________________
પ્રબંધ-૧૮
ધર્મતીર્થ - ભાવતીર્થ
(ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી અને ચતુર્વિધ શ્રી સંઘ)
જૈનશાસનના જ્યોતિર્ધર ગુરુદેવ સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન શુદ્ધમાર્ગપ્રરૂપક અને સૂક્ષ્મ તત્ત્વવિવેચક પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા. (નાના પંડિત મહારાજ સા.) લિખિત ‘ધર્મતીર્થ’ પુસ્તક પર આધારીત આ પુસ્તકમાં પૂ. મહારાજ સાહેબે જે વિશદ્ ચર્ચા કરી છે તેમાંથી મારા અલ્પાતિઅલ્પ ક્ષયોપશમ અનુસાર તેઓનાં ગીતાર્થ વચનો ટાંકી સમજવાનો-સમજાવવાનો મારો આ નમ્ર પ્રયાસ છે. દરેક જ્ઞાનપિપાસુ શ્રાવકે આ પુસ્તકનો અભ્યાસ કરવો જ જોઈએ. પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : ગીતાર્થ ગંગા, ગંગોત્રી ગ્રંથમાળા, ૫, જૈન મરચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭.
જ
વિદ્યાધર નામક આમ્નાય શાખામાં અનુયોગધર શ્રી વૃદ્ધવાદીસૂરિજીના પ્રશિષ્ય પ.પૂ. આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી (૨,૦૦૦ વર્ષ પહેલાં) મ.સા. પ્રણીત ‘સન્મતિતર્કપ્રકરણ’નું મંગલાચરણ : सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ॥१॥
અર્થ : રાગ-દ્વેષના જીતનાર જિનોનું અર્થાત્ અરિહંતોનું શાસન-દ્વાદશાંગ શાસ્ત્રસિદ્ધ અર્થાત્ પોતાના જ ગુણોથી પ્રતિષ્ઠિત છે. કેમ કે, તે અબાધિત અર્થોનું સ્થાન પ્રતિપાદક છે, શરણાર્થીઓને તે સર્વોત્તમ સુખકારક છે અને એકાંતવાદ મિથ્યામતોનું નિરાકરણ કરનારું છે.
આ મંગલાચરણમાં શાસનના ચાર અસાધારણ ગુણો કહેવામાં આવ્યા છે : (૧) ગુણસિદ્ધતા (૨) યથાર્થ વસ્તુ પ્રતિપાદકતા (૩) શરણાર્થીને સુખપ્રદાન (૪) મિથ્યામતોનું નિરાકરણ. આધાર ગ્રંથો
(૧) સુગૃહીતનામધેય શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત ‘પંચાશક' ગ્રંથના અનુવાદક/સંપાદક ૫.પૂ. ગણિવર્ય શ્રી લલિતશેખર વિજયજી મ.સા.ના પ્રશિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી રાજશેખર વિજયજી મહારાજ સાહેબ.
(૨) શ્રી વિજય નેમિ-વિજ્ઞાન-કસ્તુરસૂરિ સ્મૃતિ શ્રેણી-પ્રેરણાદાતા : પ.પૂ. સ્વ. શ્રી અશોકચન્દ્રસૂરીશ્વરજી મ.સા. અને પ.પૂ. સ્વ. શ્રી ચન્દ્રોદયસૂરીશ્વરજી મ.સા.
(૩) પૂજ્ય મુનિરાજ સર્વશ્રી દર્શનવિજયજી, જ્ઞાનવિજયજી અને ન્યાયવિજયજી (ત્રિપુટી મહારાજ) લિખિત જૈન પરંપરાનો ઇતિહાસ’.
(૪) પૂ. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજી પ્રણીત ‘સન્મતિ તર્ક પ્રકરણ’ના વિવેચક-અનુવાદક પૂ. પંડિતશ્રી સુખલાલજી અને બેચરદાસ દોશી.
પ્રસ્તાવના :
આ જગતમાં સર્વને માટે વંદનીય, સર્વને માટે પૂજનીય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મહામંગલકારી કોઈ તત્ત્વ હોય તો તે તીર્થંકરોએ સ્થાપેલ આ ધર્મતીર્થ જ છે. આ ત્રણે પ્રકારના ધર્મતીર્થની અનુક્રમે
ધર્મતીર્થ - ભાવતીર્થ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૧૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org