ, દેલવાડા, કદંબગિરિ, હસ્તગિરિ, પ્રભાસપાટણ, ઝઘડીયા, કાવી, ગંધાર, ઈડર, ચારૂપ, હસ્તિનાપુર, ભદ્રેશ્વર, નાગેશ્વર, ભાંડકજી, મક્ષીજી, કુલ્પાકજી, રાણકપુર, વકાણા, બામણવાડા, નાંદીયા, કુંભોજગિરિ, ભરૂચ, મુહરિ પાર્શ્વનાથ, કેસરીયાજી, ઠાણા, પોસીના, કુંભારીયા વગેરે તીર્થોના મૂલનાયક પ્રભુને યાદ કરી, હાથ જોડી ભાવપૂર્વક “નમો જિણાણ” કહી ભાવયાત્રા કરવી. ત્યાર બાદ...
ઊર્ધ્વલોકમાં ૧લા દેવલોકમાં ૩૨ લાખ દેરાસર, રજામાં ૨૮ લાખ, ૩જા માં ૧૨ લાખ, ૪થા માં ૯ લાખ, પમા દેવલોકમાં ૪ લાખ, ૬ઠ્ઠામાં ૫૦ હજાર, ૭મા માં ૪૦ હજાર, ૮મા માં ૬ હજાર, ૯મા - ૧૦મા માં ૪૦૦-૪૦૦, ૧૧-૧૨મા માં ૩૦૦-૩૦૦, નવરૈવેયકમાં ૩૧૮, પાંચ અનુત્તરમાં ૫, આ રીતે ૮૪ લાખ ૯૭ હજાર ૨૩ જિનમંદિરના જિનેશ્વરદેવોના સર્વબિબોને નમો જિણાણું કહી, નમસ્કાર કરી યાત્રાનો લાભ લેવો. સામાયિકમાં નવકારમંત્રનો જાપ
ચંચળ મનને જીતવા, વિશિષ્ટ પુણ્ય ઉપાર્જવા, અનંત ઉપકારી પંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે કૃતજ્ઞ બનવા, વિદનોનો નાશ કરવા, બુદ્ધિને નિર્મલ બનાવવા અને પરમશાંતિ સમાધિ અનુભવવા નીચે જણાવેલી રીતે ૧૦૮, ૩૬ અથવા ૧૨ નવકારનો જાપ કરો ! ધ્યાન ધરો !!
એકાંત શાંત સ્થળે ઉત્તર કે પૂર્વ સન્મુખ બેસી જાવ. સામે સિદ્ધચક્રજીનો ગટ્ટો કે શ્રી સિદ્ધચક્રાકારે રહેલ નવકારનો ફોટો રાખો. તેમાં મધ્યમાં બિરાજમાન શ્રી અરિહંતભગવંતને અહોભાવથી જોઈ, હાથ જોડી બોલો –
‘નમો અરિહંતાણં:શ્રીઅનંત અરિહંત ભગવંતોને નમસ્કાર કરું છું. શ્રી અરિહંત પરમાત્માઓની કૃપાથી મારા કામ, ક્રોધ, માન, મદ, હર્ષ, લોભ વગેરે આંતરશત્રુઓ નાશ પામો !
પછી શ્રી સિદ્ધ ભગવંત સામે નજર કરી હાથ જોડી અહોભાવથી બોલો –
નમો સિદ્ધાણં' હું શ્રી અનંત સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું. સિદ્ધભગવંતોની કૃપાથી મને અવિનાશીપદ પ્રાપ્ત થાઓ !
પછી શ્રીઆચાર્યભગવંતની સામે નજર કરી હાથ જોડી અહોભાવથી બોલો –
નમો આયરિયાણં:”હું શ્રીઅનંત આચાર્ય ભગવંતોને નમસ્કાર કરું છું. શ્રી આચાર્ય ભગવંતોની કૃપાથી મને પંચાચારના પાલનનું બળ પ્રાપ્ત થાઓ !
પછી શ્રીઉપાધ્યાય ભગવંતોની સામે જોઈ હાથ જોડી અહોભાવથી બોલો –
નમો ઉવજ્ઝાયાણં' હું શ્રી અનંત ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરું છું. શ્રીઉપાધ્યાય ભગવંતોની કૃપાથી મને જ્ઞાન તથા વિનયગુણની પ્રાપ્તિ થાઓ ! સામાયિક વિજ્ઞાન
૧૬૮
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org