________________
સ્થાપના કરનારા હોવાથી તેઓને તીર્થંકર કહેવામાં આવે છે. તીર્થંકરોના જીવનનું મહાન સત્કાર્ય અને ઊંચામાં ઊંચો પરોપકાર તેમણે જગતમાં પ્રવર્તાવેલું ધર્મતીર્થ જ છે. કૃતકૃત્ય એવા તીર્થંકરોને પણ આ ધર્મતીર્થ નમસ્કરણીય છે. એનો પૂરાવો એ છે કે જ્યારે સમવસરણમાં શ્રી તીર્થંકર ભગવંત પ્રવેશ કરે ત્યારે સૌથી પહેલાં ‘નાં નિત્યસ્મ' (તીર્થને નમસ્કાર) બોલીને ધર્મતીર્થને નમસ્કાર કરીને જ સિંહાસન ઉપર બિરાજમાન થાય છે.
વિશ્વમાં જે જે તીર્થંકરો થયા તે બધા તીર્થંકરોને તીર્થંકર બનાવનાર આ ધર્મતીર્થં જ છે. અનંતા તીર્થંકરોની બીજભૂમિ કહો કે ઉત્પત્તિની ખાણ કહો, તો તે આ ધર્મતીર્થ જ છે. અપેક્ષાએ, તીર્થંકરો કરતાં પણ આ ધર્મતીર્થ મહાન છે, પૂજ્ય છે; કારણ કે ધર્મતીર્થ જ અનંતા તીર્થંકરોની હારમાળા પેદા કરે છે. સમ્યગ્દષ્ટિ દેવતાઓ પ્રભુ જન્મે ત્યારથી જ ભાવના સતત ભાવે છે કે પ્રભુ ક્યારે સંસારનો ત્યાગ કરી, દીક્ષા લઈ, સાધના કરી, કેવળજ્ઞાન પામી સમસ્ત જગતનું કલ્યાણ કરવા ધર્મતીર્થની સ્થાપના કરે !’. ‘પ્રભુ ! ધર્મતીર્થ પ્રવર્તાવો' એવો લોકાંતિક દેવોનો વિનંતી-સ્વરૂપ આચાર આ જ કારણે ગોઠવાયો છે.
પંચ પરમેષ્ઠિમાં તીર્થંકરો ‘અરિહન્ત’ ને નમસ્કાર નથી કરતા. દીક્ષા ગ્રહણ વેળાએ તેઓ સિદ્ધોને નમસ્કાર કરવા વડે ‘નમો સિદ્ધાણં’ બોલે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુને તેઓએ જીવનમાં કદી નમસ્કાર કર્યા જ નથી. પરંતુ કેવળજ્ઞાન પામ્યા પછી, ગીતાર્થ ગુરુ, દ્વાદશાંગી અને શ્રી ચતુર્વિધ સંઘ સ્વરૂપ ધર્મતીર્થને પ્રતિદિન તેઓ નમસ્કાર કરે છે. ધર્મતીર્થને નમસ્કાર કરવાના ચાર કારણો : (૧) ઋણ સ્વીકાર - તીર્થ અને તીર્થપતિ વચ્ચે પરસ્પર બીજાંકુર-ન્યાયનો સંબંધ છે. દા.ત., કેરી-ગોટલો.
(૨) પૂજિતપૂજ્ય (૩) વિનય અર્થે
- જગત્પિતામહ-અંતરંગ પિતા ધર્મ' જ છે, કે જેના તેઓ પ્રણેતા છે. વિનય ધર્મનું મૂળ છે. સર્વ કર્મોનો ક્ષય કરવાનું અમોઘ સાધન ‘વિનય’ છે. સર્વ ગુણોની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન ‘વિનય’ છે. ત્રણ ભવ પૂર્વે બાંધેલ તીર્થંકરનામકર્મનો વિપાક જ તીર્થંકરો પાસે તીર્થનમસ્કારરૂપ સત્પ્રવૃત્તિ કરાવે છે.
(૪) તીર્થંકરનામકર્મનો ઉદય
આત્મસંયમથી આત્મવિકાસ એ જૈનધર્મનો સાર છે. કલ્યાણની જીવંત સામગ્રી તે મુખ્યતયા ‘ધર્મતીર્થ’. જિનપ્રતિમા, જિનાલય, ઉપાશ્રય, શત્રુંજય આદિ તીર્થો તે જીવંત તીર્થ નથી, તે સ્થાવર તીર્થ છે, દ્રવ્ય તીર્થ છે. ધર્મતીર્થમાં પ્રધાનતાથી જીવંત તીર્થ લેવાના છે. પરમોચ્ચ ઉપકારી એવા તીર્થંકરો પોતાના માટે નહીં, પરંતુ જગતના કલ્યાણ માટે ત્રણ પ્રકારનું (ગીતાર્થ સાધુ, આગમ, શ્રી ચતુર્વિધ સંઘ) જીવંત તીર્થ સ્થાપે છે. માટે જ ત્રણે લોકમાં અને ત્રણે કાળમાં તીર્થંકરોનું વ્યક્તિત્વ પૂજનીય, વંદનીય અને મહિમાશાળી ગણાય છે.
ધર્મતીર્થની ઉત્કૃષ્ટ ઉપાસનાનું ફળ તીર્થંકરપદ અને સિદ્ધપદ છે. સંસારમાં ‘તીર્થંકરપદ’ની અને સંસારાતીત અવસ્થામાં ‘સિદ્ધપદ'ની પ્રાપ્તિ કરાવનાર આ ધર્મતીર્થ છે.
ધર્મતીર્થ - ભાવતીર્થ
Jain Education International 2010_03
૧૯૪
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org