________________
(૧૩) રાગ-દ્વેષ છોડનારો હોય ?
દેહ સ્થિતિના-શરીર ટકાવવામાં ઉપયોગી થતાં ધન, સ્વજન, આહાર, ગૃહ વગેરે સાંસારિક
વસ્તુઓને વિષે રાગ-દ્વેષ કર્યા વિના ભાવશ્રાવક સંસારમાં વસતો હોય. (૧૪) મધ્યસ્થ :
ઉપશમ વિચાર કરનાર ભાવશ્રાવક, રાગ-દ્વેષમાં તણાય નહીં, તેથી મધ્યસ્થ હોય. હિતાકાંક્ષી
હોવાથી તે કોઈ પણ બાબતમાં મધ્યસ્થ રહે; અસઆગ્રહ ન કરે. (૧૫) સર્વ પદાર્થને ક્ષણિક વિચારે :
સંસારની સમસ્ત વસ્તુઓની ક્ષણભંગુરતાને સતત ભાવી રહેલો ભાવશ્રાવક, ધનાદિ પદાર્થોની
સાથે રહેતો હોવા છતાંય, ક્યાંય આસક્તિ કરતો નથી. (૧૬) વિરક્ત થઈ વિષય ભોગોને ભોગવે :
ભોગપભોગ તૃપ્તિના હેતુભૂત નથી એમ જાણનારો સંસારથી વિરક્ત મનવાળો ભાવશ્રાવક
કામભોગમાં પ્રવૃત્તિ કરે તો ય અન્યના દબાણથી જ કરે. (૧૦) વેશ્યાની જેમ ઘરવાસનું પાલન કરે :
વેશ્યા, જેમ નિર્ધન વ્યક્તિને ક્યારે છોડું તેમ વિચારતી હોય, તેમ ગૃહવાસમાં ભાવશ્રાવક,
પારકી વસ્તુની માફક ગૃહવાસને આજે છોડુ-કાલ છોડુ, તેમ વિચાર્યા કરતો હોય. ઉપસંહાર : - પૂજ્ય શ્રી નયવર્ધનસૂરિજી કહે છે કે ગૃહમાં રહેલો-ગૃહને મજા માને તે ગૃહસ્થ અને ગૃહમાં રહેલો-ગૃહને સજા માને તે શ્રાવક. જ્ઞાની ભગવંતોની ભાષામાં સમ્યગ્દર્શન તે જૈનશાસનનું હૈયું છે, સમ્યજ્ઞાન હૈયાનો હાર છે અને સમ્યફચારિત્ર તે હારના ચમકતા હીરા છે. આ ત્રણે ગુણોમાં પ્રથમ અને પ્રધાન તો સમ્યગ્દર્શન જ કહેવાશે. દાગીના પછી પહેરાય; પહેલાં તો કપડાં પહેરવાં પડે.
માછલાને પકડવા જેમ માછીમાર જાળ પાથરે છે, તેમ આપણને પકડવા માટે મોહરાજાએ ઘર, પરિવાર, પૈસો, પદવી, પ્રતિષ્ઠા આદિ – આ બધાની જાળ પાથરી છે. વિવેક દૃષ્ટિ પૂર્વક વિચારો કરી, જિનેશ્વરની આજ્ઞા અનુસાર દરેક પ્રવૃત્તિ કરવી. સાથે સાથે, શ્રાવકના ઉત્તમ કોટિના મનોરથો સેવવા. સંસાર એક પ્રયોગશાળા છે, પાઠશાળા છે. આપણે સૌ હાલના તબક્કે સાધુપણું સ્વીકારી શકીએ તેમ નથી. તેવા સંજોગોમાં, શ્રાવકજીવનની આરાધના એ જ આપણા વર્તમાન માટે અને પરભવ માટે આધાર બની શકે તેમ છે. શ્રાવકજીવનની પણ બાહ્યકરણીઓ તો આપણે થતુકિંચિત કરીએ છીએ. તેમાં જો સારી રીતે ભાવનાની ભવ્યતા ભેગી ભેળવી દઈએ, તો આપણે સૌ શ્રાવક જીવનની શુદ્ધ પરિણતિને પામી શકીશું. આ શુદ્ધ પરિણતિ અનુક્રમે આપણને સર્વવિરતિ, અપ્રમત્ત અવસ્થા, ક્ષપકશ્રેણિ, વીતરાગ દશા અને કેવળજ્ઞાન અને પ્રાંતે મોક્ષની ભેટ આપનારી નીવડશે.
પૂજ્ય શ્રી નયવર્ધનસૂરિજીના આ વિષયક આગ્રહ અને આદર્શ, એક સામાન્ય શ્રાવક તરીકે મને સમજવામાં અને સમજાવવામાં જો કોઈ સ્વાભાવિક અનેકાનેક ઊણપ રહી હોય તે બદલ તથા ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો ૧૦૦
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org