________________
પાછળની અને આગળની રાશિ ઉપર પણ વક્ર નજર (વાંકી દૃષ્ટિ) રાખે છે. આમ, ૨', વર્ષ શનિ જે રાશિમાં હોય, અને ૨૧/, વર્ષ આગળની રાશિ, ૨૧/, પાછળની રાશિ, તેમ ૨૧/, + 917, + ૨૧/, = ૭'|- સાડા સાત વર્ષની શનિની પનોતી ગણાય છે. શનિની ગ્રહદશા અને પનોતીના નિવારણ કરનાર શ્રી મુનિસુવ્રત સ્વામી ગણાય છે. આ કારણે ભારતના ઘણા પ્રાચીન દેરાસરોમાં શ્રી મુનિસુવ્રત સ્વામી મૂળનાયક સ્વરૂપે બિરાજતા હોય છે. શ્રી મુનિસુવ્રત સ્વામીએ પોતાના પૂર્વભવનો મિત્ર કે જે રાજા જિતશત્રુને ત્યાં અશ્વ (ઘોડા) રૂપે જન્મ્યો હતો, તે અશ્વને પ્રતિબોધ કરવા (ઉપદેશ આપવા) એક જ રાતમાં ૨૪૦ માઈલનો ઉગ્ર વિહાર કર્યો હતો. ઉપદેશ આપ્યાના સ્થળનું નામ ‘ભરૂચ' છે. દક્ષિણ ગુજરાતમાં આવેલું છે. અવબોધ એટલે ઉપદેશ અને અશ્વ એટલે ઘોડો. ભરૂચમાં દેરાસર છે કે જેનું નામ “અશ્ચાવબોધ' છે, તીર્થ સમાન છે. ઘણા શ્રાવકો દર્શનાર્થે જાય છે.
વીસમા મુનિસુવ્રત સ્વામીને, વંદન કરીએ ભાવથી,
પરમાનંદન પીડા હરી દે, પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવથી. અશ્વને પ્રતિબોધિત કરવાને, પ્રભુએ ઉગ્ર વિહાર કર્યો,
શરણાગતની રક્ષા કરીને, દુનિયાથી ઉદ્ધાર કર્યો.' આ બંને પનોતા તીર્થકરો શ્રી મલ્લિનાથ પ્રભુ અને શ્રી મુનિસુવ્રત સ્વામીની આપના જીવનના વર્તમાન સંજોગોમાં અસીમ કૃપા અને અપાર આશીર્વાદ રહે તેવી મારી પ્રાર્થના છે.
શ્રી મયૂરભાઈની વિદાયને દિવસો ઉપર દિવસો ઉમેરાતા જાય છે. આપ પરિવારની અંતરાય કર્મ નિવારણ પૂજા સુંદર રીતે ભાવોલ્લાસ સાથે ભણાવાઈ હતી, તે જાણી આનંદ. બેન, આપણો જીવ પણ અનંતીવાર વનસ્પતિકાયમાં છેદાયો, ભેદાયો, કપાયો, બફાયો અને છોલાયો છે. બેઇન્દ્રિયથી ચોરેન્દ્રિયના ભાવોમાં આપણો જ જીવ બીજાના પગ નીચે કચડાઈને કે બીજા પ્રકારે અનંતી અનંતી વાર મર્યો છે. પંચેન્દ્રિયમાં પણ અનેક વાર મનુષ્યભવ પામી આપણે અનંતી વાર વિના મોતે મૃત્યુને ભેટ્યા છીએ. માટે શાસ્ત્ર કથન છે.
“ન સા નાડું, ન સા ગોળી, ને તે ટામાં ન તં રુમ |
ન નાથા ન મુઝા, મલ્થ સચ્ચે નવા નન્તસો '' અર્થ : એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ કુળ નથી
કે જયાં સર્વ જીવો અનંત વાર જમ્યા ન હોય અને મર્યા ન હોય.
દરેક ભવમાં જન્મ-મરણની વચ્ચેના ગાળામાં અનંતા સંબંધો બાંધ્યા, સંયોગ થયા, વિયોગ થયા - આ બધું દરેક ભવમાં આપણે કરતા જ આવ્યા છીએ. માટે, સંયોગમાં અતિ રાગ નહીં અને વિયોગમાં અતિ દ્વેષ કે દુઃખ નહીં રાખનારા જીવો જ મોક્ષમાર્ગ પ્રતિ પ્રગતિ કરે છે. સંસારના બધા સંબંધો સાંયોગિક હોઈ કાચા સૂતરના તાંતણા જેવા જ હોય છે. બેન, આત્મા પ્રત્યે લક્ષ રાખશો તો આર્તધ્યાન-રૌદ્રધ્યાન ઓછું થશે. આત્મા સૌથી સુંદર અને મહાન ચીજ છે. એ જ પોતાની સાચી મૂડી છે. એ જ પોતાનો સાચો સગો છે, સાચો સ્નેહી છે, સાચો આનંદ દેનાર છે, સાચો સાથી છે. પત્રાવલિ
૩૪૭
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org