________________
:
(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત : મોટા-જીવો (હાલતા-ચાલતા ત્રસ) જીવોને નિરપરાધીને મારે જાણીબૂઝીને હણવા-હણાવવા નહીં.
(૨)
સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત ઃ જેનાથી આપણે જૂઠાબોલા કહેવાઈએ, લોકો વિશ્વાસ ન કરે, ઈજ્જત હલકી થઈ જાય, પ્રતિષ્ઠા ગુમાવાય તેવું જૂઠું બોલવું નહીં. (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત : જેનાથી આપણે ચોર કહેવાઈએ, ચોરીનો ગુનો લાગુ થાય, ફોજદારી કેસ થાય એવી ચોરી કરવી નહીં. માલિકની રજા વિના માલ લેવો નહીં. (૪) સ્વદારા સંતોષ ઃ પરદારા વિરમણ વ્રત : નાતજાતના વ્યવહારથી પ્રાપ્ત થયેલી પોતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીની સાથે વ્યવહાર કરવો નહીં. પરસ્ત્રીનું સેવન કરવું નહીં. (૫) પરિગ્રહ પરિમાણ વ્રત : ધન, મિલકત વગેરે પરિગ્રહનું માપ ધારવું. ધારેલા માપથી ઉપર જવું નહીં.
(૬) દિશા પરિમાણ વ્રત : પૂર્વાદિ ચારે દિશાઓમાં તેમજ ઉપર અને નીચે એમ છએ દિશાઓમાં જવા-આવવાનો જીવનભરનો નિયમ ધારવો; તે ઉપરાંત જવું નહિ.
(૭) ભોગોપભોગ વિરમણ વ્રત ઃ ઘરમાં રહેલી સામગ્રીમાંથી જે ચીજો એક વાર ભોગવાય તેવી છે તે ભોગ, અને વારંવાર ભોગવાય તેવી ચીજો છે તે ઉપભોગ. જેમ કે રાંધેલું અનાજ, ફુટ તે ભોગ અને વસ્ત્ર, મકાન, આદિ તે ઉપભોગ. આ બંનેની સંખ્યાનો નિયમ કરવો, જેમ કે જીવનપર્યન્ત દરરોજ ૩૦, ૪૦, ૫૦ ચીજથી વધારે ખાવી પીવી નહીં. ૨૫, ૩૦ જોડીથી વધારે વસ્ત્રાદિ રાખવાં નહીં.
(૮) અનર્થદંડ વિરમણ વ્રત : જેની જરૂર નથી, જે બિનપ્રયોજનવાળાં પાપો છે તે બહુધા કરવાં નહીં. અને કદાચ કરવાં પડે તોપણ તેનું માપ ધારવું તે. જેમ કે નદીમાં નાહવું, સમુદ્રમાં સ્નાન કરવું, હીંચોળે હીંચવું, નાટક, સરકસ જોવાં વગેરે અનર્થકારી પાપોનું પ્રમાણ કરવું. સામાયિક વ્રત : સમતાભાવની પ્રાપ્તિ તે સામાયિક. આત્મામાં સમતાભાવ આવે તે માટે ૪૮ મિનિટ ઘરસંસારનો ત્યાગ કરીને સાધુના જેવું જીવન અપનાવવું, સ્વીકારવું તે સામાયિકવ્રત. મહિનામાં અથવા વર્ષમાં અમુક સામાયિક કરવાં જ. બની શકે ત્યાં સુધી આ સામાયિક ઘરથી દૂર ઉપાશ્રય આદિમાં કરવાં કે જેથી ચિત્તની સ્થિરતા વધે.
(૯)
(૧૦) દેશાવઞાશિક વ્રત : વર્ષમાં એકાદ વખત પણ આ વ્રત કરવું, પોતાના મકાન વિનાની બીજી ભૂમિનો અથવા પોતાની શેરી, ગલી, પોળ, સ્ટ્રીટની ભૂમિ વિનાની બીજી ભૂમિનો ઉપયોગ કરવો નહીં. તે દેશાવગાશિક. આ વ્રત ધાર્યા પછી બહારના ફોન, ટપાલ લેવાય-વંચાય નહીં. આ વ્રત યથાર્થ પાળવા માટે આવા વ્રતધારી સવારથી સાંજ સુધી ૮-૧૦ સામાયિક જ કરે છે. (૧૧) પૌષધોપવાસ વ્રત : જીવનમાં વર્ષ દરમ્યાન એકાદ-બે પણ પૌષધ કરવા. ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. રાત્રિ-દિવસ ઘર-સંસારનો ત્યાગ કરી સાવદ્ય યોગનાં પચ્ચખ્ખાણ કરીને સાધુના જેવું જીવન જીવવું તે ભૂમિશયન, એકલહારી, સચિત્તનો ત્યાગ, પડિલેહણ, દેવવંદન આદિ ધર્મક્રિયાઓ કરવાપૂર્વક વ્રત કરવું તે.
(૧૨) અતિથિ સંવિભાગ વ્રત : રાત્રિ-દિવસનો પૌષધ કરી, ઉપવાસ વ્રત કરી, બીજા દિવસે
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૧૮૧
For Private & Personal Use Only
શ્રાવક ધર્મ
www.jainelibrary.org