________________
શ્રી જિનબિંબના નિર્માણ માટે જયસંહિતા, જિનપ્રતિમા વિધાન, વાસ્તુશાસ્ત્ર, અપરાજિત પૃચ્છા, બૃહત્સંહિતા, પ્રતિમામાન લક્ષણ અને સમરાંગણ સૂત્રધાર આદિ ગ્રંથોમાં કહ્યા પ્રમાણે, ભૌમિતિક માપ સાથે બનાવવામાં આવે છે. - ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ષોડશકજી' પ્રકરણમાં કહે છે કે જે મનુષ્ય આગમની આજ્ઞાને અનુસરતો હોય, પરમાત્મા પ્રત્યેની ભક્તિથી ભીનો હોય, પ્રત્યેક પ્રવૃત્તિમાં માત્ર પ્રભુનું સંસ્મરણ કરનારો હોય, આવા આશયવાળો મનુષ્ય જો બિંબ ભરાવે છે, તો તેને અવશ્યમેવ લોકોત્તર ફળની પ્રાપ્તિ થાય છે. આશયરહિત જે બિંબ ભરાવે છે, તેને લૌકિક ફળ એટલે જીવનનો અભ્યદય, ઉન્નતિ વગેરે ફળ મળે છે. - જિનપ્રતિમાનું નિર્માણ કરાવનારને પ્રતિમાને જોઈને જેટલા પ્રમાણમાં આનંદ ઉલ્લાસ આદિની અભિવૃદ્ધિ થાય છે, તેટલા પ્રમાણમાં જ તેમને ભરાવ્યાનો ખરો લાભ સંપ્રાપ્ત થાય છે. કારણ પરમાર્થથી તો જેવા ભાવ હોય છે તેવું જ ફળ સંપ્રાપ્ત થાય છે. માટે, અધિક ગુણોવાળી પ્રતિમા ભરાવવામાં શ્રાવકે ન્યાયોપાર્જિત ધનનો જ સદ્વ્યય કરવો અને પોતાના અંતરમાં પણ પ્રભુ પ્રત્યે અનેક દોહદ-ભાવનાઓને ધારણ કરવી.
વિશ્વના સર્વ જીવોને શિવસુખની સંપ્રાપ્તિ હોજો તથા બિંબ ભરાવામાં નિમિત્ત બનનાર સર્વને શિવસુખની સંપ્રાપ્તિ હોજો' વગેરે અનેક પ્રકારની ઉદ્ઘોષણા, પ્રાર્થનાઓ, પ્રવચનો અને પ્રેરણાઓ દ્વારા બિંબ ભરાવનારાના આશયો વિશુદ્ધ બને છે.
શ્રી જિનેશ્વર દેવના અધિષ્ઠાયક દેવ-દેવીઓનું પરમ ધર્મમયી સંરક્ષણ શ્રી જિનબિંબ ભરાવનારને અવશ્ય પ્રાપ્ત થતું હોય છે.
મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ સાહેબ ફરમાવે છે કે ભગવાનનું નામ લેવાથી (નામ નિક્ષેપ), ભગવાનની પ્રતિમાના દર્શન કરવાથી (સ્થાપના નિક્ષેપ) અને પરમાત્માનું જીવનચરિત્ર સાંભળવાથી (દ્રવ્ય નિક્ષેપ) જાણે સાક્ષાત્ પરમાત્મા જ સામે જ દેખાવા માંડે છે, જાણે આપણા હૃદયમાં પ્રવેશ કરતા હોય એવો અનુભવ થાય છે, જાણે આપણે પ્રભુ સાથે તન્મય અને તલ્લીન થઈ ગયા હોય એવા અનુભવ થાય છે, જાણે આપણા સર્વ અંગોમાં પ્રભુ વ્યાપી ગયા હોય એવો અનુભવ થાય છે; અને આવું બનવાથી સર્વ પ્રકારની કલ્યાણની સિદ્ધિ થાય છે. આવું આવું જેટલા દર્શનાર્થીઓને પ્રાપ્ત થાય, તે બધાના પુણ્યઉપાર્જનનો અમુક ભાગ બિંબ ભરાવનારના ફાળે જાય છે.
યાકિની મહત્તા સુનુ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલ ‘ષોડશકજી' પ્રકરણના સાતમા ષોડશકનો બારમો શ્લોક :
बिम्बं महत्सुरुपं कनकादिमयं, च यः खलु विशेषः ।
नाऽस्मात्फलं विशिष्टं भवति, तु तदिहाशय विशेषात् ॥ અર્થ : તમે બિંબ મોટું સ્વરૂપવાન કરાવો કે સુવર્ણનું બનાવો એટલા માત્રથી વિશેષ લાભ મળી
જાય એવું નથી. પણ આવું કરવા પાછળ તમારો આશય જેટલો વિશુદ્ધ હોય છે, તેટલું
વિશેષ ફળ સંપ્રાપ્ત થાય છે. શ્રી જિનબિંબ નિર્માણ
શ્રુતસરિતા
૭૮ For Private & Personal Use Only
Jain Education International 2010_03
www.jainelibrary.org