________________
(ર) કુળ મદ :
શું સમાજમાં પ્રસિદ્ધ એવા જે કુળોમાં જન્મે છે તે રૂપવાન, બળવાન, જ્ઞાનવાન, બુદ્ધિમાન, સદાચારી કે શ્રીમંત જ જન્મે છે? પૂર્વજોના સત્કાર્યોથી, ત્યાગથી અને બલિદાનથી પ્રસિદ્ધિ પામેલા કુળમાં જન્મ થવા માત્રથી પોતાની મહત્તા સમજનારા અભિમાની માણસો “મૂર્ખ તરીકે જ ઓળખાય છે. અમારા કુળમાં શ્રી અભયકુમાર (શ્રી શ્રેણિક મહારાજાના સુપુત્ર) જેવા બુદ્ધિનિધાન કે શ્રી ગૌતમસ્વામી જેવા લબ્લિનિધાન થઈ ગયા, તેના માત્ર ગીતો ગાઈએ તે કેટલું બિનશોભાસ્પદ લાગે!
માન-મરતબો-ઈજ્જત-આબરૂ કુળમદ કરવાથી નથી મળતું. એ બધું મળે છે-સદાચારોના પાલનથી. સદાચારોનું પાલન એટલે જિનાજ્ઞા પાલન દા.ત., બારે માસ ઉકાળેલું પાણી, કંદમૂળ ત્યાગ, વાસી ખોરાક ત્યાગ, છ આવશ્યક ક્રિયા, કષાયમંદતા, વીક એન્ડ પાર્ટીઓનો ત્યાગ, કેસીનો ત્યાગ વગેરે.
એવી જ રીતે, જો તમે શીલવાન છો, સદાચારોથી તમારું જીવન સુવાસિત છે, પરમાર્થ અને પરોપકાર તમારો જીવનમંત્ર છે, તો કુળમદ કર્યા વિના જ તમારી પ્રશંસા થવાની જ છે, કીર્તિ ફેલાવવાની જ છે. ટૂંકમાં, જેનું શીલ (સદાચાર) અશુદ્ધ છે, તેણે કુળમદ કરવાથી શું? જે પોતાના ગુણોથી વિભૂષિત છે, તેને કુળમદ કરવાની જરૂર નથી; પ્રસિદ્ધિ આપોઆપ થવાની જ છે. (૩) રૂપ મદ :
સદા જેનો સંસ્કાર કરવો પડે તેવા ચામડી અને માંસથી આચ્છાદિત, અશુદ્ધિથી ભરેલા અને નિશ્ચિતપણે વિનાશ પામવાના ધર્મવાળા એવા રૂપ ઉપર મદ કરવો નહીં. તેનાં કારણો : (૧) પિતાના શરીરમાંથી નીકળેલું વીર્ય અને માતાની યોનિનું રજ - આ બે દ્રવ્યોના સંયોજનથી
જીવ શરીર બનાવે છે. માતા જે ભોજન કરે છે, એ ભોજનનો રસ ગર્ભસ્થ જીવ ગ્રહણ કરે છે. નવ-દસ મહિના સુધી અંધારી કોટડીમાં ઊંધે મસ્તકે લટકી જ્યારે અંગોપાંગ
સંપૂર્ણ થાય છે, ત્યારે માતાના ઉદરમાંથી બહાર નીકળે છે. (૨) બહાર નીકળ્યા પછી શરીર અમુક વર્ષ સુધી વધતું જાય છે. નિરોગી શરીર વિશેષપણે
વૃદ્ધિ પામે, બળ-રૂપ વધે, જ્યારે રોગી શરીરમાં ઊલટું. (૩) વીર્ય-રજ અતિ દુર્ગધભર્યા અને અશુચિભર્યા પદાર્થો હોઈ આ બંને દ્રવ્યોથી બનેલું
આપણું શરીર પણ તેવા જ ગુણધર્મવાળું હોય છે. શરીરનાં બધાં છિદ્રોમાંથી અશુચિ અને
દુર્ગધ જ બહાર નીકળે છે. (૪) શરીરના એ દ્વારોમાંથી અશુચિ દરરોજ બહાર નીકળ્યા કરે અને આપણે એની રોજ
સફાઈ કરવાની. કાયાની કેવી કદરૂપતા અને આત્માની કેવી અનંત-અનુપમ સૌંદર્યતા ! (૫) રોગોનો હુમલો ગમે તે અવસ્થામાં, ગમે તે સમયે અને ગમે તે સ્થળે થઈ શકે છે. શરીર
કાળક્રમે વૃદ્ધ પણ થાય છે. (૬) ગોરા કે કાળા ચામડાથી મઢેલી કાયાની અંદર ડોકિયું કરી જુઓ. માંસ, મજ્જા, લોહી,
મળ, મૂત્ર અને હાડકાંથી ખચોખચ ભરેલી કાયા ઉપરનો આપણો મોહ ઊતરી જાય. આઠ મદનું આક્રમણ અને સંક્રમણ ૧૪૬
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org