________________
વ્યાખ્યા :
ધર્મતીર્થની ઓળખાણ કરવા તેના વાચક શબ્દનો શાબ્દિક અર્થ કરવો પડે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ, આ શબ્દ ‘ધર્મ’ અને ‘તીર્થ’ એમ બે શબ્દોના સંયોજનથી બનેલો સામાસિક શબ્દ છે.
આપણા શાસ્ત્રમાં પાંચ દંડક (સૂત્ર) છે. (૧) શક્રસ્તવ (નમોથ્થુણં) (૨) ચૈત્યસ્તવ (અરિહંત ચેઈયાણું) (૩) ચતુર્વિશતિ સ્તવ (લોગસ્સ) (૪) સિદ્ધસ્તવ (સિદ્ધાણં-બુદ્ધાણું) (૫) શ્રુત સ્તવ (પુકખરવરદીવ}). આ પાંચ દંડક પૈકી તૃતીય દંડક લોગસ્સ સૂત્રમાં આપણે બોલીએ છીએ ‘નોસ્ત્ર उज्जो अगरे, धम्मतित्थयरे जिणे'.
સાત વિભક્તિથી અર્થ :
વ્યાકરણશાસ્ત્રમાં સાત વિભક્તિ આવે છે :
કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ અને અધિકરણ - દા.ત., ઓરડામાં બાળક આનંદ માટે કર્તા સંપ્રદાન (કારણ)
ડાબડામાંથી
હાથેથી
અધિકરણ
અપાદાન
કરણ
(૩) ધર્મ દ્વારા તારનારું તીર્થ - કરણ
(૪) ધર્મ માટે સ્થપાયેલું તીર્થ, ધર્મને પ્રદાન કરનારું તીર્થ - સંપ્રદાન
(૫) ધર્મમાંથી પ્રગટેલું તીર્થ - અપાદાન
(૬) ધર્મ સંબંધી તીર્થ - સંબંધ
પંચમ ગણધર મહારાજા પૂ. શ્રી સુધર્માસ્વામીજી વિરચિત ‘આવશ્યક સૂત્ર' ઉપર ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજીએ નિયુક્તિ રચી છે. તેમાં ‘ધર્મતીર્થ’ શબ્દનો સામાસિક અર્થ સાત વિભક્તિની જુદી જુદી અપેક્ષાએ કર્યો છે.
(૧) ધર્મ એ જ તીર્થ, ધર્મસ્વરૂપ તીર્થ, ધર્મમય તીર્થ - કર્તા
(૨) ધર્મવિષયક તીર્થ, ધર્મને પ્રાપ્ત કરાવનાર તીર્થ - કર્મ
લાડુ
કર્મ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
લઈ ખાય છે.
સંબંધ
(૭) ધર્મ જ આધાર છે જેનો એવું તીર્થ - અધિકરણ
ધર્મતીર્થની સ્થાપનાનાં કારણો : (મુખ્ય કારણ : સવિ જીવ કરું શાસનરસી)
(૧) અનુપમ યોગમાર્ગની પ્રાપ્તિ કરાવવા. (૨) પુદ્ગલાનંદમાંથી મુક્ત કરી આત્માનંદી બનાવવા. (૩) સુવિશુદ્ધ ભાવધર્મને પમાડવા. (૪) અનંત દુઃખમય એવા સંસારથી મુક્ત થઈ અનંત સુખમય એવા મોક્ષને પમાડવા. (૫) સંસારના પ્રણિધાનનો ત્યાગ કરી મુક્તિના પ્રણિધાનને પ્રાપ્ત કરવા. (૬) આત્માના અનુપમ સુખની ઉપલબ્ધિ કરાવવા. (૭) અતિ સુગમ અને સરળ રીતે મોક્ષમાર્ગનો પ્રબોધ કરાવવા. (૮) વિશુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરાવવા. (૯) આત્માની અનાદિ કાળની ભ્રાન્તિનું નિરાકરણ કરાવવા. (૧૦) ગુણદોષના વિવેકરૂપ નિર્મળ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવવા. (૧૧) વિશુદ્ધ આત્મતત્ત્વને ઉપલબ્ધ કરાવવા. (૧૨) ઉચિત વ્યવહારનો સમ્યગ્બોધ પમાડવા. (૧૩) સાચી હિતચિંતાની પ્રેરણા કરાવવા. (૧૪) સમ્યવિવેક પ્રાપ્ત કરાવવા. (૧૫) સાચો પરાર્થ અને પરમાર્થનો પ્રબોધ કરાવવા.
ધર્મતીર્થ - ભાવતીર્થ
૧૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org