________________
પણ અનેક ગ્રંથોમાં માતાના વાત્સલ્યનું અનેરું વર્ણન કરેલ છે.
(૧) આદિ જિણંદ, આદિ જિણંદ, ભરત બતાવો આજ મરુદેવી માતા પૂછે છે, કયાં છે મારો લાલ? (૨) તિરૢ વુદિયાર સમળાડમાં ! સંગદા - अम्मा पिउणं भट्टिस्स धम्मायरियस्सी
અર્થ : હે આયુષ્યમ શ્રમણો ! ત્રણનો પ્રત્યુપકાર કરવો યાને એમના ઋણમાંથી મુક્ત થવું મુશ્કેલ છે. તે આ પ્રમાણે-માતાપિતા, ભરણપોષણ કર્તા શેઠ તથા ધર્માચાર્ય-ધર્મગુરુ. -ઠાણાંગ સૂત્ર-ત્રીજે ઠાણે.
(૩) ચરમ શાસન તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માએ પોતાના ચરમ ભવમાં ગર્ભવાસ દરમ્યાન, માતાને દુઃખ ના થાય, તે શુભ આશયથી હલનચલન બંધ કરી દીધેલ.
(૪) માર્ગાનુસારીના ૩૫ ગુણોમાં એક ગુણ ‘માતા-પિતાની પૂજા’નો મૂક્યો છે. પૂજાનો અર્થ ‘સેવા’ નહીં લેવો. માતા-પિતાની સેવા તો કદાચ માંદગી, લાચાર કે પરવશ અવસ્થામાં થાય છે; પરંતુ પૂજાઓ અંતરના બહુમાનપૂર્વકની હોવાથી કોઈ પણ અવસ્થામાં થાય છે.
(૫) શ્રમણ જીવનમાંથી પતન પામીને નવદીક્ષિત યુવાન મુનિ અરણિક એક વારાંગનાની સાથે ભોગ-વિલાસમાં કાળ નિર્ગમન કરે છે. અરણિકના ગુમ થવાના સમાચાર સાંભળી તેની સાધ્વી માતા આઘાતમાં પાગલ થઈ જાય છે અને આક્રંદ કરીને ‘અરણિક'ના નામની બૂમો પાડતી જુદી જુદી શેરીઓમાં તે માતા આમતેમ ભટકે છે. અંતે, મિલન થતાં, અરણિક માતૃચરણે પશ્ચાત્તાપના પુનિત અશ્રુ વહાવે છે અને શ્રમણ જીવનને પુનઃ સ્વીકારી માતાના હૃદયને પુલકિત કરતો તે તેના આશીર્વાદને પ્રાપ્ત કરે છે.
(૬) રૂડાં મત્તે માર્યા પદ્મત્તા ? પોયમાં
તાં માįા પત્તા, તંદ્દા મંસ, સોશિ! મઘનું” ||
અર્થ : શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછે
પ્રશ્ન : માતા તરફથી પ્રાપ્ત થયેલા અંગો (માતૃ અંગ) કયા છે ?
ઉત્તર : હે ગૌતમ ! ત્રણ અંગો માતા તરફથી પ્રાપ્ત થયેલ છે - માંસ, લોહી અને મગજ. પ્રશ્ન : હે ભગવન્ ! પિતા તરફથી પ્રાપ્ત થયેલા અંગો (પિતૃ અંગ) કયા છે ? ઉત્તર : હે ગૌતમ, પિતૃ અંગ ત્રણ છે - (૧) હાડકાં (૨) હાડકાના મજાગરૂ અને વાળ (૩) ચરબી, રોમ તેમજ નખ.
:
-શ્રી ભગવતીજી સૂત્ર-શતક : ૧-ઉદ્દેશો-૭ (૭) પ્રભુ શ્રી મહાવીર સ્વામીનો જન્મ પ્રથમ બ્રાહ્મણી દેવાનંદા માતાની કુક્ષિએ થયો હતો. ત્યાં પ્રભુ ૮૨ દિવસ-રાત્ર રહ્યા હતા. ત્યાર પછી શક્રેન્દ્ર મહારાજાની આજ્ઞાથી હરિણગમૈષી દેવે પ્રભુને ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કૂખે મૂક્યા હતા.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ બાદ, એક વખત ભગવાન શ્રી મહાવીર સ્વામી બાહ્મણકુંડ નગરમાં પધાર્યા કે જ્યાં તેઓની ચરમ ભવની પ્રથમ માતા દેવાનંદા તથા પિતા ઋષભદત્ત રહેતા હતા. પિતા શ્રી
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૩૯૮
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org