________________
પત્રાવલિ-૬૭ આત્માને ઓળખો
બુધવાર, તા. ૧૪મી એપ્રિલ, ૨૦૦૪
વીર સંવત ૨૫૩૦ ને ચૈત્ર વદ ૧૦ શ્રી નમિનાથ પ્રભુ મોક્ષ કલ્યાણક અને
વીસ વિહરમાન જન્મ કલ્યાણક શુભ દિન. સમ્યગુ ધર્મારાધક અને સમુદ્યમી ભાવશ્રાવક,
પ્રણામ - આપ સર્વે સુખશાતામાં હશો. તા. ૧૫મી માર્ચના આપશ્રીના બને પત્રો મળ્યા. વાંચી અનહદ આનંદ થયો. આપ પરિવારના ધર્મસુકૃત્યોની હું અપાર અનુમોદના કરું છું. આપશ્રીએ કરેલી શ્રુતભક્તિની હું હાર્દિક અનુમોદના કરું છું.
શ્રી જિનશાસન ખરેખર જયવંતુ છે. વર્તમાન ચોવીસી પરમ શાસન પ્રેમનું જ સર્જન છે. અણિશુદ્ધ જિનભક્તિનો આવિષ્કાર છે. શ્રી જિનેશ્વર દેવોએ રાગ-દ્વેષના કીચકમાં આળોટતા જીવોને આત્માની
ઓળખ કરાવી છે. એ આત્માને સાધવાનો રત્નત્રયીરૂપી શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો છે. જીવને શિવ બનવાની ઉત્કૃષ્ટ ભાવદયાની ગંગા ત્રિલોકમાં વહાવી છે. પરમ તારક શ્રી નમિનાથ પ્રભુને પ્રાર્થના :
વિજયરાજા-વપ્રારાણીના, કુળદીપક નમિનાથ પ્રભુ; મિથિલાના રાજા તીર્થકર, માથે મૂકીને હાથ પ્રભુ.
ભક્તિની શક્તિ જીવનની, વિપદાઓને ચૂર કરે; પ્રભુની પ્રીતિ રોમેરોમમાં, અનાસક્તિના નૂર ભરે.
- સ્વ. પૂ. શ્રી વિજય ભદ્રગુપ્તસૂરિજી મ.સા. કર્મભનિત વિદનો બે પ્રકારનાં હોય છે, એક સોપક્રમ એટલે શિથિલ બંધવાળા અને બીજા નિરૂપક્રમ. તેમાં શિથિલ બંધવાળા સોપક્રમ કર્યો તો પ્રભુભક્તિની શક્તિના પ્રભાવે નષ્ટ પામી જાય છે; અને નિરૂપકમ કર્મો ઉદયમાં આવે અર્થાતુ વિદનોના હુમલા આવે ત્યારે પણ પ્રભુનો સેવક ડઘાઈ જતો નથી.
આ રીતે, કર્મનું સ્વરૂપ વિચારીને વિદન વખતે પણ જીવ અડોલ રહી. સમતાભાવમાં રહે છે, કે જેથી ઉદય વખતે પણ અનંત કર્મનિર્જરા કરનારો બને છે.
પરમ ઉપકારી મહોપાધ્યાય પૂજય શ્રી યશોવિજયજી મ.સા.ની વિદ્યમાન કૃતિઓને વિભિન્ન વિભાગોમાં વહેંચીએ તો : (૧) સમ્યકત્વની શુદ્ધિ માટે ૬૭ બોલની સઝાય તથા ચોવીસી. (૨) જ્ઞાનની શુદ્ધિ માટે ૧૨૫-૧૫૦ અને ૩૫0 ગાથાના ત્રણ સ્તવનો સાથે નિશ્ચય વ્યવહારના શ્રી
શાંતિનાથ અને શ્રી સીમંધર સ્વામીના સ્તવનો. (૩) ચારિત્રની શુદ્ધિ માટે અઢાર પાપ સ્થાનકની અને આઠ દૃષ્ટિની સજઝાયો ઉપરાંત આધ્યાત્મિક
૩૭૭
શ્રુતસરિતા
પત્રાવલિ Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org