________________
(૮) શંખ : શંખનિધિની સ્થાપના, ગદ્ય, પદ્ય, નૃત્ય, નાટક વગેરેનું વર્ણન.
(૯) માણવક : યોદ્ધાઓની ઉત્પત્તિ, શસ્ત્રસામગ્રી, યુદ્ધનીતિ, દંડનીતિ વગેરેનું વર્ણન. ભવોભવનું એક માત્ર દુઃખ ‘જન્મ-મરણ’નું કાપે. શ્રી વીર પ્રભુના વચન વડે જે સાધક હૃદયમાં શ્રી નવકારનો વ્યાપ કરે, તેને આ મહામન્ત્ર પરમાત્મ-પદ આપવા સમર્થ છે.
શ્રી નવકાર મહામંત્ર
શ્રી જિનશાસનરૂપ મનુષ્ય ક્ષેત્રને વિષે પાંચ મેરુ સમાન પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર હો ! અરિહંત : શ્રી અરિહંત પરમાત્મા મોક્ષમાર્ગના આદ્ય ઉપદેશક હોવાથી જગત ઉપર એમનો ઉપકાર મહાન છે, અજોડ છે. મોક્ષનો માર્ગ ચર્મચક્ષુને અગોચર હોય છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુ વડે તે માર્ગ સાક્ષાત જોઈ શકાય છે.
: શ્રી સિદ્ધ પરમાત્માઓનો મુખ્ય ગુણ અવિનાશીપણું છે. આ ગુણ સર્વ મુમુક્ષુ આત્માઓનું લક્ષ્યબિન્દુ છે. શ્રી અરિહંત પરમાત્મા પણ દીક્ષા અંગીકાર કરતી વખતે સિદ્ધપદને નમસ્કાર કરે છે, અને જગતને સિદ્ધપદને માર્ગે દોરવે છે. સિદ્ધપદ સિવાય જગતના તમામ પદાર્થો ઉપર કાળની અસર હોવાના પ્રભાવે અવિનાશી છે.
સિદ્ધ
આચાર્ય : મુમુક્ષુઓ માટે મોક્ષ એ સાધ્ય છે અને સદાચરણ એ સાધન છે. સાધન સેવ્યા વિના સાધ્યની પ્રાપ્તિ થાય નહિ. આ પદથી વિભૂષિત આત્માઓ પોતે સદાચારનું (શુદ્ધાચાર) પાલન કરે છે અને એ માર્ગે ચાલવાની સતત પ્રેરણા પોતાના જીવનથી અને ઉપદેશથી આપે છે. આ પદને નમસ્કાર એટલે સદાચારની પૂજા અને સદાચાર ઉપરના આપણા પ્રેમની, પ્રીતિની, ભક્તિની, ભાવની અભિવ્યક્તિ.
ઉપાધ્યાયઃ એમનો મુખ્ય ગુણ વિનય છે. વિનયથી જ મોક્ષમાર્ગનો પ્રારંભ થાય છે. વિનય વિના ઉત્તમ પ્રકારની વિદ્યા એટલે મોક્ષની વિદ્યા પ્રાપ્ત નથી થતી. પોતે આ ગુણનું પાલન કરે અને વિનયગુણનું શિક્ષણ આપે. આ પદને નમસ્કાર એટલે વિનય ગુણની પ્રાપ્તિની અદમ્ય ઝંખના, અને તીવ્ર તાલાવેલીપૂર્વક મન, વચન, કાયાની શુભ પ્રવૃત્તિ.
: આ પદને નમસ્કાર એટલે પોતાને પ્રાપ્ત થયેલ તમામ શક્તિઓનું સ્વ-પરના હિતાર્થે સતત સત્કાર્યોમાં જોડવી.
સાધુ
મોહનીય કર્મના મુખ્ય ભેદરૂપ દર્શન મોહનીય અને ક્રોધ, માન, માયા અને લોભ આદિ મહાન દોષો આ મહામન્ત્રના સ્મરણ વડે ટળે છે. પ્રથમ પદથી દર્શન મોહનીય, બીજા પદથી લોભ, ત્રીજા પદથી માયા, ચોથા પદથી માન અને પાંચમા પદથી ક્રોધ જિતાય છે.
અનંત ગુણગણની ગરિમાની ગંભીર એવા અનાદિકાલીન સર્વમન્ત્રશિરોમણિ શ્રી નવકાર મંત્રમાં એક એક અક્ષર, એક-એક શબ્દમાં અપાર વિદ્યાઓ, અચિત્ત્વ શક્તિઓ અને અનંત સિદ્ધિઓ ગર્ભિત છે. ભાવપૂર્વક શ્રી નવકાર મંત્રનું સ્મરણ દરેક જીવ શિવનો અધિકારી બને છે.
“વાંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર, નિશ્ચે શ્રી નવકાર નિત્ય, જપતાં જય જયકાર.''
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૧૧
For Private & Personal Use Only
નવકાર મંત્રયુક્ત મંગલ
www.jainelibrary.org