________________
જતા નહીં. આવા દુઃખોમાં એક માત્ર શરણભૂત તીર્થકર ભગવંતે પ્રરૂપેલો ધર્મ જ છે. ધર્મનું સેવન વધારશો. પ્રભુ વીરના સંતાન તરીકે આપનું વીરપણું' લજવાય નહીં.
મોહની ઉચ્છેદક, શાન્ત રસની ઉત્પાદક અને સંસારતારક જિનવાણી અગનઝાળ એવા સંસારમાં ચંદનસમી છે. પર્યુષણ, તિથિઓ આદિ પર્વના દિવસોએ આચરવામાં આવતા ધર્મને નિમિત્ત ધર્મ કહે છે, જ્યારે દરરોજ દૈનિક ધોરણે આચરવામાં આવતા ધર્મને નિત્ય ધર્મ કહે છે. બેન, નિમિત્ત ધર્મ અપેક્ષાએ નિર્જરા તત્ત્વને વધુ સ્પર્શે છે, જ્યારે નિત્ય ધર્મ સંવર તત્ત્વને વધુ સ્પર્શે છે. બાંધેલા કર્મોનું ખરી જવું કે જેને નિર્જરા કહે છે તે અગત્યનું તો છે, પરંતુ વધુ અગત્યનું નવા અશુભ કર્મોનું આગમન અટકે તે છે, કે જેને સંવર કહે છે. માટે, બેન, દૈનિક જીવનને નિત્ય ધર્મરૂપી ધર્માચરણની સુવાસ વડે સુરભિત કરવા પ્રયત્ન કરશો. દરરોજ એક સામાયિક, તિથિએ વનસ્પતિ ત્યાગ, કંદમૂળ ત્યાગ, છેવટે વીક-એન્ડમાં ઉકાળેલું પાણી, સ્વાધ્યાય, ધ્યાન, કાઉસગ્ગ, પચ્ચખ્ખાણ આદિ શાસ્ત્રસુવિહિત ક્રિયાઓ નિત્ય જીવનમાં લાવવા પ્રયત્ન કરશો. અમેરિકા દેશની ધરતી અનાર્ય ભાવો વડે સંસ્કારિત હોવાથી, ધર્મને આપણામાં વસાવવાનું, વિકસાવવાનું અને યોગક્ષેમ કરવાનું મુશ્કેલભર્યું છે. બેન, હવે આપણે આ દેશમાં રહેવાનું પસંદ કર્યું છે, તો આવી ક્રિયાઓ વડે જ, નિત્ય ધર્મ સેવવા વડે જ, આપણે આ જૈનભવને આંશિક પણ સફળ બનાવી શકીશું, અને આપણાં સંતાનોમાં ધર્મના વારસાનું અમૂલ્ય સિંચન કરી શકીશું, અને તેઓના પણ જીવનને ધન્ય બનાવી શકીશું.
દરરોજ કરવા આ બધી ક્રિયાઓ છેવટે વીક એન્ડમાં તો થઈ શકે જ ! આ બધું નહીં કરવા બદલ ક્યાં સુધી, બેન, આપણા બધા આ અમેરિકા ક્ષેત્રનું બહાનું કાઢ્યા કરીશું? એક પણ સમયનો પ્રમાદ સેવવા જેવો નથી, તેવું શ્રી મહાવીર સ્વામી ભગવાનનું સ્પષ્ટ વિધાન છે.
કાળના ત્રણ પ્રકાર ગણાવવામાં આવે છે (૧) ભૂતકાળ (૨) વર્તમાનકાળ અને (૩) ભવિષ્યકાળ. આ પ્રકારની ગણતરી અપેક્ષાએ અયથાર્થ છે. કાળનો એક જ પ્રકાર છે (૧) વર્તમાનકાળ. આપણી મૃતિઓમાંથી જે જન્મે તે ભૂતકાળ અને આપણી ઇચ્છાઓ-આશાઓમાંથી જે જન્મે તે ભવિષ્યકાળ. આમ, ભૂતકાળ અને ભવિષ્યકાળ જેવો કોઈ ખરેખર કાળ હોતો ન નથી. કાળ એક માત્ર વર્તમાન સ્વરૂપે હોઈ, જે જીવ વર્તમાનમાં જીવે તે જીવ અલ્પ ને બાંધનારો બને છે. ભૂતકાળ આપણને આર્ત-રૌદ્ર ધ્યાન કરાવનારો બને છે, જ્યારે ભવિષ્યકાળની આપણી ઇચ્છાઓની પ્રાપ્તિમાં આપણને સાથ આપનારા વ્યક્તિઓ પ્રત્યે આપણને “રાગ' થાય છે અને સાથ નહીં આપનારા વ્યક્તિઓ પ્રત્યે આપણને “ટ્રેષથાય છે. જ્ઞાની ભગવંતો કહે છે કે આર્ત-રૌદ્ર ધ્યાન, રાગ અને દ્વેષ અશુભ કર્મોનો બંધ કરાવે છે. માટે, બેન, માત્ર વર્તમાનકાળમાં જીવવાનો સમર્થ પ્રયત્ન કરશો, અને ભૂત-ભવિષ્યથી શક્ય તેટલું દૂર રહેજો. ચાર કષાયો ક્રોધ, માન, માયા અને લોભ છે. ક્રોધ-માનનું યુગલ દ્રષ' છે, અને માયા-લોભનું યુગલ “રાગ' છે. ક્રોધ-માનનું જડમૂળ અહંકાર છે અને માયાલોભનું જડમૂળ “મમકાર” છે. અહંકાર અને મમત્વની જડો, બેન, આપણી આત્મભૂમિના ઊંડાણમાં ફેલાયેલી છે.
પત્રાવલિ Jain Education International 2010_03
૩૪૧ For Private & Personal Use Only
શ્રુતસરિતા www.jainelibrary.org