SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ધર્મતીર્થ પ્રભાવક પ. પૂ. આચાર્યદેવશ્રી હેમરત્નસૂરિજી લિખિત “ચાલો જિનાલય જઈએ' માંથી સાભાર. છેવટે મીની (પ્રાથમિક) શ્રાવક બનવા શું કરશો ? • રોજ ત્રિકાળ જિનદર્શન-પૂજા. • કંદમૂળ અને અભક્ષ્ય ચીજ ત્યાગ. • નવકારશી, ચઉવિહારનું પચ્ચખાણ. • બહારના પદાર્થોનો ત્યાગ. • ૧ બાંધી માળાનો નવકારનો જાપ. • ચૌદશે પૌષધની આરાધના. • રોજ એક સામાયિકની આરાધના. • ઉપધાન તપ વહન કરવા. • ઉભય ટંક પ્રતિક્રમણ. • શક્તિ પ્રમાણે સાત ક્ષેત્રમાં તથા • ગુરુવંદન, પ્રવચન શ્રવણ. અનુકંપામાં ધન વાપરવું. • ચૌદ નિયમ ધારવા. • દર વર્ષે તીર્થયાત્રા કરવી. • પર્વતિથિએ એકાસણું-આંબેલ. • બે શાશ્વતી ઓળીની આરાધના. • રોજ ૧૨ દ્રવ્યોથી વધુ દ્રવ્ય ન વાપરવા. • સાધર્મિકની ભક્તિ. • સચિત્ત ચીજનો, કાચા પાણીનો ત્યાગ. • સંયમની પ્રાપ્તિ કાજે પ્રિય ચીજનો ત્યાગ • તમાકુ, પાનપરાગ, બીડી, સિગારેટ, • દર વર્ષે ભવઆલોચના કરવી. શરાબ વગેરેનો ત્યાગ. • માતા-પિતાની સેવા કરવી. • સાત વ્યસનનો ત્યાગ. • ધર્મસ્થાનોની લાગણીપૂર્વક જાળવણી કરવી. આહારશુદ્ધિ માટે : ભક્ષ્યાભર્યા વિચાર આત્માનો સ્વભાવ આહારી નથી. આત્માનો સ્વભાવ અણાહારી છે. આત્માને શરીરનો વળગાડ વળગ્યો છે માટે ખાવા આપવું પડે છે. શરીરને પણ એ માટે આપવાનું છે કે એનાથી કંઈક ધર્મની સાધના થઈ શકે. શરીર તો માટી છે. ધર્મ આરાધના સોનું છે. માટી વેચી અંતે તો ખરીદાય એટલું સોનું જ ખરીદવાનું છે. આવા માટી જેવા શરીરને એવું તો ખાવાનું ન જ અપાય કે જેથી શરીર માથે ચડી બેસે ને ધર્મ પગ નીચે રહી જાય. શરીરને આહાર એ માટે જ આપવાનો છે કે “આહારની સહાયથી શરીર દ્વારા અણાહારી પદ પ્રાપ્ત કરી શકાય.' તો ખાવાનું આપતા પહેલા એ વિચારવું જોઈયે કે “શું ખાવાનું આપવું...? ભક્ષ્ય કે અભક્ષ્ય? ક્યારે ખાવાનું આપવું...? રાત્રે કે દિવસે ? કેટલી વાર ખાવાનું આપવું...? એક વાર બેવાર કે ત્રણવાર ? એ જાણવા માટે ભક્ષ્યાભઢ્ય વિચાર વાંચવા ભલામણ છે. પૂજ્ય શ્રી ધીરજલાલ ડી. મહેતા (પંડિતજી) લિખિત “જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતો'માંથી સાભાર. દેશવિરતિ ગ્રહણ કરનારાને શ્રાવકનાં બાર વ્રતો હોય છે. તે આ પ્રમાણે છે : શ્રાવક ધર્મ ૧૮) શ્રુતસરિતા www.jainelibrary.org Jain Education International 2010_03 For Private & Personal Use Only
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy