________________
બાદ ત્રણ પ્રદક્ષિણા દેવી. પ્રદક્ષિણા દેતી વખતે બોલવાના દુહા પ્રથમ પ્રદક્ષિણામાં – કાળ અનાદિ અનંતથી, ભવ-ભ્રમણનો નહિ પાર,
તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર, ભમતીમાં ભમતાં થકાં, ભવભાવક દૂર પલાય,
જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. બીજી પ્રદક્ષિણામાં – જન્મ-મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દર્શન કાજ,
રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ, જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન-પરમ સુખ હેત,
જ્ઞાન વિના જગજીવડાં, ન લહે તત્ત્વસંકેત. ત્રીજી પ્રદક્ષિણા – ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ,
ચારિત્ર નામ નિર્યક્ત કહ્યું, વંદો તે ગુણગેહ, જ્ઞાનદર્શન ચારિત્રએ, રત્નત્રયી નિરધાર,
ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર. હે પરમાત્માનું ! છોડવા જેવો છે સંસાર અને છોડવો ય છે સંસાર. પરંતુ આજે લાચારીમાં ફસાયેલો છું. તો સંસાર છોડવાની પ્રવૃત્તિના બાનાખત રૂપે સંસારના પ્રતિક સમાન આ જળને તારા ચરણે ચઢાવું છું ! એ આશયથી કે વહેલામાં વહેલી તકે તારા આજ્ઞામાર્ગને ચુસ્ત રીતે અપનાવી શકું અર્થાતુ બનતી કોશિશે જલદી ચારિત્ર ધર્મ અંગીકાર કરી શકું.” - હાથમાં કલશ રાખી આ રીતે ભાવના ભાવવાની અને પછી નીચેનો દુહો અને કાવ્ય બોલવાં.
नमोर्ह त्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः દુહો :
નિર્મલ જ્ઞાન પ્રકાશ કર, નિર્મલ ગુણ સંપન્ન નિર્મલ ધર્મોપદેશકર, સો પરમપ્પા ધન છે જળપૂજા જુગતે કરો, આતમને હિત કાજ ! તજીય વિભાવ નિજભાવમેં, રમતાં લહીએ શિવરાજ | જળપૂજા જુગતે કરો, મોહ અનાદિ વિનાશ
જળપૂજા સંયમ રૂપે, માગો એમ પ્રભુ પાસ છે तीर्थोदकैः मिश्रितचन्दनोधेः संसारतापाहतये सुशीतैः । जरा-जनिप्रान्तरजोपशान्त्यै तत्कर्मदाहार्थमजं यजेहम् ।। सुरनदीजलपरिपूर्णघटै घन-घुसृणमिश्रितवारिभृतैः परैः । स्नपय तीर्थकृतं गुणवारिधिं, विमलताः क्रियतां च निजात्मनः ।। जनमनोमणिभाजनभारया, शमरसैकसुधारसधारया ।
सकलबोधकलारमणीयकं सह जसिद्धमहं परिपूजये ।। પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
પ૬
શ્રુતસરિતા
કાવ્ય :
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org