________________
સમ્યજ્ઞાન છે, બંધનને માનવું તે સમ્યગ્દર્શન છે અને બંધનને તોડવું તે સમ્યક્ચારિત્ર છે. જે ક્યારેય બંધન જોવાનો પ્રયત્ન કરતા નથી, તે વીતરાગતાના સાધન બની શકતા નથી. માત્ર આત્માની વાતો કરી ‘સોહં-સો ં’, ‘શુદ્ધોડહં', ‘બુદ્ધોઽહં’નો જાપ કરવાથી કાંઈ વળશે નહીં, તેવું મક્કમતાપૂર્વક માનવું. સાથે સાથે, ‘વ્યવહાર'ની વ્યાખ્યા સમજીને ગોખી રાખવા જેવી છે - નિશ્ચયને પમાડે તે જ
વ્યવહાર.
અનાદિકાળથી મોહનિદ્રામાં સૂતેલા આપણા આત્માને જગાડી, આત્માને ભવ-દુ:ખ બંધનમાં બાંધતા કર્મના બંધનો, પરિગ્રહ, હિંસા, મમતા અને મિથ્યાત્વનાં બંધનોને જાણી, એને તોડવાનો ભવ્ય પુરુષાર્થ કરી પ્રાંતે શિવસુખના સંગાથી બનીએ એ જ અભિલાષા સાથે.
લિ. આપનો સાધર્મિક ભાઈ, રજની શાહ
સર્વવિરતિના મનોરથ સેવવા તે શ્રાવકનું શ્રેષ્ઠ કર્તવ્ય
* * * પત્રાવલિ-૬૩
-
પરમ સાધર્મિક શ્રાવક શ્રાવિકા મંગલ પરિવાર -
પ્રણામ - જય જિનેન્દ્ર.
|| ૐ કર્દમ્ નમ: |
શુક્રવાર, તા. ૨જી, ડિસેમ્બર, ૨૦૦૫ વીર સંવત ૨૫૩૨ ને માગસર સુદ ૧
संज्ञादिपरिहारेण, यन्मनस्यावलम्बनम् ।
वाग्वृत्तेः संवृत्तिर्वा या सा वाग्गुप्तिरि होच्यते ॥
-પરમર્ષિ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા સ્વરચિત ‘યોગશાસ્ત્ર’ માંથી. અર્થ : હાથ-મુખાદિની ચેષ્ટા વડે સંજ્ઞાનો ત્યાગ, જે મૌનપણાનું આલંબન કરવું અથવા વાચાનો નિરોધ કરવો, તે વચનગુપ્તિ કહેવાય છે.
પત્રાવલિ
Jain Education International. 2010_03
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં શાસનપતિ શ્રી મહાવીર સ્વામી ફ૨માવે છે કે વચનગુપ્તિથી નિર્વિકારિતા આવે છે અને નિર્વિકારી જીવ અધ્યાત્મયોગ સાધવાવાળો થાય છે. માટે, વચન નિર્વિકારી બનાવવા માટે તથા યોગની સફળ સાધના માટે, મુમુક્ષુને વચનગુપ્તિની અતિશય આવશ્યકતા છે. જ્ઞાની ભગવંત કહે છે કે યોગનો અભ્યાસ એ આત્મસાધના છે. આત્મસાધના એ મોક્ષ માટે છે. મોક્ષ એ સ્વરૂપનો લાભ છે. સ્વ-સ્વરૂપનો લાભ એ જ ધર્મલાભ છે. તે માટે જરૂરી છે, ચારિત્રયોગ.
અનાદિકાળથી આપણો જીવ કર્મોની જંજીરમાં જકડાયેલો છે. કર્મોના જથ્થા ભેગા કરે છે. આશ્રવ ચાલુ છે. પણ જો સદ્ગુરુનો સમાગમ થાય તો જ્ઞાન-ભાન ભૂલેલા જીવને શાન પ્રાપ્ત થાય.
૩૭૧
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org