________________
૨૮. મેં શા માટે ધર્મક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ? ર૯. તમામ ધર્મક્રિયા શા માટે કરું છું? ૩૦. આ લક્ષ્ય કેટલું જાગ્રત રહે છે ? ૩૧. શું કરવા શાસ્ત્ર શીખું છું ? ૩૨. શાસ્ત્ર વાંચતા તેની અપૂર્વતાનું ભાન કેમ થતું નથી ? ૩૩. શાસ્ત્રબોધ ઝટ પરિણામ કેમ પામતો નથી ? ૩૪. “ત્યાગમાં આનંદ છે, સહન કરવામાં સુખ-શૂરવીરતા છે.” . આવાં જિનવચનોનો મર્મ
હૃદયમાં પરિણમનલક્ષે કેમ સમજાતો નથી? ૩૫. આજે શું વાંચવામાં આવ્યું? ૩૬. તેમાં શું યાદ રહ્યું? ૩૭. તેમાં મને શું શું લાગુ પડે છે? ૩૮. ઉપદેશમાં અન્યને મેં જણાવેલ વાત મારામાં છે કે નહિ? ૩૯. મારે શું લેવા યોગ્ય છે ? ૪૦. શું ત્યાગ કરવા યોગ્ય છે? ૪૧. બીજાને સલાહ-સૂચન-આદેશ-ઉપદેશ આપું છું. તે શા માટે ? ૪૨. મારો અધિકાર છે કે નહિ ? ૪૩. મારું આચરણ કેવું છે ? ૪૪. કઈ ભૂમિકાને યોગ્ય છે? ૪૫. હું જે બોલું છું એવું શું મારામાં નિરંતર હોય છે? ૪૬. કેમ અંદરમાં કશું ય થતું નથી ? ક્યારે થશે ? ૪૭. હું ક્રિયા આત્માર્થે કરું છું કે બીજા પ્રયોજન માટે કરું છું? ૪૮. શું કરવા આ બધું કરું છું? ૪૯. કોના માટે કરું છું? ૫૦. તમામ પ્રવૃત્તિ કરતી વખતે સતત આંતર-ભાવ કયાં રહે છે? ૫૧. પ્રવૃત્તિથી નિવૃત્તિ ક્યારે મળશે ? પર. શી રીતે મળશે ? પ૩. મારા દોષો શું મને દેખાય છે? ૫૪. હું જે આરાધના-વિરાધના કરું છું તેની આત્મા ઉપર અસર થાય છે કે કેમ? પપ. શા માટે આ દોષસેવન? પ૬. તેનાથી શો લાભ? ૫૭. મારા દોષદર્શનમાં પક્ષપાત કે બચાવ થાય છે કે નહિ? શા માટે ? શ્રુતસરિતા
૯૭ આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org