________________
જ બંધાય છે. દા.ત., શ્રેણિક મહારાજા. ગર્ભવતી હરણી જેવા પંચેન્દ્રિયના શિકારમાં તે સમયે શ્રી શ્રેણિક મહારાજા હર્ષથી પ્રવૃત્ત હોવાથી તેઓ એ પ્રથમ નર્કનું આયુષ્ય બાંધ્યું. ત્યાર બાદ તે જ ભવમાં તેઓને શ્રી મહાવીર સ્વામીનો સંપર્ક થયો, પ્રભુ પ્રત્યેની અનન્ય ભક્તિના નિમિત્તે તીર્થંકર નામકર્મ બાંધ્યું (ભરતક્ષેત્રની આગામી ચોવીસીમાં તેઓનો જીવ શ્રી પદ્મનાભ સ્વામી નામે પ્રથમ તીર્થંકર થવાના છે), તેમ છતાં આયુષ્ય કર્મમાં કોઈ ફેરફાર ના કરી શકવાથી, તેઓએ શ્રી શ્રેણિક તરીકે મૃત્યુ પામી પ્રથમ નર્કમાં જ ગતિ કરી.
આ દુઃખના પ્રસંગને સમ્યગ્ જ્ઞાનમાં અને સમ્યક્ ચારિત્રમાં વાળજો. દુઃખગર્ભિત વૈરાગ્યનું સેવન આપના દુઃખને અવશ્ય હળવું બનાવશે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા, આ પ્રસંગને નિમિત્ત બનાવી, વધાવજો. ધર્મ એ તો સુખની ફૅક્ટરી છે. સંસારના અને મોક્ષનાં બંને સુખો આપવા ધર્મ સમર્થ છે. તિથિપાલન, વાસી ખોરાક ત્યાગ, સામાયિક આદિ ક્રિયાઓ તરફ લક્ષ્ય વધારશો.
*
શ્રુતસરિતા
Jain Education International. 2010_03
* * પત્રાવલિ-૪૯
સ્વજન મૃત્યુ વૈરાગ્ય પ્રેરક છે
લિ. આપનો ભાઈ, રજની શાહ
બુધવાર, તા. ૨૧મી, ફેબ્રુઆરી, ૨૦૦૧ વીર સંવત ૨૫૨૭ને મહા વદી ૧૩
શ્રી શ્રેયાંસનાથ પ્રભુ દીક્ષા કલ્યાણક શુભ દિન.
શ્રેયાર્થી બેનશ્રી,
પ્રણામ - જય જિનેન્દ્ર - જંગમ તીર્થસમા આપનાં પૂજ્ય માતા-પિતા તથા બાને મારી નતમસ્તક ભરી વંદનાઓ. આપ પરિવાર સત્વરે સ્વસ્થ થઈ જાઓ તેવી મારી પણ પ્રાર્થના અને શ્રદ્ધાનું બળ આપની સાથે જ છે. શ્રી જિનેશ્વર ૫૨માત્માનું સબળ અને સઘન નિમિત્ત પૂર્ણપણે સ્થિરતા અપાવે તેવી મારી અભ્યર્થના છે.
બેન, જૈનકુળમાં આપશ્રીનો આ ભવમાં જૈનકુળમાં જન્મ થયો છે, એ જ પરમ પુણ્યોદયનું પ્રગટ પ્રતિક છે. આવા અજોડ અને અભૂતપૂર્વ પુણ્યોદય પછી પણ આ ભવના સમગ્ર જીવનમાં માત્ર સુખ અને સુખના સંયોગો જ મળી રહે, તેવું કદાપિ બનતું નથી. પોતાના શુભાશુભ બાંધેલ કર્મોના ઉદય વડે દરેક જીવ સુખ-દુઃખને પ્રાપ્ત કરે છે. સુખમાં લીનતા નહીં અને દુઃખમાં દીનતા નહીં, એ જૈનત્વનું આગવું લક્ષણ છે. સંયોગો અને વિયોગોથી ભરપૂર આ સંસારચક્રને અધ્યાત્મ દૃષ્ટિએ સમજવા પ્રયત્ન કરવા જેવો છે. દરેક જીવને વૈરાગ્યની ત્રણ પ્રકારે પ્રાપ્તિ થાય છે. (૧) દુઃખગર્ભિત (૨) મોહગર્ભિત અને (૩) જ્ઞાનગર્ભિત. બેન, આપને આપના જ અશુભ કર્મોદય વડે આ દુઃખગર્ભિત દશા ઉદયમાં આવી છે. આવી પડેલ આ દુ:ખને શ્રી જિનેશ્વર પરમાત્મા તરફ વાળવાની તકને ચૂકી
પત્રાવલિ
www.jainelibrary.org
૩૪૦
For Private & Personal Use Only