________________
અનુભવ્યો હશે તેમને ધન્ય છે. જીવન સાર્થક છે. અને અમેરિકા જેવા દેશમાં આવા ઉત્તમ આત્મિક અને આધ્યાત્મિક સુયોગ્ય વ્યક્તિનો લાભ મળવો દુર્લભ છતાં ભાઈના સત્સંગથી સુલભ બન્યો છે.
તેમણે કરેલા શાસ્ત્રદોહન અને સંકલન બે ભાગમાં મૂકયા છે. પ્રથમનો ભાગ છે શ્રુતસરિતા, જેના ૨૭ પ્રબંધ જે અંક સાધુના ગુણ સૂચક છે. અને સૌને માટે તેવી ભાવના પ્રેરિત છે. જેમાં અંતર બાહ્ય આત્મ આરાધનાના વિવિધ વિષયો છે. જિજ્ઞાસુઓ પોતાની રૂચિ અનુસાર તેમાંથી પ્રેરણા મેળવશે તેને ઉપકારી થશે તેવી અપેક્ષા છે.
બીજો ભાગ પત્રાવલિ છે. જેનો આંક ૯૦. એ પત્રો વ્યક્તિ વિશેષ સૌની ભૂમિકા ને કે પ્રસંગને યોગ્ય લખ્યા છે. તેમાંથી પણ જીવનદૅષ્ટિ વિષયક આત્મ ઉન્નતિકારક બોધ મળે તેવું તેમાં લેખન છે. તેમનું આંતર નિવેદન પણ તેમના અંતર ભાવનાના યુક્ત છે. એટલે મેં અગાઉ લખ્યું છે તે એ ભૂમિનો યોગ તેમને ખટકે છે, તેના પ્રાયશ્ચિત રૂપે જાણે તેઓ સાધનાના માધ્યમથી સ્વ-પર શ્રેયરૂપ આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. કરતા રહે તેવી શુભેચ્છા.
આવકાર પત્રોમાં તો અમે સૌએ તેમના વ્યક્તિત્વ, સાધના, તેમનો અધ્યાત્મ માટેનો ઉઘમને અને લેખનનું અનુમોદન કરી એક લાભ લીધો છે.
સવિશેષ આવી આત્મશ્રેયની સામગ્રીને જન જન સુધી પહોંચાડવા તેને ગ્રંથાકારે પ્રગટ કરવા તન-મન-ધનથી જે ભાવના શ્રી પ્રફુલભાઈ અને તેમના પરિવારને થઈ તેમને ધન્યવાદ આપી અભિવાદન કરૂં છું. શ્રી પ્રફુલભાઈ અને રજનીભાઈએ સૌના માતા-પિતાને આ નિમિત્તે સ્મરણાંજલિ અર્પી છે. તે પણ પ્રસંગોચિત આવકારદાયક છે. તેમાં ઋણમુકિત છે. પુનઃ રજનીભાઈને સ્વસ્થ દીર્ધાયુ હો, અને આત્મકલ્યાણને પ્રાપ્ત કરે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના.
આ શુભ પ્રસંગે આપણે સૌ તેમના ઉપકૃત થઈએ. તેમણે પીરસેલું સાત્વિક-તાત્ત્વિક ભાથું પચાવીએ. તેમની એ મનોકામના પૂર્ણ કરવા ઉદ્યમ કરીએ. પ્રભુકૃપાએ તેમને સ્વસ્થ દીર્ધાયુ મળો અને સ્વ-પર શ્રેયરૂપ ઉત્તમ કાર્ય કરતા રહે તેવી અભ્યર્થના સાથે વિરમું છું.
અંતમાં આ પુસ્તક તમારા વરદ હસ્તમાં આવે ત્યારે તેને સૌ વધાવજો, વાંચજો, વિચારજો, આચરજો, આત્મશ્રેય સાધજો. સાથે જગતના કલ્યાણની ભાવના કરજો. આનંદ હો, મંગળ હો. અમે અમારા/આપણા સત્સંગ મિત્રોનું નામકરણ “આનંદ સુમંગલ” પરિવાર કરેલું છે. ઈતિ શિવમ
Jain Education International 2010_03
આનંદ સુમંગલ પરિવાર વતી સૌના બહેન (સુનંદાબહેન વોહોરા)
*
*
*
*
*
8
For Private & Personal Use Only
www.jainelibrary.org