________________
આઠ મદની સજઝાયા મદ આઠ મહા મુનિ વારિયે, જે દુર્ગતિના દાતારો રે ! શ્રીવીર નિણંદ ઉપદિશ્યો, ભાખે સોહમ ગણધારી રે !
મદ આઠ. ૧ હાં જી જાતિનો મદ પહેલો કહ્યો, પૂર્વે હરિકેશીએ કીધો રે ! ચંડાળ તણે કુળ ઉપન્યો, તપથી સવિ કારજ સીધો રે ! મદ આઠ. ૨ હા જી કુળમદ બીજો દાખીએ, મરિચી ભાવે કીધા પ્રાણ રે ! કોડાકોડી-સાગર-ભવમાં ભમ્યો, મદ મ કરો ઈમ જાણી રે ! મદ આઠ. ૩ હાંજી બળમદથી દુઃખ પામીઆ શ્રેણિક-વસુભૂતિ-જીવો રે ! જઈ ભોગવ્યાં દુઃખ નરકતણાં, બૂમ પાડતાં નિત રીવો રે ! મદ આઠ. ૪ હાંજી સનતકુમાર નરેસરુ, સુર આગળ રૂપ વખાણ્યું રે ! રોમ રોમ કાયા બગડી ગઈ, મદ ચોથાનું એ ટાણું રે ! મદ આઠ. ૫ હાંજી મુનિવર સંયમ પાળતાં, તપનો મદ મનમાં આયો રે ! થયા કુરગડુ ઋષિરાજિયા, પામ્યા તપનો અંતરાયો રે ! મદ આઠ. ૬ હાં જ દેશ દશારણનો ધણી, (રાય) દશાર્ણભદ્ર અભિમાની રે ! ઈદ્રની રિદ્ધિ દેખી બુઝીઓ, સંસાર તજી થયો જ્ઞાની રે ! મદ આઠ. ૭ હાંજી સ્થૂલભદ્ર વિધાનો કર્યો, મદ સાતમો જે દુઃખદાયી રે ! શ્રુતપૂરણ-અર્થ ન પામીઓ, જુઓ માનતણી અધિકાઈ રે ! મદ આઠ. ૮ રાય સુબૂમ પખંડનો ધણી, લાભનો મદ કીધો અપાર રે ! વય-ગ-રથ સબ સાગર ગળ્યું, ગયો સાતમી નકર મોઝાર રે ! મદ આઠ. ૯ ઈમ તન-ધન-જોબન રાજ્યનો, ન કરો મનમાં અહંકારી રે ! એ સ્થિર અસત્ય સવિ કારમું, વિણસે બહુ વારો રે !
મદ આઠ. ૧૦ મદ આઠ નિવારો વ્રતધારી, પાળો સંયમ સુખકારી રે ! કહે માનવિજય તે પામશે, અવિચળ પદવી નરનારી રે ! મદ આઠ. ૧૧
માન વિશે રે જીવ ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહિ, તો કિમ સમકિત પાવે રે ? સમકિત વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે; મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કિમ લહીએ જુક્તિ રે. વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જોજો વિચારી રે. માન કર્યું જો રાવણે, તો તે રામે માર્યો રે; દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાર્યો રે. સૂકાં લાકડાં સારીખો, દુ:ખદાયી એ ખોટો રે;
ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટી રે. આઠ મદનું આક્રમણ અને સંક્રમણ ૧૫૦
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org