________________
જિનાજ્ઞા વિરુદ્ધ કે પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ મારાથી કાંઈ પણ બોલાયું હોય તો તે શ્રી સંઘની સાક્ષીએ મારા મિચ્છામિ દુક્કડમ્.
ભવની ભ્રાન્તિ ભાંગવા, કષાયોની ક્રાન્તિ કાઢવા, આત્માની ઉત્ક્રાતિ પામવા અને શાશ્વત શાંતિને સાધવા આ ૧૭ લક્ષણો રૂપી ગુણોનો ગુણાકાર કરી આત્માના આરોગ્યનું ઔષધ મેળવી, સંયમજીવનની શક્તિ સંપાદન કરી, વહેલામાં વહેલી તકે આપણે સૌ પરમાત્મપદને પ્રાપ્ત કરનારા બનીએ એ જ મંગલ મનીષા.
શ્રી ભારતવર્ષીય જિનશાસન સેવા સમિતિએ આ પ્રવચનો પુસ્તકાકારે પ્રગટ કર્યા. પુસ્તકનું નામ છે “ભાવશ્રાવકની ભવ્યતા'. આ પુસ્તક ઉપર આધારિત પૂજય શ્રી નયવર્ધનસૂરિજીના ગીતાર્થ વચનો ટાંકી, મારા અલ્પાતિઅલ્પ ક્ષયોપશમ અનુસાર, સમજવાનો અને સમજાવવાનો મારો આ નમ્ર પ્રયાસ છે. દરેક જ્ઞાનપિયાસુ શ્રાવકે આ પુસ્તકનો અભ્યાસ કરવો જ જોઈએ. પ્રાપ્તિ સ્થાન : સતીષભાઈ જરીવાલા, મુંબઈ (ફોન નં. ૨૩૬૭ ૬૭૦૭) અને મિલનભાઈ શાહ, અમદાવાદ. (ફોન નં. ૨૬૬૦ ૩૮૭૧) વિશિષ્ટ સાધકના ૩૨ ગુણો (૧) આત્માનંદી (૨) સ્વરૂપમગ્ન (૩) સ્થિરચિત્ત (૪) નિર્મોહી (૫) જ્ઞાની (૬) શાંત (૭) જિતેન્દ્રિય (૮) ત્યાગી (૯) ક્રિયારૂચિ (૧૦) તૃપ્ત (૧૧) નિર્લેપ (૧૨) નિસ્પૃહ (૧૩) મૌની (૧૪) વિદ્વાન (૧૫) વિવેકી (૧૬) મધ્યસ્થ (૧૭) નિર્ભય (૧૮) અનાત્મશંસી (૧૯) તત્ત્વદેષ્ટિ (૨૦) સર્વગુણ સંપન્ન (૨૧) ધર્મધ્યાની (૨૨) ભવોકિંગ્સ (૨૩) લોકસંજ્ઞા ત્યાગી (૨૪) શાસ્ત્રચક્ષુ (૨૫) નિષ્પરિગ્રહી (૨૬) સ્વાનુભવી (૨૭) યોગનિષ્ઠ (૨૮) ભાવયાજ્ઞિક (૨૯) ભાવપૂજા પરાયણ (૩૦) ધ્યાની (૩૧) તપસ્વી અને (૩૨) સર્વનયજ્ઞ. મલ્હનિણાણની સઝાયમાં જણાવેલ ૩૧ ધર્મકૃત્યો (૧) તીર્થકરની આજ્ઞા માનવી (૨) મિથ્યાત્વનો ત્યાગ કરવો (૩) સમ્યકત્વને ધારણ કરવું (૪) સામાયિક, ચઉવિસત્થો, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણમાં હંમેશાં ઉઘુક્ત રહેવું (૫) પર્વ દિવસે પૌષધ કરવો (૬) સુપાત્રે દાન દેવું (૭) શિયળ પાળવું (૮) તપ કરવો (૯) ભાવના ભાવવી (૧૦) સ્વાધ્યાય કરવો (૧૧) નમસ્કાર મંત્રનો જાપ જપવો (૧૨) પરોપકાર કરવો (૧૩) જીવરક્ષા કરવી (૧૪) જિનેશ્વર ભગવાનની પૂજા કરવી (૧૫) જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરવી (૧૬) ગુરુની સ્તુતિ કરવી (૧૭) સાધર્મિક વાત્સલ્ય કરવું (૧૮) સર્વ વ્યવહાર શુદ્ધ રાખવો (૧૯) રથયાત્રા કાઢવી (૨૦) તીર્થયાત્રા કરવી (૨૧) ઉપશમ ભાવ રાખવો (૨૨) વિવેક રાખવો (૨૩) સંવર ભાવના રાખવી (૨૪) ભાષા સમિતિ સાચવવી (૨૫) છકાય જીવોની દયા પાળવી (ર૬) ધાર્મિક માણસોનો સંસર્ગ રાખવો (૨૭) પાંચ ઇન્દ્રિયોનું દમન કરવું (૨૮) ચારિત્રના પરિણામ રાખવા (૨૯) સંઘ ઉપર બહુમાન રાખવું (૩૦) પુસ્તકો લખવાં, લખાવવાં અને (૩૧) તીર્થને વિષે પ્રભાવના કરવી.
શ્રુતસરિતા Jain Education International 2010_03
૧૯૧
ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો For Private & Personal Use Only
www.jainelibrary.org