________________
પ્રબંધ-૧૩
દાનધર્મ
(જ્ઞાનદાન-અભયદાન-સુપાત્રદાન-અનુકંપાદાન)
મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત ‘દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા' (બત્રીશ બત્રીશી) પ્રકરણાન્તર્ગત ‘દાનબત્રીશી' ના પ્રથમ શ્લોકનું મંગાલચરણ
ऐन्द्र शर्मप्रदं
दानमनुकम्पासमन्वितम्
भक्त्या सुपात्रदानं तु मोक्षदं देशितं जिनः ॥१-१॥
અર્થ : અનુકંપાથી યુક્ત ઇન્દ્રસંબંધી સુખને આપનારું છે, અને ભક્તિપૂર્વક સુપાત્રને અપાતું દાન તો મોક્ષને આપનારું છે, આ પ્રમાણે શ્રી જિનેશ્વર દેવોએ ઉપદેશ્યું છે. આધાર-ગ્રન્થો :
(૧) પૂ. પરમશાસનપ્રભાવક સ્વ. આ.ભ. શ્રી વિજય રામચન્દ્રસૂરિજીના પ્રશિષ્યરત્ન પૂ.આ.ભ.શ્રી વિજય ચન્દ્રગુપ્તસૂરીશ્વરજી મ.સા. લિખિત ‘દાનબત્રીશી-પરિશીલન.’
વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરિજીના શિષ્યરત્ન, સન્માર્ગ દેશનાદક્ષ, યોગમાર્ગમર્મજ્ઞ, પરમ પૂજય ગણિવર્યશ્રી યુગભૂષણવિજયજી મ.સા. (નાના પંડિત મહારાજ) લિખિત (૧) લોકોત્તર દાનધર્મ (૨) સુપાત્રદાન.
પ્રાસ્તાવિક :
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા દાનધર્મનો સમ્યક્ બોધ કરાવવા, દાનધર્મની ઉચિત મર્યાદાનો પ્રબોધ કરાવવા અને પુણ્યાનુબંધી પુણ્ય અને સકામનિર્જરાના પરમ સાધન એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
શ્રી તીર્થંકર ભગવન્ત સમવસરણમાં ચતુર્મુખે દેશના આપવા જ્યારે પૂર્વમુખે સદેહે બિરાજે છે, ત્યારે બાકીની ત્રણ બાજુ દેવો દ્વારા તેઓની પ્રતિમા સ્થપાય છે. શ્રી તીર્થંકર પરમાત્માના મુખકમળમાંથી નીકળેલ સર્વજીવકલ્યાણકારિણી વાણીમાં તેઓશ્રીએ ફરમાવ્યું છે કે પ્રધાનતાના ધોરણે ધર્મ, દાન, શીલ, તપ અને ભાવરૂપ છે. દાનધર્મની શ્રેષ્ઠતા અને સર્વ વ્યાપકતાના કારણે, ભગવાન ચાર ધર્મોમાં પહેલો દાનધર્મ પ્રકાશે છે. ધર્મનો એવો કોઈ પ્રકાર નથી કે જેમાં દાન સમાયેલું ન હોય. ધન સંપત્તિ દ્વારા સત્કાર્યો કરવા તેનું જ નામ દાન નથી, પરંતુ કોઈ પણ વસ્તુ સ્વમાલિકીની હોય અને તે વસ્તુ આપણે સ્વેચ્છાએ આપીએ, એટલે દાન કર્યું કહેવાય.
વિશ્વવ્યાપી નિયમ છે કે આપણે જે બીજાને આપીએ, તે આપણને મળે. લોકવ્યવહારમાં પણ આપણે કોઈના પર ક્રોધ કરીએ, તો તેની સામે આપણને ક્રોધ જ મળે, લાગણી આપો તો સામે લાગણી મળે, આપણે સ્વાર્થી બનીએ અને સામે ઉદારતા માગીએ તો ના મળે.
પ્રતિભાવ તો આપણા વર્તનને અનુરૂપ જ આવે છે. આપણે બીજાને અશાંતિ આપીએ, તો આપણને અશાંતિ જ મળશે. બીજાના સંતાપમાં નિમિત્ત બનીએ, તો આપણને સંતાપ જ મળે. રાગી
દાનધર્મ
Jain Education International 2010_03
૧૩૮
For Private & Personal Use Only
શ્રુતસરિતા
www.jainelibrary.org