________________
સાધનભૂત ક્ષયોપશમાદિ ભાવો જ સિદ્ધિ સ્વરૂપ વર્તાય છે. નેત્રોની સંખ્યા બે હોવાથી નેત્ર શબ્દથી ‘બે' સંખ્યાનું ગ્રહણ થાય છે, તેમ મંગલવાચ્ય પદાર્થોની સંખ્યા આઠ હોવાથી અને ક્ષયોપશમાદિ ભાવરૂપ સ્થિતિ મંગલ સ્વરૂપ હોઈ, સિદ્ધિઓના પ્રકાર આઠ છે.
• કોઈ પણ વસ્તુને પરમાણુ જેવી અણુસ્વરૂપે કરવાની શક્તિ. - કોઈ પણ વસ્તુને વાયુ જેવી લઘુ - હલકી કરવાની શક્તિ. - પોતાના શરીરાદિને મોટું અથવા ગુરુ - ભારે વજનદાર કરવાની
શક્તિ.
(૧) અણિમા (૨) લઘિમા
(૩) મહિમા
(૪) પ્રાપ્તિ
(૫) પ્રાકામ્ય
પોતાની આંગળીના અગ્રભાગથી ચંદ્રમાદિને સ્પર્શ કરવાની શક્તિ. પોતાની ઇચ્છા મુજબ ભૂમિ ઉપર ચાલવાની જેમ પાણી ઉપર ચાલવા વગેરે સ્વરૂપ શક્તિ.
પાંચ મહાભૂતો અથવા ભૌતિક વિષયોને સ્વાધીન બનાવવાની શક્તિ. ધારે તો તે તે વિષયોને ઉત્પન્ન કરવાની વિશેષ શક્તિ.
(૬) વશિત્વ
(૭) ઈશિત્વ
(૮) યત્રકામાવસાયિતા - પોતાના સંકલ્પ મુજબ તે તે પદાર્થને અવસ્થિત ક૨વાની શક્તિ. સંપદા એટલે વિશ્રાન્તિ સ્થાન-શ્વાસ-સાત સંપદાઓ પ્રથમના સાત પદોની પદ સમાન છે અને આઠમી સંપદા છેલ્લા બે પદોની મળીને છે. આમ, આ મહામંત્રનું પ્રમાણ આઠ સંપદાથી એટલે કે આઠ શ્વાસથી ગણવાનું નક્કી ગોઠવાયેલ છે.
(૫) નવિધિ - આ મહાનિધિ અસામાન્ય કોટિના છે. ચક્રવર્તી છ ખંડ જીતવા નીકળે ત્યારે ગંગા નદીના પશ્ચિમ તટે પ્રગટ થાય છે. આ નવ પ્રકારના નિધિ શ્રી નવકાર મહામંત્રના નવ પદ આપવા સમર્થ છે.
(૧) નૈસર્પિક : અઢળક સંપત્તિ - ગ્રામ, નગર, ગૃહ વગેરેની સ્થાપનાની વિધિ-નિર્માણ પદ્ધતિઓ. (૨) પાંડુક : ગણિત, ગીત, ચોવીશ પ્રકારના ધાન્યનાં બીજ અને ઉત્પત્તિ. : પુરુષ, સ્ત્રી, હાથી, ઘોડા વગેરેના આભરણો બનાવવાની વિધિ. (૪) સર્વરત્ન : સર્વરત્નો કે જેમાં ચક્રવર્તીનાં ચૌદ રત્નોનો સમાવેશ થાય છે. (૧) સેનાપતિ રત્ન (૨) ગૃહપતિ રત્ન
(૩) પિંગલ
(૩) પુરોહિત રત્ન (૪) અશ્વ રત્ન (૫) ગજ રત્ન (૬) વાર્ષકી રત્ન (૭) સ્ત્રી રત્ન (૮) ચક્ર રત્ન
(૯) છત્ર રત્ન (૧૦) ચર્મ રત્ન (૧૧) મણિ રત્ન
(૧૨) કાકિણી રત્ન (૧૩) ખડ્ગ રત્ન (૧૪) દંડ રત્ન
(૫) મહાપદ્મ : વસ્ત્ર/રંગની ઉત્પતિ, પ્રકાર, ધોવાની રીતો અને સાત ધાતુઓનું વર્ણન.
(૬) કાળ : સમગ્ર કાલનું જ્ઞાન, જ્યોતિષ, તીર્થંકરાદિના વંશનું વર્ણન - કથન અને સો પ્રકારના શિલ્પોનું વર્ણન.
(૭) મહાકાળ : લોહ, સુવર્ણ, મુક્તા, મણિ, સ્ફટિક, પરવાળા વગેરેના વિવિધ ભેદો અને ઉત્પત્તિનું વર્ણન.
નવકાર મંત્રયુક્ત મંગલ
Jain Education International 2010_03
૧૦
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org