________________
પાંચ લક્ષણોના લાભનો ક્રમ :
શાસ્ત્રમાં સમ્યગ્દર્શનના વ્યવહાર અને નિશ્ચય તથા દ્રવ્ય અને ભાવ એમ વિવિધ ભેદો વર્ણવામાં આવ્યા છે. નિશ્ચય સમ્યગ્દર્શનની અપેક્ષાએ, શાસ્ત્રકારે પાંચ લક્ષણો નીચે મુજબ વર્ણવ્યાં છે.
(૧) શમ
- અનંતાનુબંધી કષાયનો ઉદય ન થાય તે એટલે કે સમ્યક્ પ્રકૃતિથી કષાયના પરિણામને જોવું.
(૨) સંવેગ
- કર્મના પરિણામ અને સંસારની અસારતાનું ચિંતન-સ્વરૂપ મોક્ષાભિલાષ.
(૩) નિવેદ
-
(૪) અનુકંપા
· સંસારવાસ કારાગૃહ છે અને સ્વજન છે તે બંધન છે એવો જે વિચાર થાય તે. સર્વ સંસારી જીવોના દુઃખથી દુઃખીપણું અને તેના નિવારણના ઉપાયમાં યથાશક્તિ પ્રવૃત્તિ. (૫) આસ્તિક્ય - આર્હત તત્ત્વમાં(જિનવચનમાં) આકાંક્ષારહિત પ્રતિપત્તિ રહેવી એટલે કે જિનવચનમાં દૃઢ આસ્થા શ્રદ્ધા થવી તે.
સમ્યગ્દષ્ટિની અવસ્થા :
तमेव सच्चं निस्संकं, जं जिणेहिं पवेइयं ।
અર્થ : શ્રી જિનેશ્વરદેવે પ્રકાશેલું જ સાચું અને શંકા વિનાનું છે.
જગતના જીવો પોતાની મોક્ષની અભિલાષાને સફળ બનાવી શકે તે માટે શ્રી પરમાત્માએ પરમને પામવાનો ઉત્તમ માર્ગ બતાવ્યો છે. આત્માને જાણવો, માણવો અને અનુભવવો એ જ સાધકનું, માનવભવનું ધ્યેય છે. સમ્યગ્દર્શન માટે સમય અને શક્તિનો ભોગ આપવો પડે. આપણી અવસ્થા વધુ સુધરે તે માટે નીચેના મુદ્દાઓ પર ચિંતન કરવું :
(૧) શ્રી જિનેશ્વર દેવ આ સંસારને દુ:ખમય, દુઃખફલક અને દુઃખપરંપરક કહે છે. આપણને કેવો
લાગે છે ?
(૨)
જેને સંસારમાં ન રહેવું હોય તેને જ સંસારથી છોડાવનાર શ્રી જિનેશ્વર દેવ ગમે. (૩) ઘણા કાળથી ધર્મક્રિયા કરવા છતાં જોઈતું પરિણામ નથી આવતું, એનું કારણ એ છે કે પારકાને પોતાનું માન્યું છે.
(૪) શ્રી જિનેશ્વર દેવે જે વસ્તુ હેય, શેય અને ઉપાદેય કહી છે, તે તેમ જ લાગે છે !
(૫) હેયમાં ઉપાદેય બુદ્ધિ તો આવતી નથી ને ?
(૬) દુનિયાના પદાર્થો મળે, એથી અનુકૂળતા થાય પણ એ દશા ખરાબ લાગે છે ?
(૭) દુનિયાદારી પહેલી અને ધર્મ ફુરસદે એ રોગ કોના ઘરનો છે ?
(૮) મોક્ષસુખ માગીએ ખરા, પણ હૈયામાંથી સંસાર નીકળે નહીં તો ?
(૯) આત્મા અર્થ અને કામ તરફ ઢળે છે કે ધસે છે ?
(૧૦) ધર્મી કહેવડાવવું સહેલું છે, પણ ધર્મી બનવું એ મુશ્કેલ છે.
(૧૧) ધર્મ, અર્થ અને કામમાં ધર્મ પુરુષાર્થ પ્રધાન લાગે તો ધર્મ પામવાની લાયકાત પ્રાપ્ત થયેલી
કહેવાય.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૧૧૩ સર્વ ગુણોના રાજા-મહારાજા સમ્યગ્દર્શન
www.jainelibrary.org
For Private & Personal Use Only