________________
પ્રબંધ-૯
આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા (બહિરાત્મા, અંતરાત્મા, મહાત્મા અને પરમાત્મા)
પરમ પૂજય પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ તપાગચ્છાધિપતિ સુવિહિત શિરોમણિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રભાવક શિષ્યરત્ન પૂજયપાદ પ્રવચન પ્રભાકર સિદ્ધાંતનિષ્ઠ શાસનજ્યોત પરમ પૂજય શ્રી વિજય નયવર્ધનસૂરિજી લિખિત ‘આત્માથી પરમાત્મા સુધી' પુસ્તક પર આધારિત.
જૈનશાસનના જયોતિર્ધર આચાર્યદેવેશ શ્રી વિજય કમલસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્ય આચાર્ય શ્રીમદ્ વિજય કેશરસૂરિજી લિખિત ‘શ્રી મહાવીર તત્ત્વપ્રકાશ અને શ્રી આત્મવિશુદ્ધિ'ના પાંચમા પ્રકરણનું મંગલાચરણ :
જીવનો પશ્ચાત્તાપ
ज्ञातं दष्टं मयासर्व સ્વીય શુદ્ધસવ્રૂપ, ન
“સજીવ અને નિર્જીવ બધા પદાર્થો મેં જાણ્યા કોઈ પણ વખત મેં જાણ્યું કે જોયું નથી.” આધાર ગ્રંથો :
सचेतन मचेतनम् । વિઘ્ન વતમ્ ||9||
અને જોયા પણ કેવળ મારું પોતાનું શુદ્ધ સ્વરૂપ
સ્વ. આચાર્યદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પંન્યાસ પ્રવર શ્રી વિશ્વકલ્યાણ વિજયજી ગણિવરના શિષ્ય પૂજ્ય મુનિશ્રી યશોવિજયજી લિખિત ‘સંવેદનની સરગમ.’ (૨) ગચ્છાધિપતિ આચાર્યદેવ પ.પૂ. શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ. ના સૂક્ષ્મતત્ત્વ વિવેચક પ્રશિષ્ય પૂ. શ્રી મુક્તિદર્શન વિજયજી મ.સા. લિખિત ‘યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગ-૧-૨-૩.’ (૩) પ.પૂ. વર્ધમાન તપોનિધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરિજી લિખિત ‘મનને
સંભાળી લે.'
(૪) ગુરુદેવ પૂજ્ય શ્રી ધીરજમુનિ મ.સા. ના આજ્ઞાનુવર્તી, તત્ત્વવેત્તા, બાલ બ્રહ્મચારી પૂ. શ્રી વિનતાબાઈ મહાસતીજી લિખિત ‘અધ્યાત્મસુધા.’
પ્રસ્તાવના :
શ્રુતસરિતા
Jain Education International 2010_03
અનંત ઉપકારી અનંત કરુણાના સાગર અનંત જ્ઞાની ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીર સ્વામી સંસારી આત્મા ચાર અવસ્થામાંથી પસાર થઈને શીઘ્રાતિશીઘ્ર સિદ્ધ સ્વરૂપી બને, તે શુભ હેતુથી શાસનની સ્થાપના કરે છે.
અનાદિથી આ જગતમાં અવિરત ભ્રમણ કરી રહેલો આપણો આત્મા રાગ-દ્વેષ, મોહ, અજ્ઞાન, કષાય-વિષય વ. અનેક કલુષિત ભાવોથી મિલન બનેલો છે. અનંત ગુણસમૃદ્ધિ જેની સત્તામાં પડેલી છે, તેવો આપણો આત્મા નિજાનંદને પડતો મૂકીને પુદ્ગલના આનંદને સાચો આનંદ માની બેસે છે. મનન યોગ્ય સૂત્ર છે કે પુદ્ગલ પુદ્ગલને પોષે છે અને જીવ પરભાવમાં પડતાં સ્વરૂપને શોષે છે. વર્ષોથી તપ, ત્યાગ, વૈરાગ્ય, ધર્મક્રિયા કરતાં હોવા છતાં તેના ફળ સ્વરૂપે હજી વિષય-કષાય ઘટતાં કેમ નથી ? વાસના અને વિજાતીયમાં આકર્ષણ કેમ ઘટતું નથી ? જાપ, માળા આદિમાં મન આત્માથી પરમાત્મા સુધી અંતરયાત્રા
૮૯
For Private & Personal Use Only
www.jainelibrary.org