________________
સુશ્રાવકના બીજા ૨૧ ગુણો (૧) તત્ત્વજ્ઞઃ નવતત્ત્વનો જાણકાર (૨) ધર્મકરણીમાં તત્પર (૩) ધર્મમાં નિશ્ચલ (૪) ધર્મમાં શંકારહિત (૫) સૂત્રના અર્થનો નિર્ણય કરનાર (૬) અસ્થિ-હાડપિંજર સુધી ધર્મિષ્ઠ (૭) આયુષ્ય અસ્થિર છે ધર્મ સ્થિર છે, એમ ચિંતવનાર (૮) સ્ફટિક રત્નના સમાન નિર્મલ-કૂડકપટ રહિત (૯) નિરંતર ઘરનાં બારણાં ઉઘાડાં રાખનાર (૧૦) એક માસમાં પાંચ પૌષધ કરનાર (૧૧) જ્યાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, તેવી રીતે રહેનાર (૧૨) લીધેલાં વ્રતોને શુદ્ધ પાળનાર (૧૩) મુનિને શુદ્ધ વસ્તુ, પાત્ર, અન્નાદિકનું દાન આપનાર (૧૪) ધર્મનો ઉપદેશ કરનાર (૧૫) સદા ત્રણ મનોરથો ચિંતવનાર (૧૬) હંમેશ પાંચે તીર્થોના ગુણગ્રામ કરનાર (૧૭) નવા નવા સૂત્ર સાંભળનાર (૧૮) નવીન ધર્મ ઉપાર્જન કર્તા ને સહાયક (૧૯) બે ટંક પ્રતિક્રમણ કરનાર (૨૦) સર્વ જીવોપર મૈત્રીભાવ ધરનાર (૨૧) શક્તિ અનુસાર તપસ્યા કરી ભણવા ગણવામાં ઉદ્યમ રાખનાર. નીચેની ગાથા સ્થિર ચિત્તે ભણવી.
___ अरिहं तो महदे वो, जावज्जीवं सुसाहुणो गुरुणो ।
जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहीअं ॥ પ્રત્યેક ભવમાં અરિહંત પરમાત્મા મારા દેવ છે, સુસાધુ ભગવંતો મારા ગુરુ છે, તેમજ સકલ જીવોનું હિત એ જ છે તત્ત્વ જેમાં એવો જે શ્રી જિનેશ્વર ભગવંત કથિત ધર્મ તેને જ હું તત્ત્વ માનું છું. આ જાતિનું સમ્યકત્વ મેં અંગીકાર કર્યું છે.
પૂજયશ્રી ચરણવિજયજી ગણિવર રચિત દુહાઓ : (૧) ચાર ગતિ સંસારના, દુઃખ જેને સમજાય;
ખાન-પાન ને રંગરાગમાં, તેવા કેમ ફસાય. (૨) જિનાજ્ઞા ઘારક જીવડો, સેવક બને જરૂર;
આજ્ઞા વિણ સેવા કરે, કેવળ એક મજૂર. (૩) તું જાણે છે શરીર મારું, પણ છે તુજ વૈરી રે;
પાપ કરાવી ચાર ગતિમાં, રાખ્યો તુજને ઘેરી રે. (૪) સર્વ જીવ રક્ષણ સમો, બીજો ધર્મ ન કોય;
- જિન દીક્ષા આવ્યા વિના, પૂરણ રક્ષય નોય. (૫) જિનવાણી શ્રવણે પડે, નિઃશંક જો સમજાય;
રાગ વધે જિનવાણીમાં, તો જીવન પલટાય. (૬) જિનવાણી જાણ્યા પછી, જીવો કેમ જમાય; (કાચું પાણી પીએ તે)
પાણી એક જ બિંદુમાં, ત્રયપણ હોય ઘણાય.
ભાવશ્રાવકના ભાવગત ૧૭ લક્ષણો Jain Education International 2010_03
૧૯૨ For Private & Personal Use Only
શ્રુતસરિતા www.jainelibrary.org