________________
પત્રાવલિ-૪૮
આયુષ્ય કર્મનો મર્મ અને મર્યાદા
બુધવાર, તા. ૧૪મી, ફેબ્રુઆરી, ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭ મહા વદ ૭
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ નિર્વાણ કલ્યાણક શુભ દિન અને શ્રી ચન્દ્રપ્રભ સ્વામી કેવળજ્ઞાન કલ્યાણક શુભ દિન.
સાધર્મિક સૌજન્યશીલ બેનશ્રી,
આપણા સૌના લાડીલા અને સર્વપ્રિય શ્રી મયૂરભાઈએ આ જગતમાંથી અને આપણા બધાની વચ્ચેથી કાયમી વિદાય લીધી. શ્રી મયૂરભાઈનો પુણ્યશાળી આત્મા દ્રવ્યથી અને ગુણથી નિત્ય છે અને નિત્ય રહેવાવાળા સ્વભાવવાળો છે, માટે અવિનાશી-શાશ્વત સ્વભાવવાળો આપણા સૌનો આત્મા કદાપિ નમ-મરણને પામતો જ નથી. જન્મ-પર્યાય અને મરણ-પર્યાય - આ બંને પ્રકારના પર્યાય અનાદિ કાળથી ૮૪ લાખ જીવા યોનિના અતિથિ બની દરેક ભવમાં જીવ ધારણ કરતો હોય છે. શ્રી મયૂરભાઈના આ ભવનો પર્યાય ‘મયૂરભાઈ' તરીકે ઓળખાતો હતો. આપણે સૌ આપણા જે તે નામાભિધાન વડે ઓળખાઈએ છીએ. દરેક જીવ પર્યાય વડે રાગ-દ્વેષ અને મોહના પરિણામો સેવે છે અને પરભવમાં ઉદયમાં આવ્યે જે તે બાંધેલાં કર્મો ભોગવે છે અને આગળ આગળના ભવોમાં કર્મબંધ અને ઉદય અવિરતપણે ચાલ્યા જ કરે છે; આનું જ બીજું નામ ‘સંસાર’ છે. સંસાર શબ્દનો અર્થ જ એ છે કે એક ભવમાંથી બીજા ભવમાં સરકવું, એક ભાવમાંથી બીજા ભાવમાં સરકવું, આદિ.
સ્વજનો-પરિજનોની વિદાય-વિયોગ-વિનાશ-વિસર્જન બે પ્રકારે બનતી હોય છે. (૧) માંદગીભર્યા સંજોગોમાં થોડાક મહિનાઓ/વર્ષો સુધી જે તે સ્વજન અસહ્ય દુઃખ અને કારમી પીડા અને વસમી વેદના ભોગવવા વડે પરિવારના અન્ય સ્વજનોને પોતાના આગામી મૃત્યુની બાબતમાં પૂર્વતૈયાર કરી દે છે. (૨) સ્વજન પોતે મન તનની કોઈ પીડા કે વેદના મહિનાઓ સુધી ભોગવ્યા વિના એક-બેગણત્રીના દિવસોમાં જ મૃત્યુને પામે છે; આમાં અન્ય સ્વજનો જે તે સ્વજનની વિદાય માટે પૂર્વતૈયાર હોતા નથી. બેન, આપના જીવનમાં આ બીજો પ્રકાર લાગુ પડે છે. શ્રી મયૂરભાઈની વિદાય એટલી બધી આકસ્મિક હતી કે માનસિક રીતે આપ બધા પૂર્વતૈયાર નહોતા. આ સઘળી ઘટનાને શ્રી મયૂરભાઈની દૃષ્ટિથી જોઈએ તો તેઓના જીવે મૃત્યુ વેળાએ લાંબા સમય સુધી અશાતા વેદનીય કર્મ ભોગવવું પડે તેવું અશુભ કર્મો બાંધ્યા નહોતા. મૃત્યુ વેળાએ જીવની આકસ્મિક વિદાય એટલે કે લાંબા સમય સુધી અશાતા ભોગવ્યા વિના જ વિદાય. એ જે તે વિદાય લેનાર જીવનો અપેક્ષાએ પુણ્યોદય કહેવાય અને પરભવમાં પણ પુણ્યાનુબંધનું કારણ ગણાય.
કર્મ પ્રકૃતિ સ્પષ્ટ સમજાવે છે કે દરેક જીવ દરેક સમયે કર્મ તો બાંધતો હોય છે. બાંધેલ કર્મની આઠ પ્રકારમાં વહેંચણી થાય છે. કર્મના આઠ પ્રકારોમાં એક પ્રકાર ‘વેદનીય કર્મ’ છે. આ વેદનીય કર્મના વિભાગમાં કાર્મણ વર્ગણાઓની સૌથી વધુ વહેંચણી થાય છે, કારણ કે બધા કર્મોએ આ
શ્રુતસરિતા
૩૩૮
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org