________________
(૧૬) પરમતત્ત્વ પ્રાપ્ત કરાવવા. (૧૭) સર્વ દોષથી મુક્ત અને સર્વ ગુણથી યુકત કરાવવા. (૧૮) આત્મામાંથી સંસારના ભાવોનો નાશ કરી અધ્યાત્મના ભાવોને પ્રગટાવવા. (૧૯) કર્મના વિપાકની વિષમતાને સમજાવવા. (૨૦) આત્માને સર્વ પ્રકારની સિદ્ધિ પમાડવા. (૨૧) આત્મકલ્યાણના માર્ગમાં ગુરુલઘુભાવનો વિવેક કરાવવા. (૨૨) આત્માની અજ્ઞાનદશાનું નિવારણ કરવા. (૨૩) મોક્ષમાર્ગની અનુપમ સામગ્રી આપવા. (૨૪) કર્મબંધનો બોધ કરાવી કર્મ વિજયી બનાવવા. (૨૫) નિરતિચાર ધર્માનુષ્ઠાનને પ્રાપ્ત કરાવવા. (૨૬) રત્નત્રયીજન્ય સુખની પ્રાપ્તિ કરાવવા. (૨૭) ધર્મ-અધર્મની વિશિષ્ટ સમજણ આપવા. (૨૮) શ્રેષ્ઠ પરોપકારની પ્રવૃત્તિરૂપે. (૨૯) શુભાનુબંધની પુણ્યાનુબંધી પ્રાપ્તિ કરાવવા. (૩૦) વીતરાગતા પ્રાપ્ત કરાવવા. ધર્મની વ્યાખ્યા : વ્યુત્પત્તિ અર્થ : 9 ધાતુ ઉપરથી આ શબ્દ બન્યો છે. આત્માને અવનતિથી ધારી રાખે અને ઉન્નતિ
તરફ લઈ જાય છે. નિરૂક્તિ અર્થ : (ગુણવત્તા, પરસ્પર તારતમ્ય અને અંતિમ લક્ષણના આધારે) (૧) સારા વિચારો, સારી વાણીનો પ્રયોગ અને સદ્વર્તન. (૨) બીજાએ આપણા પ્રત્યે જે વર્તન આપણને અનુકૂળ લાગે તેવું બીજા પ્રત્યે આપણું વર્તન. (૩) આત્માના શુભ પરિણામથી થતો પુણ્યબંધ. (૪) સદ્ગતિ અપાવે અને દુર્ગતિ અટકાવે. (૫) ભૌતિક ઉન્નતિ (અભ્યદય) અને આત્મિક ઉન્નતિ (નિઃશ્રેયસ)નો હેતુ. (૬) પુણ્યાનુબંધી પુણ્ય અને સકામ નિર્જરાનું કારણ હોય તે. (૭) અર્થ, કામ અને મોક્ષને આપનાર હોય તે. (૮) અહિંસા-સંયમ-તપ વિષયક અનુષ્ઠાન. (૯) આત્માનો ક્ષયોપશમભાવ, ઉપશમભાવ અને ક્ષાયિક ભાવ. (૧૦) વિવેકયુક્ત મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ ભાવ વડે કરાતું તત્ત્વચિંતન. (૧૧) પ્રણિધાન (મનની એકાગ્રતા), પ્રવૃત્તિ, વિદનજ્ય, સિદ્ધિ અને વિનિયોગ-આ પાંચ આશય તે
(આત્માના અનુક્રમે ચઢતા પરિણામ). (૧૨) હેયનો ત્યાગ અને ઉપાદેયનો સ્વીકાર (હેયમાં અપ્રવર્તન અને ઉપાદેયમાં પ્રવર્તન). (૧૩) વિશુદ્ધ ચૈતન્યનો આસ્વાદ. (૧૪) જીવની નિરૂપાધિક પરિણતિ, તે જ ધર્મક્ષાયિક ભાવ તે જ ધર્મસંવર તે જ ધર્મ; શુદ્ધ
નિર્જરા સાધક પરિણામ તે જ ધર્મ; સ્વભાવદશા તે જ ધર્મ; આત્મરમણતા તે જ ધર્મ. (૧૫) એક પ્રકારે ધર્મ - અપ્રમાદ એ ધર્મ.
બે પ્રકારે ધર્મ - સમ્યગુજ્ઞાન અને સમ્મક્રિયા.
ત્રણ પ્રકારે ધર્મ - સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર ધર્મતીર્થ - ભાવતીર્થ
૧૯૬
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org