________________
વેળાએ રસનેન્દ્રિય મનને તો એમ જ જ્ઞાન કરાવે કે આ મીઠાઈ ગળપણવાળી છે; પણ આ મીઠાઈ સરસ છે, મને બહુ ભાવે છે આદિ ભાવો મનના છે, સારા નરસા ભાવો પાંચે ઇન્દ્રિયોના નથી. આમ, સહાયક ઇન્દ્રિય તરીકે મનને “નોઇન્દ્રિય' કહેવાય છે.
મનથી જ ભવભ્રમણ અને એ જ મનથી ઉપાધિ આવે, તો સમાધિ પણ મનથી જ આવે. સઘળો સંસાર મનનો જ ખેલ છે. ખેલને ખતમ કરવો એ પણ મનના ઉપર જ નિર્ભર છે “મોહવશ મન મારે અને મોક્ષવશ મન તારે.'
એક અપેક્ષાએ, મૌન એ મનોગુપ્તિ નથી, એ તો વચનગુપ્તિ છે. વચન ના બોલીએ એ તો મુખનું મન થયું કહેવાય; પણ ખરેખર તો આપણે મનનું મૌન સાધવાનું છે. કાયાની ચેષ્ટા, અંગુલિનિર્દેશ, ઇશારા કરીને, ચપટી વગાડીને - આવી બધી જ સંજ્ઞાઓનો નિર્દેશ ત્યાગ કરી મનનું મૌન જ ઉપકારી
ભાઈ, વ્યવહારમાં પણ “સબસે બડી ચૂપ કહેવાય છે ને ચૂપ થઈને ચાલ્યા જવું તે જ સફળ જિંદગી છે. મન એ સફળતાની સીડી છે. મૌનનું જ બીજું નામ આત્મસંયમ છે. જગતમાં જાણિતી કહેવત છે. “આવડે એટલું બોલવું નહીં અને ભાવે તેટલું ખાવું નહીં.” આ કહેવતમાં વચનગુપ્તિ અને સ્વાદગુપ્તિ બનેનો સમાવેશ થાય છે.
માને પરમ પૂજનમ્ - મૌનમ્ સર્વાર્થસાધનમ્ | મૌન એ સર્વોત્તમ આભૂષણ છે, સર્વ અર્થને સિદ્ધ કરવાનું સાધન છે. મૌનના પરિણામે કર્યો પણ વિપુલ પ્રમાણમાં નિર્જરી જાય છે. મૌનના ગાળા દરમિયાન ઉદયમાં આવેલ ક્રોધાદિ કર્મો તેનો ઔદયિક ભાવ ભજવી શકતાં નથી, તેથી અશુભ કર્મોની હારમાળા નવી બંધાતી અટકે છે.
ના બોલ્યામાં નવ ગુણ' – આ કહેવત પણ મૌનનો જ મહિમા દર્શાવે છે. પરમાર્થ સાધક આત્માને એટલે કે આપણને નવ આધ્યાત્મિક ગુણો સાંપડે : (૧) અહિંસા ધર્મનું પાલન (૨) ક્ષમાગુણનો આવિર્ભાવ (૩) મન-વચન-કાયાનું સ્વાથ્ય જળવાય (૪) જીવમાત્ર પ્રત્યે સમદર્શીપણું પ્રગટે (૫) કષાયવિજેતા બને (૬) સ્વ-પર હિત સધાય (૭) જિનાજ્ઞાનું પરિપૂર્ણપણે પાલન થાય (૮) યોગસાધના સફળ થાય (૯) મુક્તિરૂપ ધ્યેયની સિદ્ધિ થાય.
મે વિજ્ઞાનત: સિદ્ધા:, સિદ્ધા ત્નિ વન |
ઐરામાવતઃ : વૈદ્ધ થે કિ દાન ' અર્થ : જે કોઈ આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે, તેઓ આત્મા અને દેહ ભિન્ન છે, આવા ભેદશાનથી સિદ્ધ બન્યા છે; અને જે કોઈ આત્માઓ કર્મથી બંધાયેલા છે, તેઓ આ ભેદજ્ઞાનના અભાવથી બંધાયેલા છે.
અજ્ઞાનનો અંધકાર રાખી, જ્ઞાનનો સૂર્ય ઝગમગાવી, મૌનપાલનની સુટેવ કેળવી, ભવારણ્યમાં પગદંડી અને કર્મ-કાષ્ઠને બાળનાર અગ્નિ સમાન રત્નત્રયીની આરાધના કરતાં કરતાં આપણે સૌ મોક્ષમાર્ગ ઉપર આગળ ને આગળ ધપીએ એ જ પરમ ભાવના અને અભ્યર્થના સાથે – શ્રુતસરિતા
૩૨૮
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org