________________
સ્તવનો વગેરે.
ઉપરોક્ત ત્રણ પૈકી પ્રથમ વિભાગ એટલે સમ્યક્ત્વની શુદ્ધિ માટે તેઓશ્રીએ લખેલ ચોવીસી પૈકી શ્રી ઋષભદેવ સ્વામીના સ્તવનમાં લખે છે :
“લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર લાલ રે; રેખા કરચરણા-દિકે, અત્યંતર નહિં પાર લાલ રે.''
અર્થ : પ્રભુના પુણ્યદેહે એક હજાર ને આઠ ઉત્તમ લક્ષણો શોભે છે. હાથ-પગના તળિયાં પર અનેક પ્રકારની શુભ રેખાઓ હોય છે. આ બધાં તો બાહ્ય લક્ષણો છે. જ્યારે આંતરિક લક્ષણો યા ને આત્મિક ગુણોનો તો કોઈ પાર જ નથી.
ભાઈ, પરનારી-સહોદર અને પરદુઃખભંજક મહારાજા વિક્રમ જેવા પુરુષો બત્રીસ-લક્ષણા કહેવાય છે. જ્યારે વાસુદેવના દેહ ઉપર ૧૦૮ શુભ લક્ષણો હોય છે. પણ ૧૦૦૮ ઉત્તમ લક્ષણો તો શ્રી તીર્થંકરના પુણ્યદેહ ઉપર જ શોભતાં હોય છે. આ લક્ષણો પ્રભુની પ્રભુતાનો સ્પષ્ટ ખ્યાલ આપીને તેમની સેવા-પૂજા કરવાની પ્રેરણા આપે છે.
સેવા-પૂજા-વંદન-દર્શન વગેરે. કરવા વડે આપણે પ્રભુના બાહ્ય લક્ષણો અને આંતરિક ગુણોથી આકર્ષાઈ, પ્રભુને ભજવામાં ઉત્સાહિત થઈએ છીએ. આત્માને પરમાત્મા બનાવવાની આ જ સિદ્ધ પ્રક્રિયા છે. સંસારીમાંથી સિદ્ધસ્વરૂપી બનતો આત્મા ચાર અવસ્થામાંથી પસાર થતો હોય છે. (૧) બહિરાત્મ દશા (૨) અંતરાત્મ દશા (૩) મહાત્મ દશા (૪) પરમાત્મ દશા. આ ચારેને વર્ગીકરણથી સમજીએ, તો મિથ્યાત્વની અવસ્થા તે બહિરાત્મ દશા, સમ્યક્ત્વની અવસ્થા તે અંતરાત્મ દશા, સાધુપણાની અવસ્થા તે મહાત્મ દશા અને સિદ્ધ અવસ્થા તે પરમાત્મ દશા.
જેને આત્માનો વિચાર આવે તેને આ બધો વિચાર કરવામાં રસ પડે. આજની મોટામાં મોટી ખામી જ આ છે કે આજે આત્માનો વિચાર જ ભુલાઈ ગયો છે. આજે આત્મવાદ ભુલાયો છે અને ભૌતિકવાદ વકર્યો છે. આસ્તિકવાદ ભૂલાયો છે અને નાસ્તિકવાદ વકર્યો છે. જીવત્વનું ગૌરવ વિસરાયું છે અને જડની બોલબાલા વધી છે.
સૌથી પહેલાં તો આપણે આત્માને ઓળખવાનો છે. આત્માની ઓળખાણ એ જ જૈનશાસનનું પ્રવેશદ્વાર છે. આત્મા જ્યારે આત્માના આદેશને અનુસરવા તૈયાર થાય ત્યારે અધ્યાત્મભાવ પ્રગટે. અધ્યાત્મભાવ માટે આત્માનું જાગરણ જરૂરી છે. આવું જાગરણ આવવાથી આપણને અવશ્ય સમજાય કે સંસારના બધા કામો એ પુદ્ગલની પૂજા જ છે. માટે જ, જ્ઞાની ભગવંતો હે છે કે આત્મતત્ત્વની વિચારણા વગર પરમાત્માના વચનો પણ પ્રતીતિનો વિષય બની શક્તાં નથી.
આત્માનો આશ્રય કરીને તેને લક્ષમાં રાખીને આપણે જે કાંઈ કરીએ તેને અધ્યાત્મ કહેવાય છે. તે બે પ્રકારે :
(૧) વ્યવહાર અધ્યાત્મ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
=
હેય - વિષય - કષાયનો ત્યાગ શેય - જીવાદિ તત્ત્વોનું જાણપણું
૩૭૮
For Private & Personal Use Only
પત્રાવલિ
www.jainelibrary.org