________________
નવકાર મંત્રનો છંદ સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદ પુરવનો સાર, એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત અપાર, સ૦ ૧ સુખમાં સમરો દુ:ખમાં સમરો, સમરો દિવસ ને રાત; જીવતાં સમરો મરતાં સમરો, સમરો સહુ સંઘાત; સ0 ૨ યોગી સમરે ભોગી સમારે, સમરે રાજા રંક; દેવો સમરે દાનવ સમરે, સમરે સહુ નિઃશંક. સ0 ૩ અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણો, અડસિદ્ધિ દાતાર. સ૦ ૪ નવપદ એના નવનિધિ આપે, ભવોભવનાં દુઃખ કાપે, વીર વચનથી હૃદયે વ્યાપે, પરમાતમ પદ આપે. સ0 ૫
છંદનો અર્થ-વિસ્તાર સહિતા (૧) લોકોત્તર અને લૌકિક ભલું કરનાર શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરવાનો ઉપદેશ છે. શ્રી
ગણધર ભગવત રચિત દ્વાદશાંગી પૈકી “દૃષ્ટિવાદ' નામના બારમા અંગમાં અંતર્ગત પાંચ વિભાગ પૈકી પૂર્વગત વિભાગમાં સમાવિષ્ટ થયેલ ચૌદ પૂર્વનો સાર છે. બારમું અંગ કાળના પ્રભાવે વર્તમાનમાં વિચ્છેદ થયેલ છે. એના મહિમાનો પાર નથી. શ્રી નવકાર મંત્રમાં લખાયેલા
સ્વર-વ્યંજન (લઘુ-ગુરુ માત્રામાં)ના શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થ, રહસ્યાર્થ, તત્ત્વાર્થ કે પરમ તત્ત્વાર્થ પાર વિનાના અને અંત વિનાના એવા અપાર અને અનંત છે. (૨) આ મંત્ર આત્માના આરોગ્યનું અમૂલ્ય ઔષધ હોઈ અને કર્મનિર્જરાનું પ્રગટ પ્રસિદ્ધ કારણ
હોઈ સુખમાં, દુઃખમાં, દિવસ, રાત્રિ, જીવતાં, મરતી વેળાએ, અને સહુની સંગાથે સ્મરણ
કરવું. (૩) પરમપદ - આધ્યાત્મિક વિકાસ અને ભૌતિક સુખ - આ ત્રણે ફળ આપવા સમર્થ અને સક્ષમ
એવો શ્રી નવકાર મહામંત્ર યોગી, ભોગી, રાજા, રંક, દેવ, દાનવ બધા જ આ મહામંત્રનું
નિઃશંકપણે સ્મરણ કરે છે, તે એક નિઃશંક વાત છે. (૪) પ્રથમ પાંચ પદના (૩૫) અને તેની ચૂલિકાના (૩૩) અક્ષરો એમ કુલ મળી (૬૮) થાય છે.
તીર્થ શબ્દ “નૃ' ધાતુ પરથી બન્યો છે, એટલે કે જેના વડે તરાય તે.' શ્રી નવકારના માત્ર એક અક્ષરમાં જીવ જાય તોપણ ઓછામાં ઓછા સાત સાગરોપમનાં પાપ કપાય છે, કારણ કે અસારનો ક્ષય કરવો તે તેનો સ્વભાવ છે. સંસાર અસાર છે, મુક્તિ સાર છે અને તેનો સાર નવકાર છે. આત્માના ભાવોને હલાવી નાખવા માટે અને અશુદ્ધ ભાવોને ટાળી શુદ્ધ ભાવો પ્રગટાવવા માટે શ્રી નવકારના અડસઠ તીર્થો અથવા અડસઠ રત્નો અથવા બીજી લૌકિક વસ્તુઓની ઉપમાઓ પણ ઘણી જ ઓછી પડી જાય છે. રૈલોક્યદીપક શ્રી નવકાર મહામંત્ર
સર્વોત્કૃષ્ટ ભાવમંગલસ્વરૂપ છે, માટે તેની ફલશ્રુતિરૂપે આત્માના જ્ઞાનાદિ ગુણો અને તેના શ્રુતસરિતા
નવકાર મંત્રયુક્ત મંગલ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org