________________
(૩) દ્રવ્ય શ્રાવક - ભાવ ના હોવા છતાં શ્રાવકની ક્રિયા કરનારો હોય તે. (૪) ભાવ શ્રાવક - ભાવપૂર્વક શ્રાવકની ક્રિયામાં તત્પર હોય તે. ભાવશ્રાવકના ત્રણ ભેદ : (૧) દર્શનશ્રાવક - કેવળ સમ્યકત્વધારી ચતુર્થ ગુણસ્થાનકવર્તી જીવો - દા.ત. શ્રી શ્રેણિક
મહારાજા. (૨) વ્રત શ્રાવક - સમ્યકત્વ મૂળ સ્થૂળ અણુવ્રતધારી-પંચ અણુવ્રતધારી-પ્રાણાતિપાત, અસત્ય,
ચોરી, મૈથુન, પરિગ્રહ - આ પાંચનો સ્થળ ત્યાગ. (૩) ઉત્તરગુણ શ્રાવક - શ્રાવકના બારે વ્રત સમ્યકત્વ સહિત ધારણ કર્યા હોય તેવા જીવો દા.ત.,
શ્રી સુદર્શન શેઠ, આનંદ શ્રાવક આદિ. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત (દિસ્પરિમાણ, ભોગોપભોગ, અનર્થદંડ પરિહાર
ચાર શિક્ષાવ્રત (સામાયિક, દેશાવગાસિક, પૌષધોપવાસ, અતિથિ સંવિભાગ) પ્રકારમંતરે શ્રાવકના ચાર પ્રકાર : (૧) દર્પણ સમાન - જેમ દર્પણમાં સર્વ વસ્તુ દેખાય, તેમ પરમ ઉપકારી પૂજ્ય સાધુ ભગવંતનો
ઉપદેશ સાંભળી ચિત્તમાં ઉતારી લે. (૨) પતાકા સમાન - જેમ પતાકા પવનથી હાલતી હોય તેમ દેશના સાંભળતાં પણ જેનું ચિત્ત
સ્થિર ના હોય. (૩) સ્થાણુ સમાન - ખીલા જેવા. જેમ ખીલો કાઢી ન શકીએ, તેમ સાધુને કોઈક એવા કદાગ્રહમાં
નાખી દે જેમાંથી પાછું નીકળવું મુશ્કેલ થાય. (૪) ખરંટક સમાન. અશુચિ સરખો શ્રાવક - તે પોતાના કદાગ્રહરૂપ અશુચિને છોડે નહીં અને
ગુરુને દુર્વચનરૂપ અશુચિથી ખરડે. “શ્રાવક' શબ્દની વ્યાખ્યા :
ઓઘ નિર્યુક્તિ'માં સૂત્રકાર ફરમાવે છે કે જે અને જેટલા સંસારના હેતુઓ છે તે અને તેટલા જ મોક્ષના હેતુઓ છે. સંસાર અને મોક્ષ એ બંનેનાં કારણોથી અસંખ્ય લોક સમાન રૂપે ભરેલા છે. અર્થાત્ સંસાર અને મોક્ષ એ બંનેનાં કારણો સમાનપણે અસંખ્ય છે. સુરિપુંગવ પૂ. શ્રી હરિભદ્રસૂરિજી રચયિત “પંચાશક' માં શ્રાવકની વ્યાખ્યા :
परलोयहि यं सम्मं, जो जिणवयणं सुणेइ उवउत्तो ।
अइतिव्वकम्म विगमा, सुक्को सो सावगो एत्थ ।। અર્થ : પરલોક માટે હિતકર જિનવચનને અતિ તીવ્ર કર્મનો નાશ થવાથી દંભરહિત ઉપયોગપૂર્વક
જે સાંભળે છે તે ઉત્કૃષ્ટ શ્રાવક છે. પૂ.આ.ભગવંતશ્રી રત્નશેખરસૂરીશ્વરજી રચયિત “શ્રાદ્ધવિધિ પ્રકરણમાં શ્રાવકની વ્યાખ્યા :
દાન, શીલ, તપ અને ભાવનાદિ શુભ યોગોથી અષ્ટ પ્રકારનાં કર્મ સમયે સમયે નિર્જરાવે શ્રાવક ધર્મ ૧૭૨
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org