________________
તો તે આ ચાર ઘાતી કર્મો જ છે. આ ચારની સામે એકી સાથે લડવું મુશ્કેલ છે. આ ચાર પૈકી રાજા જેવું “મોહનીય કર્મ' ઉપર જ લક્ષ્ય ગોઠવવું. મોહનીય કર્મ જો ઢીલું પડે તો બાકીના ત્રણ તો મર્યા જ સમજો !
હતાશાથી હબકી જઈ, નિરાશાના નંદવાયેલા સૂરોમાં આપણી વ્યથાને વાગોળવાનું બંધ કરી, જીવનમાં જાગૃતિપૂર્વક કોશિશ કરી, દરરોજ થોડીક ક્ષણો માટે પરમાત્માનું ધ્યાન કરવાની ટેવ પાડવા જેવી છે. મન, કોઈક વાર, પણ જો એમાં રમી જાય તો પરમાત્માની કૃપા-પાત્રતા આપણામાં અવશ્ય ઊતરે જ. આપ બધા કુશળ હશો. મંગલ કામનાઓ સાથે.
લિ. આપનો ભાઈ,
રજની શાહ
( પત્રાવલિ-૨૨ દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી
તા. ૧-૨૩-૯૯ સ્નેહાળ-સ્વજનશ્રી, જય જિનેન્દ્ર. પૂ. શ્રી આનંદઘનજીએ કહ્યું છે -
દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી' પરમાત્મદર્શન હોવું દુર્લભ છે. અસંભવ છે. પણ જો પરમાત્માની કૃપાના નીર વરસી જાય તો દુર્લભ દર્શન પણ સુલભ બની જાય ! હે પરજતત્ત્વની કૃપા પ્રાપ્ત કેમ કરી થાય? માત્ર શબ્દોની સોડમાં કૃપાના નીર નથી વરસી જતા. કોરી શ્રદ્ધાનો કેકારવ પણ કૃપાના વાદળોને છાંટણાં કરવા કબૂલાત નથી કરાવી શકાતો. કૃપા મેળવવાનો - કેળવવાનો અણમોલ ઉપાય - બિનશરતી સંપૂર્ણપણે વીતરાગ પ્રભુને સમર્પણ. અહંને ભૂલીને, અહંને ઓગાળીને ‘Ego' નો ‘Go'કરીને ! અહંને બદલે ભીતરના એક એક સ્પંદનમાં “અહંનો ગુંજારવ મચી ઊઠવો જોઈએ.
સમગ્રતયા સમર્પણ ત્યારે જ થશે, જ્યારે વ્યક્તિ પોતાના આગ્રહોને વિસર્જી શકશે. વિસર્જન વગર સમર્પણ તન અસંભવ છે. ન જોઈએ પોતાની કોઈ માન્યતા કે ન રહે પોતાના નિજી કોઈ આગ્રહ. અહપ્રેરિત માન્યતાઓ અને આગ્રહોનો અખાડો એ જ તો દુબુદ્ધિ છે. દુર્ગતિ છે-કુમતિ છે. કુમતિને દૂર કરી જીવનમાં “સુમતિ” ને સ્થાન આપવું જોઈએ. સુમતિ ત્યારે જ બને, જયારે આપણા હૃદયમાં દિવસ અને રાત સારા વિચારોનું વાવેતર ચાલ્યા જ કરે.
શરીરધારી જીવાત્માઓ ત્રણ પ્રકારના હોય છે. (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા (૩) પરમાત્મા.
શરીર-ઇન્દ્રિયોમાં વગેરેમાં જે આત્મા માને છે, “શરીર’ એ જ આત્મા છે - આવી માન્યતા છે શ્રુતસરિતા ૨૯૪
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org