________________
વૃદ્ધિવાળું છે, ઉત્પાદ-વ્યયયુક્ત છે, ક્ષર-નશ્વર છે, પરિવર્તનશીલ છે, પરિભ્રમણશીલ છે, રૂપ-રૂપાંતર પામતું છે અને ક્ષેત્ર-ક્ષેત્રાંતર કરનારું છે. પુદ્ગલના આ ગુણધર્મોને નિષેધાત્મક અભાવસૂચક “અ” ઉપસર્ગ લગાડવાથી કેવળજ્ઞાનના વિશેષણ બને છે. કર્મના પ્રકારોની તુલના : ઘાતી
અઘાતી (૧) પાપકર્મો જ હોય.
પુણ્ય-પાપ બને ભેગા હોય. (૨) મોહનીય કર્મ રાજા જેવું.
આયુષ્ય કર્મ પ્રમુખ ગણાય. (૩) ક્ષયોપશમ, ક્ષય થાય
(મોહનીય કર્મનો ઉપશમ પણ થાય) ક્ષય જ થાય. (૪) જીવદ્રવ્યને લાગુ પડે.
પુદ્ગલ દ્રવ્યને લાગુ પડે. (૫) ક્ષયથી વિધેયાત્મક ગુણો પ્રગટે ક્ષયથી નિષેધાત્મક ગુણો પ્રગટે. (૬) પુરુષાર્થ વડે નિર્જરા થાય
ક્ષય વડે જ નિર્જરા થાય. આત્માનું પુદ્ગલ દ્રવ્ય વિરુદ્ધનું નિષેધાત્મક સ્વરૂપ સમજવાનું છે, અને પાંચે અસ્તિકાયનું સ્વરૂપ વિચારી શુદ્ધાત્માનું સ્વમાં વિધેયાત્મક સ્વરૂપ વેદવાનું છે - અનુભવવાનું છે. પાંચે અસ્તિકામાં જીવાસ્તિકાય એક જ દ્રવ્ય એવું છે કે જેની પ્રકૃતિ વિકૃતિરૂપ થઈ જાય છે, જ્યારે બાકીના ચારે અસ્તિકાય અનાદિકાળથી પોતાની પ્રકૃતિમાં જ છે. આત્માને ‘સ્વ' અને ચારે અસ્તિકાયને ‘પરી’ કહીને “સ્વમાં વસ, પરથી ખસ; એટલું જ બસ” જે વિધાન કર્યું છે, તે આ જ સંદર્ભમાં કરેલ છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય દ્રવ્યો અરૂપી અને જડ છે. પુદ્ગલાસ્તિકાય રૂપી અને જડ છે. પાંચે અસ્તિકાયમાં, એક માત્ર જીવાસ્તિકાય જ ચેતન દ્રવ્ય છે. સિદ્ધ પરમાત્માના જીવો ચેતન અને અરૂપી છે. સંસાર જીવો ચેતન છે. તેમની જાત અરૂપી છે, પણ તેની ઉપર ભાત રૂપીની છે. ‘પોત અરૂપીનું પણ ભાત રૂપીનું', એવી સંસારીજીવનની ચેતન-અવસ્થા છે. સાધ્યનું જે સ્વરૂપ હોય તે સ્વરૂપ સાધક પોતાની સાધનામાં ઉતારે તો જ સાધ્યથી અભેદ થાય. આ જ સિદ્ધાંતને અનુસરીને આપણી આરાધનામાં કાઉસગ્ગ અને તેને કરવાની વિધિ આલેખાયેલી છે. સાધ્ય-સાધન અને કાર્ય-કારણનો વિવેક જાણ્યા વિના માત્ર નવકાર કે લોગસ્સના મહઅંશે ગણાતા આ કાઉસગ્ગ પરમાર્થથી સાધ્યથી અભેદ અવસ્થાનું સાધન કેવી રીતે બની શકે? શબ્દની સંધિ વડે બનતો શબ્દ પર્યુષણ”નો અર્થ પણ એ જ છે કે “સમગ્રતયા આત્મામાં વસવાટ વડે સાધ્યથી અભેદ થવું તે.'
સ્વરૂપચિંતક પંડિતવર્ય પૂજય શ્રી પનાલાલ જગજીવનદાસ ગાંધીએ કેટલાક શબ્દો અને તેના અર્થોમાં જે સુંદર આત્મભાવ વ્યક્ત કર્યો છે, તે વિચારવા યોગ્ય છે : (૧) ગર્ભ = ળ + ૨ + ભ = – 3
ગમનાગમન અગ્નિતત્ત્વ ભસ્મ
(પરિભ્રમણ) = ચાર ગતિના ગમનાગમનને-પરિભ્રમણને અગ્નિબીજથી ભસ્મ કરી નાખ. શ્રુતસરિતા
૪૨૮
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org