________________
૧૬. સામાયિક દરરોજ ના થઈ શકે તો એક મહિનામાં ઓછામાં ઓછી આઠ સામાયિકનો
નિયમ ધારવો. ૧૭. પ્રતિક્રમણ દરરોજ ના થઈ શકે તો આઠમ-ચૌદશના દિને ખાસ. ૧૮. સ્વાધ્યાય દરરોજ ઓછામાં ઓછું એક ઘડી (૨૪ મિનિટ) શ્રુત-વાંચન કરવું
(સૂતાં સૂતાં નહીં વાંચવું). ૧૯. મૌન
(૧) દરરોજ ઓછામાં ઓછું એક ઘડી (૨૪ મિનિટ) અને શનિ-રવિ એક પ્રહર (ત્રણ કલાક). (૨) મહિનામાં એક શનિવારે આખા દિવસનું
મૌન. (૩) જમતી વેળાએ મૌન રાખવું. ૨૦. ટેલિવિઝન દરરોજ એક કલાકથી અને શનિ-રવિ કુલ ત્રણ કલાકથી વધુ નહીં જોવું. ૨૧. ઈન્ટરનેટ દરરોજ અડધા કલાકથી વધુ નહીં અને શનિ-રવિ કુલ ત્રણ કલાકથી
વધુ નહીં. ૨૨. ટેલિફોન (૧) “જય જિનેન્દ્ર - પ્રણામ' વડે સંબોધન કરવું. (૨) પરિવારના સભ્યો
સિવાય અન્ય આવતા ટેલીફોન ઉપર નિયંત્રણ મૂકવા. (૩) દસ મિનિટથી
વધુ વાત કરવી નહીં. (૪) એકાદ નાનું ધર્મવાક્ય સંભળાવવાની ટેવ પાડવી. ૨૩. સૂતાં પહેલાં
સાત લાખ, અઢાર પાપસ્થાનક, ચત્તારિ શરણં બોલવા. ૨૪. પરિગ્રહ-પરિમાણ વસ્ત્રોની આદિ ઉપભોગની સાધનોની કુલ સંખ્યા નક્કી કરવી. ધનસંચયનું
પણ માપ નક્કી કરવું. ૨૫. પત્રલેખન અહીંયાં કે ભારતમાં રહેતા સ્વજનો/પરિજનોને દર મહિને ઓછામાં
ઓછા કુલ પાંચ પત્રો લખવા. ૨૬. બાર વ્રત
શ્રાવક/શ્રાવિકાના બાર વ્રતો પૈકી એક-બે-ત્રણ વ્રત લેવા. ૨૭. ચૌદ નિયમ (૧) સચિત (ર) દ્રવ્ય (૩) વિગઈ (૪) બૂટ-ચંપલ (૫) મુખવાસ (૬)
વસ્ત્ર (૭) ફૂલ-અત્તર (૮) વાહન (૯) શયન (૧૦) વિલેપન (સાબુ
તેલ) (૧૧) બ્રહ્મચર્ય (૧૨) દિશા (૧૩) સ્નાન (૧૪) ભાત પાણી દરરોજ સવારના જ દિવસ પૂરતા અને સાંજના રાત્રિ પૂરતા આ ચૌદ નિયમો ધારવા વડે સત્ત્વ ખીલી ઊઠતાં કર્મબંધનની બચાય છે. શ્રાવક જીવનને દીપાવનારા નિયમો ૧. સવારે ઓછામાં ઓછું નવકારશીનું તથા સાંજે ચૌવિહારનું પચ્ચખાણ કરવું. ૨. નિરંતર (ત્રણ ઉકાલા આવેલું) ઉકાળેલું પાણી વાપરવું. તેથી સુપાત્ર ભક્તિ અને આરોગ્ય
આદિ અનેક લાભો થાય છે. ૩. ઉભયકાલ આવશ્યક પ્રતિક્રમણ નિયમિત કરવું. ૪. મહિનામાં બે ચતુર્દશીએ ઉપવાસ કરવો. શ્રાવક ધર્મ - ૧૭૮
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org