________________
શ્રાવકના કર્તવ્યો : શ્રી વીતરાગ ધર્મની આરાધના કરવા માટે ત્રણ મુદ્દાઓ : (૧) શાસ્ત્રની આજ્ઞા (૨) જ્ઞાનીની નિશ્રા (૩) વિધિપૂર્વક ધર્મની પ્રવૃત્તિ. - જિનદર્શન-વંદન-પૂજન, ગુરુવંદન-પૂજન, ધર્મની વિવિધ આરાધનાઓ અને જીવનપર્યંતના શ્રાવકકુલના વહેવાર અને ધર્મ આચારોને આપણે દૈનિક જીવનમાં સ્થાન આપવું જોઈએ. લોકોત્તર માર્ગના એકાંત હિતને લક્ષમાં રાખી શ્રાવકના આચરણ ધર્મને આઠ વિભાગમાં વહેંચવામાં આવે છે? (૧) દૈનિક કર્તવ્ય (૨) રાત્રિ કર્તવ્ય (૩) પર્વ કર્તવ્ય (૪) ચાતુર્માસિક કર્તવ્ય (૫) વાર્ષિક કર્તવ્ય (૬) પર્યુષણ કર્તવ્ય (૭) જીવન કર્તવ્ય (૮) સમાધિ મરણ કર્તવ્ય.
આ કર્તવ્યો અદા કરવાની વિવિધ ફરજોનું પાલન કરીને તે જૈન-શ્રાવક સામાન્ય જનથી વિશેષ રીતે અલગ તરી આવે છે, અને વિશુદ્ધ એવી આત્મદશાને પામવા રૂડું, રૂપાળું, હિતકર, રુચિકર અને પ્રીતિકર એવું સંયમી જીવન બનાવી શકે છે. - પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજીના શિષ્યરત્ન પૂજય પંન્યાસશ્રી વજસેનવિજયજી ગણિવર સંપાદિત “શ્રાદ્ધવિધિ પ્રકરણ' માંથી સાભાર. શ્રાવકનાં કર્તવ્ય શ્રાવકે શું કરવું જોઈએ?
દૈનિક કર્તવ્ય :- (દિવસે શું કરવું જોઈએ ?)
વહેલાં જાગવું (નવકાર સ્મરણ વગેરે), પ્રતિક્રમણ, (સામાયિક), દેવદર્શન, ગુરુવંદન, ગૃહવ્યવસ્થા, વ્યાખ્યાન શ્રવણ, સ્નાનવિધિ, પ્રભુપૂજા (અષ્ટ પ્રકારી), ભોજનવિધિ, સુપાત્રદાન, વ્યાપાર શુદ્ધિ, દેવપૂજન (ધૂપ વગેરે), પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધર્મચર્ચા, વડીલોની ભક્તિ.
રાત્રિ કર્તવ્ય :- (રાત્રે શું કરવું જોઈએ)
ધર્મજાગરણ, સુકૃતની અનુમોદના, દુષ્કતની નિંદા, ચાર શરણ-સ્વીકાર, સાગાર અનશન, અલ્પનિદ્રા, રાત્રિ ચિંતન, (અશુચિ ભાવના) દીક્ષા અંગે મનોરથ સેવન, રાઈ પ્રતિક્રમણ.
પર્વ કર્તવ્ય :- (પર્વ દિવસે શું કરવું જોઈએ) પૌષધ, ઉપવાસ, દાન, શીલ, તપ, ભાવ, અહિંસા, જયણા, શાસન પ્રભાવના. ચાતુર્માસિક કર્તવ્ય :- (ચાર માસમાં શું કરવું જોઈએ)
વિવિધ નિયમગ્રહણ, દેસાવગાસિક, અતિથિ સંવિભાગ, સામાયિક, વિવિધ તપશ્ચર્યા, નૂતન અધ્યયન, સ્વાધ્યાય, જયણા પાલન.
વાર્ષિક કર્તવ્ય :- (પ્રતિ વર્ષ શું કરવું જોઈએ)
સંઘપૂજન, સાધર્મિક ભક્તિ, યાત્રાત્રિક (રથયાત્રા, જિનયાત્રા, તીર્થયાત્રા) જિનાલયે સ્નાત્ર મહોત્સવ, દેવદ્રવ્યની વૃદ્ધિ, મહાપૂજન, રાત્રિજાગરણ, શ્રુતજ્ઞાન પૂજા-મહોત્સવ, ઉજમણું, શાસન પ્રભાવના, પાપશુદ્ધિ (પ્રાયશ્ચિત્ત આલોચના) શ્રુતસરિતા ૧૭૫
શ્રાવક ધર્મ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org