________________
(૧૨) સમ્મદિઢિ સમાહિગરાણું (સમ્યગ્દષ્ટિને સમાધિ ઉપજાવવા) કયા પ્રસંગોએ કરવામાં આવે ? (૧) શુભ કાર્યમાં બાધા ન પહોંચે (૨) પાંચ પ્રકારના પ્રતિક્રમણ કરતી વેળાએ (૩) શુભ કાર્યની નિર્વિદને પૂર્ણાહુતિ પ્રસંગે (૪) કષાયના ઉપશમ માટે (૫) દુઃખનો ક્ષય-કર્મનો ક્ષય (૬) શ્રુતદેવતાક્ષેત્રદેવતા-ભુવનદેવતા-શાસન દેવ-દેવીઓની આરાધના માટે (૭) છીંક વગેરે અપશુકનના નિવારણ માટે (૮) તીર્થયાત્રાના પ્રારંભાર્થે (૯) કુસ્વપ્ન-દુ:સ્વપ્ન નિષ્ફળ બનાવવા માટે (૧૦) અંજનશલાકાપ્રતિષ્ઠા-મહાપૂજન પ્રસંગોએ (૧૧) દીક્ષા પદવી વેળાએ (૧૨) યોગદ્વહન પ્રસંગે (૧૩) ઉપધાન દરમિયાન (૧૪) સાધુ-સાધ્વીજીના કાળધર્મ અવસરે (૧૫) તપ ચિંતવણી, નવપદ, વાસ સ્થાનક વગેરેની આરાધના માટે. પ્રકારો : (૧) ઉસ્થિત - પગની બને એડી અડાડીને પંજા વચ્ચે ચાર આંગળનું અંતર - બંને હાથ બને
બાજુ લટકતા - દૃષ્ટિ સીધી સામે અથવા નાસાગ્ર ઉપર સ્થિર - ટટ્ટાર ઊભા -
સર્વશ્રેષ્ઠ પ્રકાર (૨) આસિત - પદ્માસન કે સુખાસનમાં બેસી, કરોડરજ્જુ ટટ્ટાર રાખી, બંને હાથ બંને ઢીંચણ ઉપર
ખુલ્લી હથેળી સાથે ગોઠવી દષ્ટિ સામેની દિશામાં સીધી અગર નાસાગ્ર ઉપર સ્થિર. (૩) શાયિત - શવાસન (શબની માફક) સૂતાં સૂતાં, હાથ-પગ ફેલાવ્યા કે હલાવ્યા વગર શરીરને
ઢીલું રાખીને દૃષ્ટિ સ્થિર. શરીર અને ચિત્તની જાદી જુદી અવસ્થાને લક્ષમાં રાખીને ચાર પ્રકારો : (૧) ઉસ્થિત-ઉસ્થિત - ઊભા ઊભા - જાગ્રત ચિત્ત - અશુભ ધ્યાનનો ત્યાગ - શુભ ધ્યાનમાં
લીન (૨) ઉસ્થિત - નિવિષ્ટ - ઊભા ઊભા - મન સાંસારિક વિષયોમાં રોકાયેલું - અશુભ ધ્યાનમાં
લીન. (૩) ઉપવિષ્ટ - ઉસ્થિત - વૃદ્ધાવસ્થા કે શારીરિક અશક્તિને કારણે બેઠાં બેઠાં - જાગૃતિ ચિત્તની
પૂર્ણપણે જળવાય - ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં લીન. (૪) ઉપવિષ્ટ - નિવિષ્ટ - તંદુરસ્ત અને સશક્ત હોય છતાં પ્રમાદના લીધે બેઠાં બેઠાં - અશુભ
વિષયોનું ચિંતન. અંતિમ ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામીએ ઉસ્થિત, આસિત અને શાયિત પ્રકારના કાઉસગ્ગને શુભ ધ્યાન, અશુભ ધ્યાન અને કેવળજદશા અનુક્રમે ભાંગા પાડીને કાઉસગ્ગના નવ પ્રકાર દર્શાવ્યા
(૧) દ્રવ્ય કાઉસગ્ગ - શરીરની ચંચળતા - મમતા દૂર કરવા જિનમુદ્રામાં સ્થિર થવું તે. (૨) ભાવ કાઉસગ્ગ - દ્રવ્ય કાઉસગ્ન કરવા વડે ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં મગ્ન બનવું તે. અત્યંતર તપ યાત્રા
૧૩૪
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org