________________
૫૮. દોષ કાઢવાનો ઉપાય શો છે ? ૫૯. મોહનો ઉદય છે ત્યાં સુધી મારે શું કરવું? ૬૦. મને અંતરથી રાગાદિ ભાવો બંધનકારક કેમ લાગતા નથી? ૬૧. એ મીઠા મધુરા કેમ લાગે છે? ૬૨. શું દેહ-ઇન્દ્રિય-મનના ભોગસુખ મને બંધનરૂપ લાગે છે ? ૬૩. શા માટે નથી લાગતા ? ૬૪. રાગ-દ્વેષ ક્ષય ન થાય, જન્મ-મરણ ન છૂટે કે ઘટે તો પરમાર્થથી મારું કલ્યાણ શાનું અને ધર્મ
શું કામનો ? ૬૫. વર્ષોથી આરાધના કરવા છતાં રાગાદિનું આકર્ષણ કેટલું ઘસાયું? ૬૬. કામ-ક્રોધાદિમાં સામે ચાલીને તણાઉં ત્યાં સુધી મારામાં ક્યાંથી આત્માર્થીપણું આવે-સંભવે.
કહેવાય? ૬૭. “તૃષ્ણા-વાસના-પ્રસિદ્ધિની ભૂખ સાવ ખોટી છે” એમ શું ખરેખર હૈયામાં લાગે છે? ૬૮. વાસનાનું મૂળ કઈ રીતે છેદાશે ? ૬૯. વિષય-કષાય શાથી થાય છે? ૭૦. આત્માર્થી જીવનું લક્ષણ મારામાં દેખાય છે કે નહિ ? ૭૧. વિષય-કષાય સારા નથી - એમ લાગ્યું છે? ૭૨. એ સારા નથી છતાં એ પોષાય તેવું કાર્ય શાથી થયું? ૭૩. કર્મનો દોષ છે કે મારી બેદરકારી-પ્રમાદ-ગફલત મુખ્ય છે? ૭૪. મારે કેવા નિયમો-અભિગ્રહો લેવા વાજબી છે? કયા નિયમો મેં લીધા છે? ૭૫. વાસ્તવમાં વિષય-કષાય ઉપરથી આસક્તિ ઊઠી છે કે નહિ ? ૭૬. મારા દિવસો શેમાં પસાર થાય છે ? ૭૭. હું કઈ રીતે પ્રમાદમાં ખેંચી ન જાઉં ? ૭૮. આજ સુધી કેટલો પ્રમાદ કર્યો ? ૭૯. પંચવિધ પ્રમાદ મીઠો કેમ લાગે છે ? ૮૦. પ્રમાદ ઓછો થાય છે કે નહિ ? ૮૧. પ્રમાદ કેમ જાય ? ૮૨. પ્રમાદમાં પડ્યો રહીશ તો મારી શી હાલત થશે ? ૮૩. અજ્ઞાનથી ક્યારે છૂટાશે? ૮૪. છૂટવાનો રસ્તો કયો છે? ૮૫. અજ્ઞાન-મોહ વગેરે દુ:ખરૂપ કેમ નથી લાગતાં ? ૮૬. દેહાદિ બંધન મને શાથી છે ? આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા ૯૮
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org