________________
શ્રી ભદ્રબાહુસ્વામીએ પ્રયોજનની દૃષ્ટિએ કાઉસગ્નના બે પ્રકાર : (૧) ચેષ્ટા કાઉસગ્ગ : ગમનાગમન પછી, આહાર, શૌચ, નિદ્રા વગેરેને લગતી ક્રિયાઓ કરવામાં
જે કાંઈ દોષ લાગે છે તેની વિશુદ્ધિ માટે દિવસ, રાત્રિ, પખવાડિયું, ચાતુર્માસ કે વર્ષના અંતે
નિયત શ્વાસોશ્વાસ પ્રમાણ. (૨) અભિભવ કાઉસગ્ગ : આત્મચિંતન માટે, આત્મશક્તિ, ખીલવવા માટે, ઉપસર્ગો કે પરિષહોને
જીતવા માટે, સાધક જંગલ, ગુફા, સ્મશાન, તેવી કોઈ વિકટ જગ્યા અથવા તો ઘરમાં સાવદ્ય વ્યાપારનો ત્યાગ કરી કાઉસગ્ન કરે તે - નિયત શ્વાસોશ્વાસ કે કાળ પ્રમાણ નહીં - દા.ત. શ્રી ગજસુકુમાલ, શ્રી ચંદ્રાવતંસક રાજા આદિ. આ કાઉસગ્નનો કાળ ઓછામાં ઓછા અંતરમુહૂર્તનો
અને વધુમાં વધુ એક વર્ષનો હોય છે. દા.ત. શ્રી બાહુબલિજી. કાયોત્સર્ગની સિદ્ધિ : મુખ્ય પ્રયોજન ધ્યાન છે. ધ્યાન કરનારને ધ્યાતા કહે છે કે જે ભાવશ્રાવક હોવો જોઈએ. ધ્યેયના ચાર પ્રકાર છે : (૧) પિંડી - ચાર પ્રકાર: પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી - આ ચારે પ્રકારના ધ્યાન માતૃકાપદો
કે નમસ્કારાદિના અક્ષરો વડે. (૨) પદસ્થ - પંચ પરમેષ્ઠિના પદ કે નવપદના ચિંતન વડે. (૩) રૂપસ્થ - શ્રી અરિહંત ભગવંતના સ્વરૂપનું ચિંતન વડે. (૪) રૂપાતીત - શ્રી સિદ્ધ પરમાત્માના નિરંજન - નિરાકાર સ્વરૂપનું ચિંતન વડે. ધ્યાનની વ્યાખ્યા : આત્માના જે અધ્યવસાયો “સ્થિર' એટલે વ્યવસ્થિત કે વિષયાનુરૂપ હોય તે. ધ્યાનના પ્રકાર : આર્ત-રૌદ્ર (અશુભ ધ્યાન); ધર્મ-શુક્લ (શુભ ધ્યાન) ધ્યાનનો કાળ : અંતમુહૂર્ત - વધુમાં વધુ ૪૮ મિનિટ. લાભ : (૧) ભૂતકાળ અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્ત યોગ્ય અતિચારોની શુદ્ધિ. (૨) દોષો-દુર્ગુણો-અશુભ કર્મો દૂર થાય. (૩) ગુણોની પ્રાપ્તિ અને અનુક્રમે વૃદ્ધિ અને પરંપરાએ મુકિત. (૪) બારે પ્રકારના તપના વૈધાનિક ફળની પ્રાપ્તિ. (૫) અનુષ્ઠાન ધર્મના ત્રણ પ્રકારો - અહિંસા - સંયમ - તપ પૈકી કેન્દ્રસ્થાને “સંયમ' ધર્મની આરાધનામાં
પૂરક બને. (૬) સાધનાના સાધન સમી કાયાના રોગો જેવા કે લોહીનું દબાણ, માનસિક તનાવ આદિથી મુક્તિ અપાવે. (૭) તત્ત્વાર્થ સૂત્રમાં “કાઉસગ્ગ'ના બદલે ‘બુત્સર્ગ' શબ્દ વપરાયો છે. વિશેષપણે ઉત્સર્ગ કરાવે તે.
આમ, બાહ્ય-અત્યંતર ઉપાધિ એટલે કે બાધાનો ત્યાગ કરાવે તે. (૮) સ્થાન, મૌન અને ધ્યાનપૂર્વક આત્માના મલિન અધ્યવસાયોનું વિસર્જન કરાવે. શ્રુતસરિતા
૧૩૫
અત્યંતર તપ યાત્રા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org