________________
નવકાર મંત્રના પાંચ પદની અનાનુપૂર્વી કરવી હોય તો ૧૪૨૮૩૮૪૫=૧૨૦ થાય અને નવ પદની અનાનુપૂર્વી કરવી હોય તો ૧×૨×૩×૪૪પ૬૪૭૪૮૪૯=૩,૬૨,૮૮૦ થાય. અનાનુપૂર્વી માટે ઓછામાં ઓછી ત્રણ સંખ્યાની આવશ્યકતા રહે છે. નવકાર મંત્રના પ્રથમ બે પદનો જાપ આનુપૂર્વીથી જ થઈ શકે છે.
પૂર્વાનુપૂર્વી અનુસાર સીધા ક્રમમાં જયારે જાપ કરવામાં આવે છે ત્યારે તે જાપ યંત્રવતું બની જવાનો સંભવ વધુ રહે છે. જીભ માત્ર રટણ કરતી હોય અને ચિત્ત તો ક્યાંય બહાર અન્ય વિષયોમાં કે વિચારોમાં ભટક્યા કરતું હોય તેવું બને છે. દરેક સંખ્યા સાથે કર્યું પદ રહેલું છે એ યાદ કરવામાં ચિત્ત પરોવાઈ જતાં, અન્ય વિચારોમાં ઓછું ભટકે છે. આમ, ચંચળ ચિત્તને નવકારમંત્રમાં કેન્દ્રિત કે સ્થિર કરવા માટે અનાનુપૂર્વાની પદ્ધતિ સર્વોત્તમ છે, કારણ કે ચિત્તની ઉપયોગશક્તિ ક્રમે ક્રમે વધતી જાય છે, જે એને કર્મબંધન છેદવામાં ઉપકારક નીવડે છે.
મહાન જૈનાચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીના તેજસ્વી શિષ્યરત્ન શ્રી જિનકીર્તિસૂરિજીએ વિક્રમ સંવત ૧૪૯૭માં અનાનુપૂર્વીનું માહાભ્ય :
“આણાપૂર્વી ગણજ્યો જોય, છ માસી તપનું ફળ હોય; સદેહ નવ આણો લગાર, નિર્મળ મને જપો નવકાર.
શુદ્ધ વસ્ત્ર ધરી વિવેક, દિન દિન પ્રત્યે ગણવી એક; અમે અણાણુપૂર્વી જે ગણે, તે પાંચસે સાગરના પાપ હશે.”
નમૂનારૂપ પાંચ પદની અનાનુપૂર્વીનો આરંભનો અને અંતનો એક એક કોઠો નીચે આપવામાં આવ્યો છે. એવા બીજા બાવીસ જુદા જુદા કોઠા (કુલ ૧૨૦ અનાનુપૂર્વી) થાય છે.
|
૩
|
૪
|
૨
|
૧
જ | |
૩ | ૧ | ૨
| ૪ |
૫
અનાનુપૂર્વીનો કોઠો નજર સામે રાખી જાપ કરવાનો હોય તો આડી લીટી પ્રમાણે ડાબી બાજુથી જમણી બાજુના સંખ્યાંક પ્રમાણે જાપ કરવાથી પાંચ પરમેષ્ઠિનો જાપ આવી જશે. ઊભી લીટી પ્રમાણે ઉપરથી નીચે સુધીનો સંખ્યાંક લેવા જતાં પાંચ પદનો જાપ નહીં થાય. તે પાંચ પદની અનાનુપૂર્વી નહીં બને, અને કેટલાક કોઠાની ઊભી લીટીમાં તો એક જ પદનું પુનરાવર્તન થશે. (વિશેષ પ્રયોગ તરીકે તેમ કરવામાં આવે તો તે જુદી વાત છે.) શ્રુતસરિતા
નવકાર મંત્રયુક્ત મંગલ
૨૧
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org