________________
અષ્ટપ્રકારી પૂજનાં સ્થળ
ત્રણ પૂજા -
બે પૂજા
ત્રણ પૂજા જિનબિંબ ઉપર જિનબિંબ આગળ રંગ મંડપમાં
ગર્ભગૃહ બહાર પાટલા ઉપર ૧. જલપૂજા ૪. ધૂપપૂજા ૬. અક્ષતપૂજા ૨. ચંદનપૂજા ૫. દીપકપૂજા ૭. નૈવેદ્યપૂજા ૩. પુષ્પપૂજા
૮. ફળપૂજા (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયહેમરત્નસૂરિજી લિખિત “ચાલો જિનાલયે જઈએ'માંથી સાભાર.) ૧. અંગપૂજા :
પરમાત્માની પ્રતિમાજી ઉપર જે પૂજા કરવામાં આવે તેને અંગપૂજા કહેવાય છે. દા.ત., જલપૂજા, ચંદનપૂજા, પુષ્પપૂજા (વાસક્ષેપ પૂજા, અંગરચના, વિલેપનપૂજા, આભૂષણપૂજા ઇત્યાદિનો સમાવેશ પણ અંગપૂજામાં થાય છે.)
આ પૂજાને વિદનોપશામિની કહેવાય છે. જે જીવનમાં આવતાં વિદનોનો નાશ કરનારી અને મહાફળને આપનારી છે. વૈરાગ્યકલ્પલતા ગ્રંથમાં આ પૂજાને “સમન્તભદ્રા' નામથી સંબોધીને અદ્ભુત ચિત્તપ્રસન્નતા આપનારી જણાવેલ છે. ૨. અગપૂજા : - પરમાત્માની આગળ ઊભા રહીને જે પૂજા કરવામાં આવે છે તેને અગ્રપૂજા કહેવાય છે. દા.ત., ધૂપપૂજા, દીપપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા અને ફળપૂજા.
આ પૂજાને અબ્યુદયકારિણી કહેવાય છે. પૂજકના જીવનમાં આવતાં વિદનોનો વિનાશ કરી, મોક્ષમાર્ગની સાધનામાં સહાયક એવો ભૌતિક અભ્યદય આ પૂજા દ્વારા પ્રાપ્ત થાય છે. આ પૂજાને વૈરાગ્ય-કલ્પલતામાં ‘સર્વભદ્રા' નામથી સંબોધવામાં આવી છે. ૩. ભાવપૂજા :
પરમાત્મા સામે કરાતાં સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદન, ગીત, નૃત્ય આદિને ભાવપૂજા કહેવાય છે.
આ પૂજાને નિવૃત્તિકારિણી કહેવાય છે. ઉપરની બે પૂજાઓ દ્વારા વિદનનો વિનાશ તેમ જ ભવપરંપરામાં સદા માટે અભ્યદયની પ્રાપ્તિ થાય છે. અને અંતે આ પૂજા વડે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. માટે તેને નિવૃત્તિકારિણી કહેવાય છે. વૈરાગ્ય-કલ્પલતામાં આ પૂજાને “સર્વસિદ્ધિ ફલા' નામથી સંબોધી છે. જેમાં દેવતાઓએ કરેલા જન્માભિષેકને માનવોને મન વડે કરવાનું સૂચન કરેલ છે.
આ ત્રણેય પૂજાઓ સમ્યગુદષ્ટિ આત્માને તો એકછત્રી પુણ્ય પ્રભુત્વ આપનારી છે. એટલું જ નહિ પણ સદ્ધર્મની પ્રાપ્તિ કરી આપનારા ગ્રંથિપ્રદેશના સામીપ્યમાં આવી ગયેલા મિથ્યાદષ્ટિ આત્માઓના જીવનમાં વિદનોનો પણ નાશ કરનારી છે. પ્રભુની સગુણ-નિર્ગુણ ઉપાસના
૫૪
શ્રુતસરિતા
Jain Education International 2010 03
For Private & Personal Use Only
www.jainelibrary.org