________________
સંયમ :
અહિંસાને આચરણમાં મૂકવાના બે સાધન - સંયમ અને તપ.
અનુષ્ઠાન ધર્મના ત્રણ પ્રકારો પૈકી કેન્દ્ર સ્થાને હોઈ, “સંયમ એક બાજા અહિંસાને અને બીજી બાજા તપને સ્પર્શે છે. વ્યાખ્યા : અર્થ : (૧) સમ્યફ પ્રકારે યમનું પાલન.
(૨) રસ અને રૂચિપૂર્વક સાચી શ્રદ્ધા સાથે ઉચ્ચતર ધ્યેય અર્થે સ્વેચ્છાએ નિયંત્રણ. યમના પ્રકાર .: (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ જેના વડે
યમમાં સ્થિરતા આવે તેને નિયમ' કહેવાય છે. નિયમના પ્રકાર : (૧) શૌચ (પવિત્રતા) (૨) સંતોષ (૩) તપ (૪) સ્વાધ્યાય (૫) ઈશ્વર
પ્રણિધાન (એકાગ્રતા). નિષેધ અર્થ .: યમ, નિયમ, સમિતિ, ગુણિ, વ્રત, વિરતિ, નિગ્રહ, નિરોધ, વિરોધ, દમન,
નિયંત્રણ, કાબૂ આદિ - મન, વચન અને કાયાનું નિયમન રાખવું. વિધેય અર્થ : માધ્યસ્થ ભાવ (દાસીન્ય ભાવ), રાગ-દ્વેષનો ત્યાગ, કુતર્કોનો ત્યાગ,
અંતરાત્મ ભાવની સાધના, સંવર, સમતા ભાવ, સાત્ત્વિક ભાવ આદિ-વિચાર
વાણી અને ગતિ-સ્થિતિમાં યતના કેળવવી-સવૃત્તિના ગુણોનું ચિંતન. સંયમના ૧૭ પ્રકાર : પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, પાંચ અવ્રતનો ત્યાગ, ચાર કષાયનો જય, અને મન,
વચન અને કાયાની વિરતિ. ભાતભાતનાં અને ચિત્રવિચિત્ર કર્મોના કારણે લોકો વિધવિધ પ્રકારની આપણને મનગમતી અણગમતી વાતો કરે છે; પરંતુ સમજદાર અને વિવેકી એવા આપણે શા માટે રાગ કે દ્વેષ અને પ્રશંસા કે રોષ દાખવવો? સંસારી પ્રવૃત્તિઓમાં પ્રતિભાવ આપવાના સમયે આપણે અંધ, મૂક અને બધિર (આંધળા, મૂંગા અને બહેરા) બની જવામાં જ ડહાપણ છે. પૂ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી યથાર્થપણે ફરમાવે છે : સ્વમાં વસ, પરમાં ખસ; એટલું જ બસ.
સંયમ, આધ્યાત્મિક ગુણ હોઈ, પરભવમાં આપણી સાથે આવનાર છે. આપણને સજ્જનમાંથી સાત્ત્વિક બનાવવાનું સામર્થ્ય “સંયમ'માં અંતર્ગતપણે રહેલું છે. જેમ રાજાની વાર્તાના અંતે આવે છે ખાધું, પીધું અને રાજ કર્યું', તેમ આપણા આ જૈનકુળના ભવના અંતે ખાધું, પીધું અને તારાજ કર્યું,” એવું બને નહીં તે માટે સંયમ ગુણ કેળવવો જરૂરી છે. રત્નાકર પચ્ચીશીની ગાથા “આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયો ગાવાથી કાંઈ વળશે નહીં. તપ : બાર પ્રકાર - છ બાહ્ય અને છ અત્યંતર : બાહ્ય : (૧) અણસણ (૨) ઊણોદરી (૩) વૃત્તિ સંક્ષેપ (૪) રસત્યાગ (૫) કાયક્લેશ (૬) સંલીનતા અત્યંતર : (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન (૬) કાઉસગ્ન શ્રુતસરિતા
૧૧૯
અનુષ્ઠાન ધર્મ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org