________________
વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદુ તેહ । ઋષભ ચંદ્રાનન વારિષણ, વર્ધમાન નામે ગુણગૃહ ॥૧૦મા સમેતશિખર વંદું જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ ! વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર ॥૧૧॥ વ્યંતર દેવોના નગરો તથા જ્યોતિષ્ક દેવોના વિમાનો અસંખ્યાતા છે. જે કોઈ શાશ્વતી પ્રતિમાઓ છે તેને વંદના. ઋષભ, ચંદ્રાનન, વારિષણ તથા વર્ધમાન એ ચાર નામવાળી શાશ્વત પ્રતિમાઓને ભાવવંદના. સમેતશિખર (૨૦ તીર્થંકરોનું નિર્વાણ ભૂમિ), અષ્ટાપદ (૪+૮+૧૦+૨=૨૪), વિમલાચલ (શત્રુંજય તીર્થ) ગિરનાર (નેમીનાથ પ્રભુનું નિર્વાણ ભૂમિ), આબુ પર્વતના જિનાલય-આદેશ્વરદાદા શંખેશ્વર કેસરીયો સાર, તારંગે શ્રી અજિત જુહાર ॥ અંતિરક્ષ વરકાણો પાસ, જીરાવલો ને થંભલ પાસ ૫૧૨૫ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ । વિહરમાન વંદું જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ ॥૧૩॥
શંખેશ્વર પાર્શ્વનાથ, કેસરિયાજી તથા તારંગાજી તીર્થમાં અજિતનાથ પ્રભુ, અંતરીક્ષજી તીર્થ (મહારાષ્ટ્ર), વરકાણાજી તીર્થ અને જીરાવલાજી તીર્થ (રાજસ્થાન), સ્થંભનજી જે કોઈ ગામમાં, નગરમાં, પુર (જિલ્લાનું સ્થળ) અને રાજધાનીનું સ્થળ પાટણ-તમામ સ્થળોના જિનેશ્વરોના ચૈત્યોને પ્રણામ- જંબુદ્વીપના મહાવિદેહ, પૂર્વ ધાતકીખંડના, પશ્ચિમ ધાતકી ખંડના, પૂર્વ અર્ધ પુષ્કરવર દ્વીપના અને પશ્ચિમ અર્ધ પુષ્કરવર દ્વિપના - કુલ ૫ મહાવિદેહ x દરેક મહાવિદેહમાં (૪) ૨૦ વિહરમાન તીર્થંકરોને વંદના. – અનંત સિદ્ધ ભગવંતોને વંદના.
“અઢીદ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર । પંચ મહાવ્રત સમિતિ સાર, પાલે પલાવે પંચાચાર ॥૧૪॥ બાહ્ય અત્યંતર તપ ઉજમાલ, તે મુનિ વંદું ગુણમણિમાલ । નિતનિત ઊઠી કીર્તિ કરું, જીવ કહે ભવસાયર તરું ૫૧પા
=
જંબુ દ્વીપ, ઘાતકીખંડ અને અર્ધ પુષ્કરવર દ્વીપ = અઢી દ્વીપ ૧૮,૦૦૦ શીલાંગ :
ક્ષમાદિ, યતિધર્મ ૧૦ X ૧૦ જીવોના પ્રકાર = ૧૦૦ x ૫ ઇન્દ્રિયો = ૫૦૦
૫૦૦ × ૪ સંશા – ૨,૦૦૦
(આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ) (મન, વચન અને કાયા)
૨,૦૦૦ x ૩
= ૬,૦૦૦
૬,૦૦૦ x ૩
= ૧૮,૦૦૦ (કરણ, કરાવણ અને અનુમોદન)
છ પ્રકારના બાહ્યતપને અને છ પ્રકારના અત્યંતર તપને કરવામાં ઉજમાળ એવા ગુણો રૂપી મણિઓના માળાતુલ્ય અણગાર મુનિઓને વંદના અને પ્રણામ. આવા ભાવથી પ્રણામ કરવા વડે આ સૂત્રના કર્તા શ્રી જીવવિજયજી મહારાજ કહે છે કે હું ભવસાગર તરી જાઉં છું.
શ્રુતસરિતા
Jain Education International 2010_03
૮૫
For Private & Personal Use Only
સકલ તીર્થ વંદના - અર્થ સહિત
www.jainelibrary.org