________________
ચારિત્ર એ આત્મરમણતાનું ઉદ્યાન છે. મેરુપર્વત જેટલા ઓઘા-મુહપત્તિઓ કર્યા છતાં, જીવ જો ચાર ગતિનો જ મુસાફર રહે તો એમાં ચારિત્રનો વાંક નથી. ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે; છતાં આત્મામાં ઉપાદન ગ્રહણ, વિષય-કષાયો ભળે, તો મોક્ષના બદલે મોહ બળવાન બને, અને બળવાન બનેલો મોહ ચારિત્રધર્મને નિષ્ફળ બનાવે.
સતત જિનાજ્ઞાપાલનમાં રહી, સ્વરૂપનો લાભ લેતા રહેવું એ જ ચારિત્રધર્મની સફળતા છે. (૯) તપ પદ - શ્વેત વર્ણ
તપ એ સાધના-જીવનનો પ્રાણ છે. તપ વિનાનું મનુષ્યપણું જીવતું જાગતું હાડપિંજર છે. તપની વ્યાખ્યા કરતાં ધર્મશાસ્ત્રમાં લખ્યું છે. ઋનિરોધસ્તાઃ ઈચ્છાનો નિરોધ-અપેક્ષાનો અભાવ. આ અર્થ નિષેધાત્મક છે, હકારાત્મક એટલે કે તપનો વિધેયાત્મક અર્થ છે. મુક્તિનો તલસાટ.
બાહા તપ છ છે, અને અત્યંતર તપ પણ છ છે. બાહ્ય તપમાં પ્રથમ ચાર (અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ) રસનેન્દ્રિયને જીતવા માટે છે. પાંચમો તપ કાયાને (કાયક્લેશ) જીતવા માટે છે અને છઠ્ઠો તપ (સંલીનતા) મન-વચન-કાયાના ત્રણે ય યોગોને જીતવા માટે છે, કષાયોને જીતવા માટે છે, પાંચ ઇન્દ્રિયોને જીતવા માટે છે. માટે સંલીનતા નામના આ છઠ્ઠા તપમાં યોગસંલીનતા, કષાય સંલીનતા અને ઇન્દ્રિયસંલીનતા કરવાની હોય છે. આ છઠ્ઠા પ્રકારનો તપ અત્યંતર તપનું પ્રવેશદ્વાર છે.
છટ્ટા તપની ત્રણ પ્રકારની સંલીનતા બાદ જીવને દોષો ખટકવા માંડે, સાધના જીવનના નડતરો સમજાવા માંડે. ગુરુ પાસેથી ‘પાયશ્ચિત્ત' લે તે પ્રથમ અત્યંતર તપ કહેવાય.
દેવ-ગુરુ આદિ પ્રત્યે હૃદયના બહુમાનપૂર્વકનો વ્યવહાર તે વિનય' નામનો બીજો તપ છે. સંયોગ-શક્તિ મુજબ તેમની સેવા-ભક્તિ કરે તે “વૈયાવચ્ચ' નામનો ત્રીજો તપ છે. ચોથો તપ સ્વાધ્યાય (વાચના, પૃચ્છના પરાવર્તન, અનુપેક્ષા, ધર્મ કથા) પાંચ પ્રકારે જીવનમાં
આવે.
અનુપેક્ષા (ચિંતન-મનન)માં ઊંડો ઊતરે, તેમાં એકાકાર બને ત્યારે ધ્યાને' નામનો પાંચમો તપ આવે. મનનું ધ્યાન “માનસિક' વચનનું ધ્યાન, “વાચિક કાયાનું ધ્યાન “કાયિક અને પ્રાણાયામ ધ્યાન આયામી ધ્યાન' કહેવાય છે.
આ ચારે ધ્યાન એકસૂત્રતાથી પરિણમે તેને કાઉસગ્ગ કહેવાય છે.
મુક્તિની સાધના જેણે પણ કરવી હોય તેણે પોતાના જીવનમાં તપધર્મની નિરંતર આરાધના કરવી જોઈએ. બારમાંથી જે જે તપ જ્યારે જ્યારે જેટલા પ્રમાણમાં શક્ય હોય તેટલો અવશ્ય કરવો જોઈએ.
બાર પ્રકારના તપની આરાધના મુક્તિને નિકટ લાવે એ જ પરમ ભાવના.
નવપદની ઉત્તમ આરાધના-સાધના, તપ-જપ, સ્વરૂપચિંતન-ધ્યાનના પ્રભાવે આપણે સૌ આપણા જૈન-જીવનને સાર્થક બનાવી, ભાવિને ઉજ્જવળ બનાવી વહેલી તકે પરમાત્મપદના ભોક્તા બનીએ એ જ શુભ કામના.
શ્રુતસરિતા
૫૧
શ્રી નવપદ આરાધના
www.jainelibrary.org
Jain Education International 2010_03
For Private & Personal Use Only