________________
આપ શાંત છો. પ્રશાંત છો. ઉપશાંત છો. કરુણાના મહાસાગર છો. મોક્ષમાર્ગ દેખાડનાર હોવાથી અમારા અનંત ઉપકારી છો. અમારા સુખદુઃખની સાચી ચિંતા કરનારા હોવાથી એકમાત્ર પરમ હિતસ્વી છો. કેવલજ્ઞાનાદિ અનંતગુણોના ભંડાર છો. આ વિશ્વમાં અપકારી ઉપર પણ અપાર કરુણાથી ઉપકાર કરનાર એકમાત્ર આપ જ છો.
હે દેવ ! આપ પૃથ્વી જેવા સહનશીલ છો, સાગર જેવા ગંભીર છો, શરદ પૂનમના ચંદ્ર જેવા સૌમ્ય છો, ભારંડપક્ષી જેવા અપ્રમત્ત છો, મહાવ્રતોનો ભાર વહન કરવા શ્રેષ્ઠ વૃષભ જેવા છો, કુંજર જેવા શૂરવીર છો, સિંહ જેવા નિર્ભય છો. પુષ્કર કમલની જેમ જગતના ભાવોથી નિર્લેપ છો. છકાય જીવોના રક્ષક અને પાલક હોવાથી આપ મહાગોપ (ગોવાળ) છો. નાવિકની જેમ સંસારસાગરથી પાર ઉતારનાર હોવાથી આપ ભાવનિર્યામક (ખલાસી) છો. સાર્થવાહની જેમ સંસારઅટવીથી પાર ઉતારી મોક્ષે લઈ જનાર હોવાથી આપ સાર્થવાહ છો. વિશ્વમાં વિવિધ પ્રકારે હિંસામાં આસક્ત જીવોને હિંસાના મહાપાપનો નિષેધ કરનાર આપ મહા મા-હણ છો !
આપના અસંખ્ય આત્મપ્રદેશો નિર્મળ થયા છે. કેવળજ્ઞાનથી જગતના પદાર્થોમાં સમયે સમયે થતા ફેરફારોને આપ જાણો છો તેથી આપના જ્ઞાનના પર્યાયો પણ અનંતા છે.
આપનું ધ્યાન પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ જુદી જુદી ચાર અવસ્થામાં દ્રવ્યગુણ-પર્યાયના વિચાર દ્વારા કરી શકાય છે.
આ રીતે આપનું ધ્યાન કરવાથી ધ્યાન કરનારનો મોહ-મહામોહ લય પામે છે ! દેવપાલ વગેરે અનંત આત્માઓએ આ રીતે અરિહંતપદનું ધ્યાન ધરી તીર્થંકરનામકર્મ બાંધ્યું અને અંતે તેઓ મોક્ષલક્ષ્મી વર્યા...એવા ત્રણે કાળના અરિહંતપરમાત્માઓને હું દ્રવ્યથી અને ભાવથી નમસ્કાર કરું છું.
હે નાથ ! આ પાપમય, દુઃખમય અને સ્વાર્થમય સંસારથી મને તારજે. તારા અંતરમાં સ્થાન આપજે. તું જ એક તારક છે-ઉદ્ધારક છે.
હે કૃપાળુ ! તારી જ એક કૃપા હું ચાહું છું.
હે દયાળુ ! તારા તારક ચરણોમાં, પાવન પદકમલમાં ભાવભરી વંદના કરી વિરમું છું.
સામાયિકમાં તીર્થયાત્રા
સામાયિકમાં બેઠા બેઠા ૧૦ મિનિટ ત્રણલોકના તીર્થોની યાત્રા ભાવયાત્રા કરી શકાય એ
HIZ...
અધોલોકમાં ભવનપતિદેવોના ભવનોમાં રહેલા ૭ ક્રોડ ૭૨ લાખ દેરાસરોના રત્નમય શાશ્વત જિનબિંબોને નમો જિણાણું' કહી ભાવથી નમસ્કાર કરવો.
ભવનપતિ દેવલોકની ઉપર વ્યંતરદેવોના અસંખ્યનગરોમાં અસંખ્ય જિનમંદિરોના જિનબિંબોને મસ્તક નમાવી, હાથ જોડી ‘નમો જિણાણં' કહી ભાવયાત્રા કરવી !
મર્ત્ય (મધ્ય) લોકમાં જયોતિષ દેવલોકમાં અસંખ્ય જિનાલયોમાં બિરાજમાન અસંખ્ય જિનબિંબોને મસ્તક નમાવી, હાથ જોડી ‘નમો જિણાણું' કહી નમસ્કાર કરવો.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૧૬૭
For Private & Personal Use Only
સામાયિક વિજ્ઞાન
www.jainelibrary.org