________________
પર્યુષણ કર્તવ્ય :- (પર્યુષણમાં શું કરવું જોઈએ)
અમારી પ્રવર્તન (જીવદયા), સાધર્મિક ભક્તિ, ક્ષમાપના, અઠ્ઠમતપ, ચૈત્યપરિપાટી (દરેક દેરાસર જુહારવા).
જીવન કર્તવ્ય :- (જીવન દરમ્યાન શું કરવું જોઈએ.)
જિનાલય બંધાવવું, ગૃહમંદિર રાખવું. જિનબિંબ ભરાવવું, પ્રતિષ્ઠા કરાવવી, દીક્ષા અપાવવી, પદવી અપાવવી, હસ્તલિખિત આગમ લખાવવા, પૌષધશાળા બંધાવવી, પ્રતિમા વહન કરવી, ઉપધાન કરવા, પાલિતાણામાં ચાતુર્માસ કરવું, સંઘ કાઢવો, શત્રુંજયની ૯૯ યાત્રા કરવી, સંઘ રક્ષા માટે પ્રાણ તથા સર્વસ્વ આપવા તૈયાર થવું.
સમાધિ મરણ કર્તવ્ય :- (મરણ સમયે શું કરવું જોઈએ.)
દીક્ષા લેવી જોઈએ, શત્રુંજયમાં મન એકાગ્ર કરવું, ચારેય આહારનો ત્યાગ કરવો, ગુરુ સમક્ષ અતિચાર આલોચવા, સર્વ પાપ વોસિરાવવા, બાર વ્રત ગ્રહણ, દુષ્કૃતની નિંદા, સુકૃતની અનુમોદના, ચાર શરણ સ્વીકાર, સર્વ જીવ પ્રત્યે ક્ષમાપના, નવકાર મહામંત્રનું સ્મરણ, આદિ. શ્રાવકપણાનું અંતિમ ફળ :
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને પૂર્ણ ધર્મની પ્રાપ્તિ કરાવવા ગુરુ, આગમ અને ચતુર્વિધ સંઘરૂપી ધર્મતીર્થની સ્થાપના કરે છે. પૂર્ણધર્મનું સ્વરૂપ કેવું હોય, પૂર્ણધર્મના આરાધક જીવના મન-વચન-કાયાના યોગ કેવા હોય, તેને સાક્ષાત્ સમજવા હોય, તો તીર્થકર ભગવંતે પ્રરૂપેલું “મુનિજીવન' સમજવું પડે; એટલે કે આપણે દીક્ષા લેવી જોઈએ અથવા દીક્ષા લેવાના ભાવ કેળવવા જોઈએ. પરમ જ્ઞાની ભગવંતો યથાર્થ ફરમાવે છે કે જૈન કુળમાં જન્મેલ જૈન ભાવશ્રાવક બની દીક્ષા લે, દીક્ષાનો ભાવ રાખે અથવા તો જે પુણ્યશાળી જીવો એ દીક્ષા લીધી છે તેની અનુમોદના કરે. દીક્ષા, દીક્ષાનો ભાવ કે દીક્ષાની અનુમોદના - આ ત્રણમાંથી ગમે તે એક પણ જો શ્રાવક આ ભવમાં ના કરે, તો પરિણામે એકેન્દ્રિય બની વનસ્પતિકાયમાં ગતિ પરભવે થાય તેમાં શું આશ્ચર્ય ?
શ્રાવક-પાત્રતા માટે આવશ્યક દૈનિક ધોરણે આચાર માર્ગમાં પ્રવેશવા અને અનુક્રમે વૃદ્ધિ પામવાના એક માત્ર શુભાશયથી આ યાદી તૈયાર કરેલ છે. ભાવો વર્ધમાન થવા વડે, નીચે દર્શાવેલ તથા અન્ય તમામ આચારો સંપૂર્ણતઃ બારે માસ આજીવન પાલન કરવાનું લક્ષ્ય રાખવું. ૧. ગૃહમંદિર
દરરોજ સવારે કે સાંજે સૂતાં પહેલાં નીચે મુજબ બોલવું. “આજરોજ વિક્રમ સંવત ૨૦૫૭ ને ચૈત્ર વદી ૮ ને સોમવાર તા. ૧૬મી એપ્રિલ, ૨૦૦૧ (તિથિ-તારીખ દરરોજ બદલવી) ના રોજ બધા તીર્થોએ મારી ભાવયાત્રા હોજો અને તે તીર્થોએ બિરાજતા તીર્થકર ભગવંતોને મારી
ભાવવંદના હોજો.' શ્રાવક ધર્મ
૧૭૬
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org