________________
अहिंसा सर्वजीवेषु, सर्वज्ञः परिभाषिताः ।
इदं हि मूल धर्मस्य, शेषः तस्येय विस्तरः ।। અર્થ : સર્વજ્ઞના ભાખ્યા અનુસાર, સર્વજીવોની અહિંસા જ મૂળ ધર્મ છે; બાકીનો બધો તેનો વિસ્તાર છે.
સમય, સામગ્રી અને સંયોગનો સદ્ધપયોગ કરી આપણે સૌ દુઃખમુક્ત, પાપમુક્ત અને કર્મમુક્ત બનીએ. આપણી આ ભવની યાત્રા માત્ર પદયાત્રા કે વિચારયાત્રા ન બની રહેતાં ભાવયાત્રા બને અને આપણને ભયમુક્ત અને ભવમુક્ત બનાવે તેવી શુભ ભાવના.
પરમ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરી ગચ્છના પ.પૂ. આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરિજીના પ્રશિષ્ય શ્રી મુનિ નંદીઘોષ વિજયજી મહારાજ સાહેબ લિખિત “જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો' માંથી સાભાર.
તપથી થતા લાભો અને તેનું રહસ્ય: વૈજ્ઞાનિક દ્રષ્ટિએ : જિનશાસનમાં ધર્મઆરાધના/આત્મકલ્યાણના વિવિધ ઉપાયો દર્શાવેલા છે. પ્રત્યેક ઉપાયમાં જે તે ઉપાયની મુખ્યતા જ હોય છે. તે સિવાયના અન્ય ઉપાયો પણ ત્યાં ગૌણભાવે તો હોય જ છે.
આ આત્મસાધનાનું એક અતિ મહત્ત્વનું અંગ તપ પણ છે. તે તપના મુખ્ય બે પ્રકાર છે : બાહ્ય તપ અને અત્યંતર તપ. જૈનશાસ્ત્રમાં દર્શાવેલ બાહ્ય તપ અંગે સેક સેકે અન્ય જૈનેતર તત્ત્વચિંતકોએ વિચાર કર્યો છે અને પ્રત્યેક વખતે બાહ્ય તપને નિરર્થક કાય-ક્લેશ, આત્મદમન અને ઇન્દ્રિયદમનરૂપે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આજના કહેવાતા વૈજ્ઞાનિક યુગમાં પણ બાહ્ય તપની જાહોજલાલીની ભરપૂર આતશબાજીથી આપણી આંખો અંજાઈ જતી હોવા છતાં તેને નિરર્થક અને દંભ કહેનારાની સંખ્યા પણ ઓછી નથી. વસ્તુતઃ બાહ્ય તપથી ઇન્દ્રિયનિગ્રહ અને ઇચ્છાનિરોધ થતો હોવા છતાં તેની સાથે અત્યંતર તપનો યોગ ન હોવાથી આત્મશુદ્ધિની પ્રક્રિયા પણ થતી નથી અને તેથી જ એકલું બાહ્ય તપ મોક્ષ તરફ ગતિ કરાવવા સમર્થ નથી. આમ છતાં, જૈનધર્મમાં દર્શાવેલા બાહ્ય તપ સંબંધી નિયમો અને તેના પ્રકાર સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રહસ્યોથી ભરપૂર છે અને તેનાથી વર્તમાનયુગમાં આત્મકલ્યાણ (મોક્ષપ્રાપ્તિ)ની શક્યતા નહિ હોવા છતાં શારીરિક તેમજ આરોગ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ લાભદાયક છે.
સૌપ્રથમ રાત્રિભોજનના ત્યાગ વિષે વિચારીએ :
રાત્રિભોજનના ત્યાગની વૈજ્ઞાનિકતા વિશે જુદાં જુદાં સામયિકો વગેરેમાં વારંવાર લખાતું રહ્યું છે તેથી તેના વિશે કોઈ પિષ્ટપેષણ કરવાની આવશ્યકતા નથી. છતાં શરીરવિજ્ઞાનની દષ્ટિએ રાત્રિના સમયે મોટે ભાગે શારીરિક પ્રવૃત્તિ, પરિશ્રમ ઓછો કરવાનો હોવાથી ચયાપચય (metabolism)ની પ્રક્રિયા પણ અતિમંદ પડી જતી હોવાથી રાત્રિએ ભોજન કરનારને મોટે ભાગે અજીર્ણ, ગેસ (વાયુ) વગેરેના રોગો થવાની સંભાવના રહે છે. તે સિવાય રાત્રિના સમયે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વાતાવરણમાં શુદ્ર, જીવજંતુની ઉત્પત્તિ, ઉપદ્રવ પણ ઘણો રહે છે. સૂર્ય પ્રકાશમાં જ એવી અગમ્ય શક્તિ છે કે જે વાતાવરણના પ્રદૂષણ તથા બિનઉપયોગી જીવજંતુનો નાશ કરી શકે છે અને નવા જીવજંતુની ઉત્પત્તિને રોકી શકે છે. તેમાંય સૂર્યોદય પછીની ૪૮ મિનિટ પછી અને સૂર્યાસ્તની ૪૮
શ્રુતસરિતા Jain Education International 2010_03
૧૨૧ For Private & Personal Use Only
અનુષ્ઠાન ધર્મ
www.jainelibrary.org