________________
કેટલાક લોકો એમ કહે છે કે અમે રોજ દર્શન કરીએ છીએ, પણ પૂજા કરતા નથી. આમ માત્ર દર્શનથી સંતોષ માની લેવો તે યોગ્ય નથી. પરમાત્મા માત્ર દર્શનીય નથી; પ્રભુ તો પૂજનીય પણ છે. પૂજનીય પરમાત્માનાં માત્ર દર્શન કરીને સંતોષ માનવો એ પણ એક આશાતના છે. યોગ્યનું યોગ્ય બહુમાન થવું જ જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેટર ઘરે આવે અને વડા પ્રધાન ઘરે આવે, એ બન્ને વચ્ચે સરખો વ્યવહાર ચાલી શકે ખરો ? વેપાર ધંધાના સંબંધવાળા કોક નાથાભાઈ ઘેર આવે તો ચા-પાણી કરાવીને વિદાય કરો તે રીતે જમાઈ ઘરે આવે અને ચા-પાણી કરાવીને વિદાય કરો તો ફરી તમારે આંગણે આવે ખરા ? વેપારી સાથેનો વ્યવહાર અને જમાઈ સાથેના વ્યવહારમાં જેમ ફ૨ક છે એમ દર્શન અને પૂજનના વ્યવહારમાં ફરક છે.
પરમાત્મા પૂજય છે, પરમ પૂજ્ય છે, ત્રિલોક પૂજ્ય છે, ઇન્દ્રો, નરેન્દ્રો, દેવેન્દ્રો, સુરેન્દ્રો, અને અસુરેન્દ્રોને માટે પણ પ્રભુ પૂજ્ય છે. બળદેવો, વાસુદેવો અને ચક્રવર્તીઓ માટે પણ પ્રભુ પૂજ્ય છે. કેવલીઓ, ગણધરો, ચૌદ પૂર્વધરો, દશ પૂર્વધરો, શ્રુતધરો, આચાર્યો, ઉપાધ્યાયો, શ્રમણો અને શ્રમણીઓ માટે પણ પરમાત્મા પૂજય છે. દેવાંગનાઓ, રંભાઓ, અપ્સરાઓ, ઉર્વશીઓ, મહારાણીઓ, મહારાઓ અને સાધ્વીજીઓ માટે પણ પરમાત્મા પૂજ્ય છે.
આવા સકલલોક પૂજિત પરમાત્માની સામે સાવ ઠાલા હાથે ઊભા રહેવું અને માત્ર દર્શન કરીને સંતોષ માનવો એ નરી આત્મવંચના છે. જગતને નહિ પણ જાતને છેતરવાનો એક માત્ર નુસખો છે. આજે ઘણો મોટો વર્ગ પ્રભુની પૂજા વગરનો છે. ખાલી હાથે માત્ર દર્શન કરીને ચાલ્યો જનારો વર્ગ પણ છે. એ સહુને ફરી ફરી ભલામણ છે કે અંતરનાં દ્વાર ખોલી નાખો. પરમાત્માને અંદર બિરાજમાન કરો. પ્રભુ સાથે પ્રેમ કરવાનું ચાલુ કરો. તમારા ચાર્મ બદલાઈ જશે. તમે ઓર મૂડમાં આવી જશો. તમારા રૂપ, રંગ અને દેદાર ફરી જશે. ચાલો થોડું લખ્યું ઘણું ફરી માનજો અને વહેલી તકે પરમાત્માની પૂજાનો પ્રારંભ કરજો.
પ્રભાતે કરેલી જિનપૂજા રાત્રીનાં પાપોને હણે છે. મધ્યાહ્ને કરેલી જિનપૂજા આ જન્મનાં પાપોને હણે છે. સંધ્યાએ કરેલી જિનપૂજા સાત ભવોનાં પાપોને હણે છે.
‘નિસીહી’ કુલ ત્રણ વખત બોલવામાં આવે છે. ‘નિસીહી’ નો અર્થ છે ‘નિષેધ.’
– દહેરાસરના મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કરતી વેળાએ,
પૂજા કરવા માટે ગભારામાં પ્રવેશ કરતી વખતે,
ભાવપૂજા અર્થાત્ ચૈત્યવંદન કરવાની શરૂઆતના સમયે.
ત્રણ વખત અલગ અલગ ક્રિયાનો નિષેધ કરવા માટેનો આ શબ્દ છે. પહેલી નિસીહી બોલ્યા પછી કોઈ પણ પ્રકારનો સાવધ વેપાર (પાપપ્રવૃત્તિ) કરાય નહિ. હા, દહેરાસર સંબંધી કાર્યવાહીમાં જરૂર ભાગ લઈ શકાય અને એ તો શ્રાવકની એક પ્રકારની ફરજ છે.
પ્રથમ નિસીહી કહ્યા બાદ.... દેખરેખ કર્યા બાદ સર્વ પ્રથમ મૂળ દરવાજે જવાનું કે જ્યાંથી પરમાત્માનું દર્શન થાય ત્યાં જઈ પરમાત્માને ‘નમો જિણાણું જિઅભયાણં' કહી નમસ્કાર કરવો. પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
શ્રુતસરિતા
૫૫
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org