________________
નહિ જ. ‘મોક્ષે વિતં, મવે તનુ:' તન ભલે સંસારમાં, પણ ચિત્ત તો મોક્ષમાં જ. વંદિત્તા સૂત્રમાં : " सम्मदीट्ठी जीवो, जइ वि हु पावं समायरे किंचि । अप्पा सि होइ बंधो, जेण न निध्धं धसं कुणइ ॥ "
સમ્યગ્દષ્ટિ જીવ જો પાપ કદાચ કરે તોપણ અલ્પ કરે અને તેમાં તે નિષ્વસ બનતો ન હોવાથી તેને અલ્પકર્મનો જ બંધ થાય છે.
સમ્યગ્દર્શન સાથે સંકળાયેલા ‘૬૭ બોલ’નું ચિંતન કરવું. (ચાર પ્રકારની શ્રદ્ધા, ત્રણ લિંગ, દસ પ્રકારનો વિનય, ત્રણ શુદ્ધિ, આઠ પ્રભાવકો, પાંચ દૂષણો, પાંચ ભૂષણો, પાંચ લક્ષણ, છ આગાર, છ જયણા, છ ભાવના અને છ સ્થાન).
જેનામાં ત્રણ ગુણો હોય તે નવપદનો આરાધક બને. (૧) ખંતો (ક્ષમાશીલ) (૨) દંતો (ઇન્દ્રિયવિજેતા) (૩) સંતો (વિકારોરહિત)
ઉત્તમ પ્રણિધાન દ્વારા આગળ વધીને સમ્યગ્દર્શનને પામીએ, પ્રાપ્ત સમ્યગ્દર્શનને સ્થિર બનાવીએ અને સ્થિર બનેલા સમ્યગ્દર્શનને વધુ નિર્મળ બનાવી આપણે પરંપરાએ પરમાત્મપદના ભોક્તા બનીએ.
(૭) સમ્યજ્ઞાન પદ
શ્વેત વર્ણ :
આપણે બધા જે સંસારમાં રઝળ્યા છે, એનું મૂળ વિચારીએ તો આત્મવિષયક અજ્ઞાન છે. આત્માનું પરિજ્ઞાન કે નવતત્ત્વનું પરિશાન અનિવાર્ય છે, બંને એક જ છે. જે એકને (આત્માને) જાણે છે, તે સર્વને જાણે છે. સુખનું મૂળ આત્માનું જ્ઞાન છે. આત્માને જાણ્યા વિના સાધનાની શરૂઆત જ થતી નથી. પૂ. શ્રી યશોવિજયજી મ.
-
“જિહાં લગે આત્મ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું;
તિહાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું.''
કર્મનું જ્ઞાન ન હોય, કર્મના બંધનનું જ્ઞાન ન હોય, એ બંધન તોડવાં શી રીતે ? આ જ્ઞાન ન હોય, તો બાકીના જ્ઞાનની કિંમત કાંઈ જ નથી. ભવનાં બંધન, કર્મનાં બંધન કેમ છૂટે, આત્મસ્વરૂપની અનુભૂતિ અને પરમાત્મપદની પ્રાપ્તિ આ બધું જ્ઞાન ન હોય તો બાકીનું જ્ઞાન એ અજ્ઞાન છે; બુદ્ધિનો અંધાપો છે.
જ્ઞાન વિનય વડે પ્રાપ્ત થાય છે. જ્ઞાન જેમ જેમ વધે, તેમ તેમ નમ્રતા વધતી જાય તો જ્ઞાન પચ્યું કહેવાય; પણ જો અવિનય અને અહંકાર વધે તો જ્ઞાનનું અજીર્ણ કહેવાય.
કુલ જ્ઞાન પાંચ છે અને તેના પેટા પ્રકારો એકાવન છે. કેવળજ્ઞાન સિવાયનાં બાકીનાં ચાર જ્ઞાન કર્મના ક્ષયોપશમથી થતાં હોવાથી ‘ક્ષયોપશમ ભાવ'ના કહેવાય છે, જ્યારે કેવળજ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી જ થતું હોવાના કારણે ક્ષાયિક ભાવનું ગણાય છે જ્ઞાનનું ફળ ચારિત્ર અને ચારિત્ર એટલે જ આત્મરમણતા.
શાનના ત્રણ પ્રકાર
(૧) વિષયપ્રતિભાસ - હેય-ઉપાદેય આદિના તાત્ત્વિક વિવેક વિના બાળકની જેમ માત્ર વિષયનો
શ્રી નવપદ આરાધના
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org