________________
પ્રતિભાસ. (૨) આત્મપરિણતિમત્તાન - હેય-ઉપાદેય આદિના તાત્ત્વિક વિવેકપૂર્વકનું નિવૃત્તિ-પ્રવૃત્તિથી રહિત
જ્ઞાન છે. જેને દર્શન સપ્તકનો ક્ષયોપશમ થઈ ગયો છે, પણ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થયો
નથી, તે સમ્યગ્દષ્ટિ જીવને આ જ્ઞાન હોય છે. (૩) તત્ત્વસંવેદનશાન - હેય-ઉપાદેય આદિના તાત્ત્વિક વિવેકપૂર્વક હેયની નિવૃત્તિ અને ઉપાદેયમાં
પ્રવૃત્તિ કરાવનાર તે. આ જ્ઞાનનું અનંતર ફળ વિરતિ છે, અને પરંપર ફળ મોક્ષ છે. સા વિદ્યા યા વિમુરે ! વિદ્યા વિમુક્તિ માટે છે; અને જ્ઞાન વિરતિ માટે છે. જ્ઞાનર્ચ વિરતિઃ
શ્રુતજ્ઞાનની સાધના કરી, ઊજળી ભૂમિકા તૈયાર કરી અંતે આપણે કેવળજ્ઞાનના સ્વામી બનીએ. (૮) સમ્મચારિત્ર પદ - શ્વેત વર્ણ :
શુભ ક્રિયાનો સ્વીકાર અને અશુભ ક્રિયાનો ત્યાગ એ જ ચારિત્રપદની આરાધના. અષ્ટ પ્રવચનમાતાનું પાલન એ શુભ ક્રિયા અને અઢાર પાપસ્થાનકની ક્રિયા એટલે અશુભ ક્રિયા. શુભ અને અશુભ ક્રિયાનો અનુક્રમે સંપૂર્ણપણે પ્રવૃત્તિ અને ત્યાગ એટલે સર્વવિરતિ અને અંશે અંશે શુભની પ્રવૃત્તિ અને અશુભનો ત્યાગ એટલે દેશવિરતિ.
અશુભ ક્રિયા અશુભરૂપે અને શુભ ક્રિયા શુભરૂપે સમજાય તે સમ્યજ્ઞાન; અશુભ ક્રિયાને ત્યાગવાની તાલાવેલી અને શુભ ક્રિયા આદરવાની તાલાવેલી તે સમ્યગ્દર્શન અને અશુભ ક્રિયા સર્વ પ્રકારે છૂટે અને શુભ ક્રિયામાં જ પ્રવૃત્તિ થાય તે સર્વવિરતિરૂપ ચારિત્ર અને આ બંને અંશે અંશે થાય તો દેશવિરતિરૂપ.
સ્વસ્વભાવમાં રમણતારૂપ ચારિત્ર અને નિશ્ચયચારિત્ર છે અને પ્રવૃત્તિ-નિવૃત્તિમય ચારિત્ર એ વ્યવહાર ચારિત્ર છે.
શ્રાવકના બારે બાર વ્રતનો કદાચ સ્વીકાર ના શકય બને, તો ૧૧,૧૦,૯,૮,૭યાવતુ એક વ્રત પણ સ્વીકારી શકાય. જીવનભર, દશ વર્ષ, પાંચ વર્ષ, એકાદ વર્ષ પણ લઈ શકાય. કરવું, કરાવવું અને અનુમોદjમાંથી કરવું અને કરાવવું (દુવિહ-તિવિહેણ) આ બે બાબતની પ્રતિજ્ઞા લેવી. ગુણાકાર કરતાં બાર વ્રતોનો અનેક ભાંગી પડે છે. કોઈ પણ ભાંગે આપણે જો વિરતિ પામી જઈએ, તો ભવપરંપરા ઊજળી બની જાય. ચારિત્રના બળે અભવ્ય નવમા સૈવેયક સુધી જાય છે. શ્રાવકને આચારમાં સાધુતા નથી. છતાં ચારિત્રાચારના બળે પરભવમાં બારમા દેવલોક સુધી જાય છે.
માટે, ચારિત્રને આરાધવું, મનોમન નમવું, અને સ્વજીવનમાં ઉતારવું, અશુભ ક્રિયાના ત્યાગમાં રાત્રિભોજનનો ત્યાગ, વાસી ભોજનનો ત્યાગ, અભક્ષ્યનો, અપેયનો, અગમ્યનો, ટીવીનો, ફ્રીઝનો, પરિગ્રહનો ત્યાગ, આદિ ગણી શકાય છે.
આચરણ કરે તે ચારિત્ર; આચરણ એ જ ચારિત્ર. ચારિત્ર શબ્દની વ્યુત્પત્તિ - ચા + રિજ, ચય એટલે સંચંય (એકઠા થવું-કનું) અને રિકત' એટલે ખાલી થવું - એકઠા થયેલા કર્મોનું ખાલી થવું એનું જ નામ “ચારિત્ર.”
૫O
શ્રી નવપદ આરાધના Jain Education International 2010_03
શ્રુતસરિતા www.jainelibrary.org
For Private & Personal Use Only